મળો વિશ્વની સૌથી સુંદર અને હોટ કિન્નરને, તેની સુંદરતા આગળ હિરોઈન પણ લાગે છે સાવ ફિક્કી

0
3348

ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિમાં તેણે ત્રણ સ્વરૂપ ઉત્પન્ન કર્યા છે તેમાં પુરુષ, સ્ત્રી અને ત્રીજું સ્વરૂપ છે કિન્નર. જો કે સ્ત્રી અને પુરુષ સિવાય આ ત્રીજા સ્વપરૂપને લોકો સન્માનની નજરથી જોતાં નથી. સમાજની આવી હલકી વિચારધારાને કારણે જ કિન્નરોને સમાજમાં નીચલું સ્થાન મળ્યું છે.

સમાજની આ વ્યવસ્થાથી અલગ માનવમાં આવતા આ કિન્નરો વિશે લોકોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. પણ આપણે અહી વાત કરીશું કિન્નરોની દુનિયાના સૌથી સુંદર કિન્નરની. એક એવા કિન્નર વિશે જણાવીશું જેની આગળ તો આપની હિરોઈન પણ સાવ ફિક્કી લાગે છે. તેણે જોઈને હિરોઈનનો પણ ઈર્ષા આવવા લાગે છે. આ કિન્નર નું નામ છે બિશેમ હુઇરેન અને તે ભારતના મણિપુરીની છે, તેની ઉમર ૨૮ વર્ષ છે.

ભારતની આ કિન્નર દેખાવમાં તો એકદમ સ્ત્રી જેવી જ છે. તેની સુંદરતાને લીધે તેની ચર્ચાઓ ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થવા લાગી છે. હાલમાં જ થાઈલેન્ડમાં ચોંબૂરીમાં થયેલ સ્પર્ધામાં કુલ ૩૦ પ્રતિસ્પર્ધીઓને પસંદ કરવામાં આવ્યા હતા તેમાં બિશેમનું નામ મોખરે હતું.

એક રિપોર્ટ અનુસાર આ સ્પર્ધા ડ વર્ષે ખાસ કિન્નરો માટે જ યોજવામાં આવે છે અને તેના દુનિયાભરના કિન્નરોને તેમની સુંદરતા બતાવવાનો મોકો મળે છે. આ સ્પર્ધાને ૨૦૦૪માં શરૂ કરવામાં આવી હતી. બિશેમના માતા પિતાને જ્યારે ખ્યાલ આવ્યો કે તેમનું સંતાન કિન્નર છે તો તેઓએ તેને તરછોડવાને બદલે તેને સાથ આપ્યો.

જ્યારે બિશેમ ના માતા પિતા સાથે વાત કરવામાં આવી તો તેમણે બિશેમની વાતો શેયર કરતાં કહ્યું કે બિશેમ બીજા છોકરાઓ કરતાં એકદમ અલગ જ હતો. તેના શોખ કોઈ છોકરા કરતાં છોકરીના હોય તેવું વધારે દેખાતું હતું. બિશેમને છોકરા કરતાં છોકરીઓના કપડાં પહેરવા વધુ પસંદ હતા અને આ વાત તેના માતા પિતાને પસંદ નહોતી અને તેઓ ગુસ્સો કરતાં હતા. પણ પાછળ થી તેઓએ બિશેમની આ બધી વાતો સ્વીકારવા લાગ્યા હતા.

તેના માતા-પિતા તેને એક છોકરની જેમ ઉછેર કરવા માંગતા હતા પરંતુ બિશેમના શોખ અને જીવન જીવવાની રીત તેને છોકરી જેવા હતા. બિશેમની આ બધી ઇચ્છાને લીધે તેના માતા-પિતાએ તેને છોકરીના સ્વરૂપમાં ઢાળી દીધી. અત્યારે બિશેમ સોશિયલ મીડિયામાં તો ખૂબ જ પ્રખ્યાત છે અને લોકો તેને પસંદ કરે છે. ઘણા લોકો તો તેની સુંદરતા ને બોલીવુડની હિરોઈન ઐશ્વર્યા રાય સાથે પણ સરખાવે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here