મોબાઇલ પર આવ્યા ૬ મિસકોલ અને ખાતામાંથી ઉપડી ગયા ૧.૮૬ કરોડ, જાણો કઈ રીતે અને તમે પણ આ બાબતનું ધ્યાન રાખજો

0
1464

મુંબઈના એક વેપારી સાથે જે થયું તેમાંથી બધાએ કઈક શીખવા જેવુ છે. મુંબઈના એક મોટા વેપારીને મોડી રાતે તેના મોબાઇલ પર ૬ મિસકોલ આવ્યા, ત્યારબાદ તેના ખાતા માંથી ૧.૮૬ કરોડ રૂપિયા નીકળી ગયા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વેપારીને જ્યારે મિસકોલ આવ્યા તે નંબર પર કોલ કર્યો, ત્યારે તેમને ખબર પડી કે તેનું સિમ બ્લોક થઈ ચૂક્યું છે. જાણવા મળ્યું છે કે આ છેતરપિંડી ડુપ્લિકેટ સિમ દ્વારા કરવામાં આવી હતી.

વેપારીનું નામ વી શાહ છે. ૨૭-૨૮ ડિસેમ્બર રાતના ૧૧ થી ૨ વાગ્યાની વચ્ચે તેમના મોબાઇલ પર ૬ મિસકોલ આવ્યા હતા. જ્યારે સવારે તેઓએ એ નંબર પર કોલ લગાવ્યા તો ખબર પડી કે તેમનું સિમ કાર્ડ બંધ થઈ ચૂક્યું છે. જે નંબરો પરથી કોલ આવ્યા હતા એમાંથી એક નંબરની શરૂઆત +44 થી થતી હતી, જે બ્રિટેનનો કોડ છે.

જ્યારે વેપારી દ્વારા સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરવામાં આવી તો તેમને જણાવ્યુ કે, તેમની અરજી પર જ સિમ બ્લોક કરવામાં આવ્યું હતું. જ્યારે વી શાહ દ્વારા આવી કોઈ અરજી આપવામાં આવી નહોતી. શાહ દ્વારા જણાવવામાં આવેલ હતું કે તેમનો મોબાઇલ નંબર તેમની કંપનીના બૅન્ક ખાતા સાથે જોડાયેલો હતો. તેમને ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમના પૈસા આ રીતે બૅન્કમાંથી નીકળી જશે.

શાહ આ વાતની તપાસ કરવા માટે બૅન્કમાં ગયા ત્યારે તેમને જાણકારી મળી કે, તેમની કંપનીના ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા કાઢી લેવામાં આવ્યા છે. આ રકમને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવાની વાત સામે આવી હતી. આ બધી રકમ કાઢવા માટે લગભગ ૨૮ ટ્રાન્જેક્શન કરવામાં આવેલ હતા. જો કે શાહ દ્વારા બૅન્કને જણાવવામાં આવ્યું કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તો બૅન્ક ૨૦ લાખ રૂપિયા પરત લાવવામાં સફળ રહ્યું હતું. જ્યારે બાકીની રકમ એ ઠગ દ્વારા ખાતાઓમાંથી કાઢી લેવામાં આવી હતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here