માત્ર ૧૦ દિવસમાં આંખોના ચશ્મા હટાવવા માટે અજમાવો આ ઘરેલુ રામબાણ ઉપાય

0
1156

આજના સમયમાં દર બે વ્યક્તિએ એક વ્યક્તિ ચશ્મા લગાવેલ નજર આવશે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આજકાલ લોકોનું ખાનપાન બદલી ગયું છે. સાથોસાથ લોકોને લાઇફ સ્ટાઇલ પણ બદલાઈ ચૂકી છે. આજના સમયમાં લોકો પૌષ્ટિક આહાર છોડીને બજારમાં મળતાં ફાસ્ટ ફૂડ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. ફાસ્ટ ફૂડને લઈને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ સામે આવી રહી છે.

ટીવી માંથી નીકળતી કિરણો આંખો માટે હોય છે હાનિકારક

પહેલાના સમયમાં મોટી ઉંમરના લોકો જ ચશ્મા લગાવેલા જોવા મળતા હતા. જ્યારે આજના સમયમાં બાળકો પણ ચશ્મા લગાવેલ નજર આવે છે. આજકાલ બાળકો ખૂબ જ ટીવી અને કોમ્પ્યુટર નો ઉપયોગ કરતા થઈ ગયા છે. વધારે પડતા કોમ્પ્યુટરના ઉપયોગ અને તેવી જોવાથી આંખો જલ્દી ખરાબ થઈ જાય છે. તેમાંથી નિકળતા કિરણો આંખો માટે ખૂબ જ હાનિકારક હોય છે.

આંખો ખરાબ થવાને કારણે લોકો ઈલાજ માટે ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર પાસે તેમનો એક જ ઇલાજ હોય છે, ચશ્મા. જ્યારે દવાથી કામ નથી થતું ત્યારે ચશ્મા લગાવી દેવામાં આવે છે. ઘણા લોકોને ચશ્મા પહેરવા પસંદ નથી હોતા, તેમના માટે આજકાલ કોન્ટેક લેન્સ પણ આવી ગયા છે. જો તમે પણ ચશ્મા પહેરો છો અને તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમારા માટે ઘરેલું રામબાણ ઉપાય લાવ્યા છીએ જેની મદદથી ફક્ત દસ દિવસમાં તમારા ચશ્માના નંબર ઉતરી જશે. જેના માટે આવશ્યક સામગ્રી : બદામ, વરીયાળી અને ખાંડ.

બનાવવાની તથા સેવન કરવાની વિધિ

સૌથી પહેલા આ ત્રણેય વસ્તુઓને બરાબર માત્રામાં લઈ અને તેમને બારીક પાવડર બનાવી લેવો. તેને સારી રીતે પાવડર બનાવી લીધા બાદ કોઈ કાચની બોટલમાં રાખી દો. હવે તમે એ પાવડર નું રોજ રાત્રે સુતા પહેલા એક ચમચી દૂધ સાથે સેવન કરો.

જો તમને વધારે મીઠું પસંદ નથી તો તમે ખાંડની માત્રા ઓછી પણ રાખી શકો છો. આ પાવડરના દરરોજ સેવન કરવાથી તમને મહેસુસ થશે કે થોડા દિવસોમાં જ તમારે આંખોમાં જોવાની ક્ષમતામાં વધારો થઈ જશે. અને ધીમે ધીમે તમારા ચશ્માના નંબર પણ ઉતરી જશે. પરંતુ જો તમને ડાયાબિટીસની બીમારી હોય તો આ પાવડર નું સેવન કરવું નહીં, આ ઉપાય તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here