મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર બોલ્યા PM મોદી – આ તો હજુ શરૂઆત છે, ઘરમાં ઘુસીને મરવામાં આવશે

0
258

રાજસ્થાનની રાજધાની જયપુર માં બીજેપી ના ઉમેદવારો ના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મોડી સાંજે ચુંટણી જનસભા ને સંબોધિત કર્યું. જૈશ એ મોહમ્મદના સરગના મસૂદ અઝહર મુદ્દા પર તેમણે કહ્યું કે આ ભારતને સૌથી મોટી જીત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરની ચુંટણી જનસભાને સંબોધિત કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની નજર અંદાજ નહીં કરી શકાય.

સાથે તે પણ કહ્યું કે ભારતથી પાકિસ્તાન જઈને આતંકવાદીઓને માર્યા છે. પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અને પછી એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ નો નાશ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી ઘોષિત કરવા પર તેમણે કહ્યું કે આ તો શરૂઆત છે આગળ જુઓ થાય છે શું.

માન સરોવર વીટી રોડ મેદાનમાં જનસભાને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યું કે. હવે દેશ પર કોઈ હુમલો કરશે તો તેને ત્યાં જઈને મારીશું. કોઈ ગોળી મારે તો આપણે ગોલા થી હુમલો કરીશું. જનસભામાં પીએમ મોદી એ દેશની સુરક્ષાને લઈને કોંગ્રેસના રવૈયા પર પણ વાત કરી અને કહ્યું કે વાજપેયી સરકારમાં 1 મે 1998ના પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે મનમોહનની પણ રિમોટ કંટ્રોલ વાળી સરકાર કહ્યું.

પીએમ મોદીએ કહ્યું કે ભારત અંતરિક્ષમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવા વાળો ચોથો દેશ બની ગયો છે. કોંગ્રેસે દેશની સુરક્ષાને જોખમ લાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસે આતંકીઓ સામે કોઈ દિવસ સખત વાતાવરણ નથી બનાવ્યું. પીએમ મોદીએ આરોપ લગાવે કેશ એના પહેલા પણ સર્જીકલ સ્ટ્રાઈક માંગતી હતી. પરંતુ કોંગ્રેસે હિંમત જ ના બતાવી.

ભારતે આત્મવિશ્વાસ અને આત્મ સન્માન વધારવામાં કોઈ કસર નથી છોડી

પીએમ મોદીએ કહ્યું કે પાંચ વર્ષમાં ભારતે આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવામાં કોઈ કસર નથી છોડી. તેમણે કહ્યું કે મેં વચન આપ્યું હતું તમે 11 કલાક કામ કરશો તો હું બાર કલાક કામ કરીશ. પીએમ મોદીએ જનસભા ને કહ્યું કે શું તેમણે તેમનુ આ વચન નિભાવ્યું કે નથી નિભાવ્યું.

પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ હુમલો કર્યો અને કહ્યું કે તે કંઈ સમજતા નથી કે દેશને શું જોઈએ છે અને સાથે તેમણે એ પણ કહ્યું કે તેમણે 55 મહિનામાં તે કરી નાખ્યું જે ગાંધી પરિવાર એ 55 વર્ષમાં નથી કર્યું. તેમણે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પણ મિલાવટી કહ્યું. પીએમ મોદીએ જનસભામાં રહેલા માણસો ને કહ્યું કે તમારા થી 2022માં ખેડૂતોને લાભ થશે.

આનાથી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર અભિયાન માટે રાજસ્થાન પહોંચ્યા. પીએમ મોદીએ ભારતમાતા કી જયના સૂત્રો દ્વારા ભાષણ ની શરૂઆત કરી. અને તેમણે કહ્યું કે ગુલાબી નગરી નો માહોલ હંમેશા દેશનો માહોલ બનાવે છે. તેમણે ત્યાં રહેલા માણસો ને કહ્યું કે આ ચુનાવ માટેની જનસભા છે કે વિજય રેલી. મંચ પર પીએમ મોદી ના પહોંચતાજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રાજ્યવર્ધનસિંહ રાઠોડ જેવા બીજા નેતાઓએ પાઘડી પહેરાવી ને તેમનુ પારંપરિક રીતે સ્વાગત કર્યું.

જો તમને પણ આ વાતથી ખુશ હોય તો કોમેંટમાં જય હિન્દ જરૂરથી લખજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here