માતાજીનાં દર્શન માટે દરરોજ રાતે આ મંદિરમાં આવે છે વાઘ

0
1908

જંગલ હોય કે પહાડ હોય જ્યાં પણ નજર કરો ત્યાં એક મંદિર જરૂર નજર આવે છે. દરેક મંદિર સાથે એક આસ્થા જરૂર જોડાયેલી હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં એવા ભક્તો હોય છે જે ઘણા કિલોમીટર દૂર જઈને મંદિરમાં દર્શન કરતા હોય છે. આજે અમે તમને એવા જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં માણસો તો દર્શન કરવા માટે આવે છે પરંતુ મંદિરમાં જંગલના વાઘ પણ દર્શન કરવા માટે આવે છે.

ભારતમાં ભગવાન પ્રત્યે લોકોને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ છે. આ મંદિર નેપાળ ની પાસે વાલ્મિકી નગર નજીક NH 28 થી ખૂબ જ નજીક વાલ્મિકી ટાઈગર રિઝર્વ આવેલ છે. આ ટાઈગર રિઝર્વ ની વચ્ચે બનેલ છે મદનપુર દેવીનું મંદિર. માં મદનપુર દેવી ના દર્શન માટે નેપાળ અને ભારતના અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં દર્શન માટે ફક્ત માણસો જ નહીં પરંતુ જંગલના વાઘ પણ આવે છે.

આજે પણ રાતના સમયમાં માતાના દર્શન માટે જંગલમાંથી વાઘ આવે છે. અહીંયા રાત થતાની સાથે જ પોલીસના જવાનો ફરજ માટે આવી પહોંચે છે. મંદિરના પૂજારી ના જણાવ્યા અનુસાર રાતના સમયે ભાગ દર્શન માટે આવતા હોવાથી અહીંયા લોકો ના પ્રવેશ પર પ્રતિબંધ કરી દેવામાં આવે છે અને વનવિભાગ તથા પોલીસ ફરજ પર હાજર રહે છે.

પૌરાણિક કથાઓમાં જણાવ્યાનુસાર આ આ ચમત્કારિક મંદિર વિશે જાણીને ત્યાંના રાજા પોતે ગુજરાતી પાસે દેવીના દર્શન માટે જીદ કરવા લાગ્યા. એવું કહેવામાં આવે છે કે પુજારીએ રાજાને વારંવાર ચેતવણી આપી કે માતાના દર્શનની જીદ છોડી દો. પરંતુ રાજાએ તેમની વાત માની નહીં ત્યારે દેવી નો એક હાથ પૂજારીના માથાને ફાડીને બહાર નીકળી આવ્યો. સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. ગર્જના સાથે ધરતી ફાટી ગઈ અને રાજાનો સમગ્ર રાજ્ય ધરતીમાં સમાઈ ગયું.

કહેવામાં આવે છે કે જ્યારે રાજા નો વિનાશ થયો ત્યારે એ સમયે તેમની રાણી પોતાના પિયરમાં હતી એટલે તે બચી ગઇ હતી. જેમના વંશજો આજે પણ કાયમ છે અને વડાગામ રાજ્યની રાણી અપર્ણા સિંહ પોતે આ પૌરાણિક કથાઓમાં વિશ્વાસ રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here