માણસ ખુશ કેમ નથી? ખુશ થવા માંગો છો તો જરૂર થી વાંચજો

0
1808

કાલે સાંજના સમયે હું બજારમાં શાકભાજી લેવા ગઈ તો એક દ્રશ્ય જોયું,

હું એક જગ્યાએ થી શાકભાજી લેતી હતી એ સમયે ત્યાંથી એક ભંગારવાળાની લારી બાજુમાંથી પસાર થઈ. તેની લારીમાં એક ભંગારમાં આવેલી એક થોડી તૂટેલી પ્લાસ્ટિકની ખુરશી હતી. શાકભાજી વાળાએ તેનો ભાવ પૂછ્યો, તો ભંગારવાળાએ એ ખુરશીના ૮૦ રૂપિયા કહ્યા પણ શાકભાજી વાળાને થોડા વધારે લાગ્યા એટલે ભંગારવાળો આંગળ ચાલ્યો ગયો. શાકભાજી વાળો તેની પાછળ ગયો અને ભાવતાલ કરીને એ ૬૦ રૂપિયામાં એ ખુરશી ખરીદી લીધી.

પોતાના હાથમાં એ લીધેલી ખુરશી લઈને એ ચમક સાથે જ્યારે પોતાની લારી પર પરત ફર્યો ત્યારે આજુબાજુની લારીવાળા તેના મિત્રો હરખની લાગણી સાથે ભેગા થઈ ગયા. ભેગા થયેલા તેના મિત્રોએ તેને ખુરશી ખરીદવા બદલ તેને અભિનંદન આપતા હતા અને તે વ્યક્તિ એ ખુરશી પર કોઈ રાજા મહારાજની જેમ ઠાઠ થી બેઠો હતો. આ બધુ જોઈને હું થોડીવાર તો વિચારમાં જ પડી ગઈ કે એક જૂની ભાંગેલી-તૂટેલી વસ્તુ માટે પણ આટલી ખુશી અને સંતોષ છે આ વ્યક્તિને.

આ બધુ જોયા પછી એક પ્રશ્ન મનમાં રમતો થઈ ગયો કે શું આપણી જિંદગીમાં આવો સંતોષ, ખુશી અને જાહોજલાલી છે? વધારે ને વધારે મેળવવાની ઇચ્છાઓમાં આપણે નાની નાની વાતમાં પણ ખુશી છે એ ભૂલી જ ગયા છીએ અને કોઈ વાતનો સંતોષ જ નથી રહ્યો. વર્તમાનમાં રહેલી ખુશીઓને ભૂલીને આપણે ભવિષ્યની ચિંતાઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ એજ આપણો સ્વભાવ બની ગયો છે.

આ બધા જ પ્રશ્નો અને તેના જવાબો બંનેને એજ જગ્યા પર છોડીને ઘરના બાકી રહેલા કામની યાદી બનાવવા હું ઘરે પરત ફરી.

માણસ પાસે અત્યારે બધુ જ હોવા છતાં પણ એ દુખી છે. દરેક સુખ સુવિધાઓ માણસને સુખી કરી શકતી નથી. હકીકત તો એ છે કે માણસની સુખ સુવિધાઓમાં નથી રહેલું પરંતુ પોતાના મનની ખુશીમાં રહેલું છે. આપણને સુખ સુવિધાઓની આદત પડી ગઈ છે અને આપણે તેના ગુલામ બની ગયા છે.

ખુશ થવા માટે આપણે મોટી ખુશીઓને શોધીએ છીએ પરંતુ તેના લીધે આપની આસપાસ રહેલી નાની નાની ખુશીઓને નજરમાં લેતા નથી. તેજ કારણ છે કે માણસ દુખી જ ફરતો રહે છે, તેને ખુશ થવા માટે મોટા કારણો બહુ ઓછા મળે છે અને તેની આસપાસ રહેલા ખુશીના નાના કારણો પણ જતાં રહે છે.

ક્યારેય તમે રસ્તા પર કે જુપડપટ્ટીમાં રહેતા માણસોને દુખ થતાં જોયા છે? નહીં ને, પણ મોટા મહેલોમાં રહેતા લોકો જરૂરથી કોઈને કોઈ કારણથી દુખી હોય છે. મતલબ કે સુખને પૈસા કે સુવિધાઓ સાથે કઈ લેવા દેવા જ નથી.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here