મંદિરની ફરતે ચારેય બાજુ પરિક્રમા શા માટે કરવામાં આવે છે, જાણો તેનું કારણ

0
753

આજે આપણે વાત કરીશું મંદિર ની અને તેને લગતા નિયમો વિશે ની. હિન્દુ ધર્મમાં ઈશ્વર નું સ્થાન સૌથી ઊંચું છે. ઈશ્વર ની કૃપા પામવા માટે લોકો ઘણા બધા પ્રકાર ના તપ અને જપ કરે છે. લોકો મંદિરે જઈને ભગવાન નો આશીર્વાદ લે છે અને પ્રસાદ જડાવે છે. એ પછી મંદિર ની ચારેય બાજુ પરિક્રમા કરે છે. લોકો ભગવાન ની ઉપાસના મેળવવા માટે પરિક્રમા કરે છે.

લોકો મંદિર કે મૂર્તિ ફરતે ચક્રકાર વર્તુળ માં ભગવાન ની ફરતે ચાલે છે. જેને પરિક્રમા કહેવામાં આવે છે. ઋગ્વેદ માં તેના વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. માનવામાં આવે છે કે પરિક્રમા હમેશાં ઘડિયાળ ના કાંટા ની દિશા માં જ કરવામાં આવે છે. ઈશ્વર હમેશાં મધ્ય માં રહે છે. આમ ભક્ત ને તેવો અનુભવ થાય છે કે ભગવાન તેની આસપાસ જ છે.

એક વાર જયારે દેવતાઓ વચ્ચે હરીફાઈ થઈ હતી ત્યારે ગણેશ જી દ્વારા માતા અને પિતા ની પરિક્રમા જ ખરી પરિક્રમા છે તેમ માનવામાં આવ્યું હતું. ત્યાર થી મંદિર ની પરિક્રમા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મ માં ઝાડ અને છોડવા ઓની પણ પરિક્રમા કરવામાં આવે છે. તુલસી ના છોડ ની પરિક્રમા નું ખૂબ જ મહત્વ છે. હિન્દુ વિવાહ માં અગ્નિ ની પરિક્રમા કરવામાં આવે છે. ફેરા દ્વારા પતિ અને પત્ની જીવનભર સાથ નિભાવવાની કામના કરે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here