મંદિર જતાં પહેલા આ વાતોનુ ખાસ ધ્યાન રાખવું, નહિતર થશે મોટું નુકશાન

0
1363

આપણે મંદિરને ભગવાનનું ઘર માનીએ છીએ. અહિયાં કોઈપણ જાતિ અને ધર્મનાં લોકો આવીને દેવી દેવતાઓના દર્શન કરી શકે છે અને પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. સામાન્ય રીતે ભગવાનના દર્શન કરવા માટે તથા મંદિરમાં જવા માટેનો કોઈ ચોક્કસ સમય નથી હોતો પરંતુ થોડા નિયમો જરૂર છે જેનું આપણે પાલન કરવું જોઈએ. તો અહી તમને જણાવીશું કે મંદિરમાં જતાં પહેલા કઈ ખાસ વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે.

Temple_02

સ્નાન :

સ્નાન એક નિત્યા ક્રમ છે. સ્નાન કર્યા પછી આપણે પોતાની જાતને સાફ, સ્વચ્છ અને શુધ્ધ માનીએ છીએ એટલે કોઈપણ પવિત્ર કાર્ય કરતાં પહેલા સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે મંદિર જવા માટેની તૈયારી કરતાં હોય તો સૌથી પહેલા સ્નાન કરીને શરીર ને સ્વચ્છ કરી લો.

Temple_05

સ્વચ્છ કપડાં :

બીજી જે મહત્વની વાત છે જે તમારે ધ્યાનમાં રાખવાની એ છે તમારા કપડાં. સ્નાન કર્યા પછી એકદમ ચોખ્ખા કપડાં પહેરીને મંદિરે જવું. જરૂરી છે કે તમે ભારતીય પોષક પહેરીને મંદિરમાં જવું. સ્ત્રીઓએ લાંબુ સ્કર્ટ અથવા તો ડ્રેસ પહેરીને જવું અને પુરુષોએ સામાન્ય પેન્ટ અને શર્ટ પહેરીને મંદિરમાં જવું. ધ્યાન રાખો કે ઢીલા કપડાં પહેરીને જ જવું જેથી કરીને મંદિરમાં જમીન પર બેસવામાં કોઈ તકલીફ ના થાય. ભૂલ થી પણ પ્રાણીઓના ચામડા માંથી બનેલા કપડાં પહેરીને મંદિરમાં ના જવું.

Temple_03

પ્રસાદ :

ભગવાનને ઘણી બધી વસ્તુઑ ચડાવવામાં આવે છે જેમ કે ફૂલ, વસ્ત્ર અને પ્રસાદમાં ફળ અને મીઠાઇ ચડાવવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર ભગવાનનું સન્માન કરવાનો આ એક રસ્તો છે તેનાથી તે પ્રસન્ન થઈ ને તમારી મનોકમનાઓ પૂર્ણ કરે છે. મંદિરની આસપાસ એવી ઘણી દુકાનો હશે જ્યાં આવી પ્રસાદ તમને મળી રહેશે. એવું નથી કે ભગવાનને તમે ખૂબ જ પ્રસાદ ચડાવો તો એ જલ્દી પ્રસન્ન થઈ જશે. ભગવાનના મંદિરમાં સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થના સ્વીકારવામાં આવે છે.

Temple_06

બુટ અને ચંપલ બહાર ઉતારવા :

મંદિરમાં પ્રવેશ કરતાં પહેલા બુટ અને ચંપલ બહાર ઉતારી લેવા. આ મંદિરના કડક નિયમોમાં નો એક નિયમ છે. બુટ ચંપલ ઉતારીને આપણે ભગવાન પ્રત્યેનો આપણો આદર પ્રગટ કરીએ છીએ. સામાન્ય રીતે તો મંદિરની બહાર જ બુટ-ચંપલ રાખવા માટેનું એક અલગ જ જગ્યા આપેલી જ હોય છે. તમે પગના મોજા પહેરીને મંદિરમાં જઈ શકો છો.

Temple_04

હાથ જોડીને નમસ્કાર કરવા :

જ્યારે તમે મંદિરમાં ભગવાનની મૂર્તિની સામે પહોચી જાઓ ત્યારે પૂરી શ્રધ્ધાથી બે હાથ જોડીને તેમને નમસ્કાર કરો. હિન્દુ ધર્મમાં ભગવાનને નમસ્કાર કરવા સિવાય ઘૂંટણ પર જુકીને ભગવાનને પ્રણામ કરે છે અને પોતાની ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરે છે. જો તમે એવું કરવા માંગો છો તું કરી શકો છો પરંતુ ફક્ત હાથ જોડીને નમસ્કાર કરવું એ પણ કાફી છે.

Temple_07

મૂર્તિઓને હાથ ના લગાવવો :

મંદિરમાં રાખવામા આવેલી મૂર્તિઓને ભૂલથી પણ હાથ ના લગાડવો. આ નિયમોની વિરુધ્ધ હોય છે. સાથે સાથે મોબાઇલ, કૅમેરા વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ પણ ના કરવો જોઈએ. મંદિર એક પવિત્ર સ્થાન છે જ્યાં તમારે પોતાનો વ્યવહાર એકદમ શાલિન રાખવો જોઈએ જેમ કે ધીમે ધીમે વાત કરવી, ધીમે થી હસવું વગેરે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here