શબરીવાળા મંદિર જઈ રહેલા કેન્દ્રિય મંત્રી પી. રાધાકૃષ્ણનની ગાડીને ભગવાન અયપ્પાના મંદિરના પરિસરમાં જતાં રોકેલા હતા. આ રોકવાની કાર્યવાહી કરવામાં આવી હતી IPS અધિકારી યતિશ ચંદ્ર દ્વારા. યતિશ ચંદ્રને ત્યના વિસ્તારના “દબંગ” પણ કહેવામા આવે છે.
કેન્દ્રિય મંત્રીના વાહનને મંદિરમાં જતાં અટકાવવામાં આવતા તેના સમર્થકો અને IPS વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને તેનો વિડિયો પણ વાઇરલ થયેલો છે. તેમાં દબંગ IPS સ્પષ્ટ શબ્દોમાં મંત્રીને કહેતા જણાય છે કે ગાડીને મંદિરના પરિસરમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે.
રાધાકૃષ્ણન વિપક્ષી યુડીએફ ગઠબંધન અને ભાજપના સાંસદોની મુલાકાતના એક દિવસ બાદ શ્રધ્ધાળુઓને આપવામાં આવતી સુવિધાઓની જાણકારી લેવા માટે પહોચ્યા હતા. સુવિધાઓની સમિક્ષા બાદ મંત્રીએ IPS અધિકારીને પુછ્યું કે, શા માટે ફક્ત રાજ્ય સરકારની બસોને જ મંદિરના પરિસર માં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી? તેમણે ખાનગી વાહનો માટે પણ પરિસરમાં પ્રવેશ માટે માંગણી કરી હતી.
કેન્દ્રિય મંત્રીએ આરોપ લગાવ્યો હતો કે પોલિસ ફક્ત કોઈપણ કારણ વગર જ શ્રધ્ધાળુઓને પરેશાન કરી રહી છે. પરિસર સુધી જવા માટે રાજ્ય સરકારની બસો ને જ ફક્ત પરવાનગી શા માટે આપવામાં આવી? તેના જવાબમાં યતિશ ચંદ્રએ કહ્યું હતું કે, પાર્કિંગ એરિયા ઓગસ્ટ માં આવેલા પૂરને લીધે ધોવાઈ ગયો હતો. પરિવહન વિભાગનો બસો ત્યાં ઊભી નથી રહેવાની તે મુસાફરોને ઉતારીને જતી રહેશે. જ્યારે ખાનગી વાહનો ત્યાં જ જમા થશે અને આ કારણથી ત્યાં ભીડ જમા થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થશે અને શ્રધ્ધાળુઓને તેના લીધે તકલીફ ઊભી થશે.
યતિશ ચંદ્રએ કહ્યું કે ત્યાં ટ્રાફિકની સમસ્યા છે, જો ત્યાં વધારે સમસ્યા ઉદભાવશે તો શું તમે તેની જવાબદારી લેવા તૈયાર થશો? ત્યારે મંત્રીએ જવાબદારી લેવાની ના પડી હતી અને IPS પર પોતાના ખાનગી વાહન અંદર લઈ જવા માટે દબાણ કર્યું હતું. ત્યારે યતિશ ચંદ્રએ કહ્યું હતું કે તમે મને લેખિતમાં આપો તો હું તમને વાહન અંદર લઈ જવા માટેની પરવાનગી આપી દઇશ, ત્યારે મંત્રીએ કહ્યું હતું કે હું આવા કોઈપણ પ્રકારનો આદેશ ન આપી શકું. IPS અધિકારીએ ત્યારે કહ્યું કે, બસ આ જ તો સમસ્યા છે કે કોઈપણ જવાબદારી લેવા તૈયાર નથી.
IPS અધિકારીના વ્યવહારને અભદ્ર ગણાવતા મંત્રીએ કહ્યું કે, તમે બધા લોકોએ જોયું કે આ IPS અધિકારી વિપક્ષના નેતા રમેશ ચેન્નીતલાની સામે હાથ જોડીને ઊભા હતા અને ભાજપના મંત્રી સાથે આ કેવો વ્યવહાર કરવામાં આવ્યો? અમે લોકો આ IPS અધિકારીને તેના હોદ્દા માંથી દૂર કરવાની અને સસ્પેંડ કરવાની માંગણી કરીશું.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !