મસાલેદાર પાઉં રગડો બનાવવાની સરળ રીત

0
633

સામગ્રી :

  • ૨ કપ સૂકા વટાણા
  • ૨ નંગ બટેટા
  • ૩-૪ મોટી ચમચી તેલ
  • ૧ મોટી ચમચી લસણની પેસ્ટ
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧ નાની ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  • ૨ ચમચી ખાંડ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ડુંગળી
  • ૧ કપ સેવ
  • ૧ ટામેટું
  • ૩ પાવ કે બ્રેડ
  • બટર શેકવા માટે

ગાર્નીશ કરવા માટે :

  • સેવ
  • કોથમીર
  • મરચા
  • ડુંગળી

બનાવવાની રીત :

રગડો બનાવવા માટે સૌ પ્રથમ આગલા દિવસે રાત્રે પાંચથી છ કલાક માટે વટાણાને પલાળી દેવા. પલાળેલા વટાણા અને બે બટાકાન ની છાલ ઉતારીને તેમાં બે ગણું વધારે પાણી નાખીને બાફી લેવા. હવે જો તમે બ્રેડ નાખવા માંગો છો તો બ્રેડ નહીં તો તમે પાવ નો પણ ઉપયોગ કરી શકો છો. જે નાખવા માંગો તેને સૌ પ્રથમ તવીમાં બટર થી શેકી લેવુ.

રગડો બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, મીઠો લીમડો, ડુંગળી, ટામેટુ, લસણ ની પેસ્ટ નાખીને ખૂબ જ સારી રીતે ચડવા દેવું. ડુંગળી લાલ થઇ જાય એટલે તેમાં બાફેલા રગડા અને વટાણા ને બ્લેન્ડરથી ક્રશ કરીને તેમાં ઉમેરીને સારી રીતે હલાવવું.

હવે જ્યારે તે ઉકળવા લાગે એટલે તેમાં અડધોથી એક ગ્લાસ જેટલું પાણી નાખવું. રગડો થોડો પાતળું હશે તો જ સારો લાગશે તેથી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને રગડા ને થોડું થોડું પાતળું કરી દેવો. હવે રગડો ઉકળવા લાગે એટલે તેમાં લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું બધું જ ઉમેરીને સરખી રીતે બધું જ મિક્સ કરી લેવું. રગડો ઉકળવા લાગે એટલે તેને એટલે ગેસ બંધ કરીને તેને એક બાઉલમાં કાઢી લેવો. હવે તેમાં બ્રેડના નાના ટુકડા કરીને નાખી દેવા એ પછી તેને ગાર્નિશ કરવા માટે સેવ, કોથમીર, લીલા મરચાં, ડુંગળી નાખીને સર્વ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here