મહિનામાં એક વખત આ રીતે કરો ગણેશજીની પુજા અને પછી જુઓ ચમત્કાર

0
977

આ દુનિયામાં એવા ઘણા ઓછા માણસો છે જે પોતાના જીવનમાં સુખી રહે છે. દરેકના ઘરમાં કંઈક ને કંઈક દુઃખને પ્રોબ્લેમ્સ આવતા હોય છે. માત્ર ગરીબ અને મિડલ-ક્લાસ માણસ જ નહીં પરંતુ સુખી માણસો પણ પોતાના જીવનમાં પરેશાન હોય છે. પૈસા થી વધુ મગજને શાંતિ જીવનમાં વધુ જરૂરી છે.

જો તમારા પરિવારમાં સુખ અને શાંતિ ના હોય તો કોઈપણ સારી રીતે નથી રહી શકતો. આજના જમાનામાં સગા ભાઈ-બહેન અને માતા-પિતા વચ્ચે પણ ખટરાગ જોવા મળે છે. જો તમારા ઘરમાં પણ આવું હોય અને તમે એવું ઇચ્છતા હોય કે તમારા પરિવાર માં આવી પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન ના થાય.

આજે તમને ગણપતિ બાપા ના એવા ઉપાયો જણાવીશું કે તેનાથી તમારા પરિવારના દરેક દુઃખ દૂર થઈ જશે. એટલું જ નહીં પરંતુ તેનાથી ભવિષ્યમાં પણ પારિવારિક ઝગડા ના ચાન્સ ના બરાબર રહેશે. ગણેશજી ને સુખ શાંતિ અને વૈભવ ના દેવતા માનવામાં આવે છે. તેની સાથે તે બધાને સદબુદ્ધિ થી આપવા વાળા પણ માનવામાં આવે છે. આજે તમે જે ઉપાય જણાવીએ તેને મહિનામાં એક વાર અવશ્ય કરવો આ કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

બુધવારના દિવસે એક કેળાનું પાન લાવવું અને તેની ગણેશજીની પ્રતિમા સામે રાખવું અને તે કેળાના પાન ઉપર તમારી ત્રણ ચીજ રાખવી ચોખાની ઢગલી, લાડુ અને 5 સિક્કા અને ગણેશજી સામે ઘીનો દીવો કરી અને તેમની આરતી કરવી જો સંભવ હોય તો આરતી સમયે ઘરના દરેક સભ્યોએ હાજર રહેવું.

આરતી પૂર્ણ થયા બાદ ઘરના દરેક સભ્ય એ ગણેશજીના ચરણોમાં નમન કરવું અને તમે જે ચોખા ગણેશજી આગળ રાખ્યો હતા તે માં બીજા ચોખા મિક્સ કરી અને તેની ખીર બનાવી ઘરના દરેક સભ્ય એ ખાવી તેનાથી સદબુદ્ધિ આવશે અને તેની અંદર સકારાત્મક ઉર્જા પ્રવાહ કરશે અને તેનાથી મગજમાં લડાઈ-ઝઘડા નો વિચાર નહિ આવે.

તે ઉપરાંત તમે જે લાડુ રાખ્યા હતા તેને પ્રસાદ તરીકે દરેકે લઈ લેવો આમ કરવાથી તમારા પરિવારમાં ભાગ્ય ઉદય થશે અને દુઃખનો અંત થશે અને પાંચ સિક્કા કેળાના પાન ઉપર રાખેલા ગરીબોને વહેંચી દેવા આમ કરવાથી તમારા ઘરમાં પૈસાની કમી ક્યારેય નહીં આવે. પરિવારમાં મતભેદ હંમેશા પૈસા ના લીધે જ થાય છે અને આ ઉપાય મહિનામાં એક વખત કરવાથી સુખી જીવન પસાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here