મહિલાઓને ક્યાં સુધી સંતાનો પેદા કરવાનું મશીન સમજવામાં આવશે?

0
593

સંધ્યા, આજે ઓફિસે સીધી ક્લિનિક પહોંચી જજે હું પણ ત્યાં આવી જઈશ, આજે ખૂબ જ અગત્યનો દિવસ છે, આપણા બંનેનું ભાવિ આજ ઉપર નિર્ભર છે. પરાગ અને સંધ્યા એક જ જ્ઞાતિના હોવા છતાં કુટુંબના વિરોધને લીધે ભાગીને લગ્ન કર્યા હતા. લગ્નની શરૂઆત સારી રહી હતી.

પરાગ, આજે નાસ્તામાં તારી ભાવતી વાનગી બનાવી છે ટિફિન પણ તૈયાર છે લેવાનું ના ભૂલતો. હું પણ ઓફિસ જવા તૈયાર થઉં છુ પછી બંને સાથે નીકળીએ, સંધ્યાનો રોજનો આ સંવાદ હતો. રોજ એકની એક આ વાત “મને ખબર જ છે તું તારું ખૂબ ધ્યાન રાખે છે ચાલ હવે જલ્દી તૈયાર થઈ જા. બાપ રે, તમારી સ્ત્રીઓને નખરા બહુ.” તેના જવાબમાં સંધ્યાએ કહ્યું, “અમે નખરા ના કરીએ તો તમે પુરુષો બહાર ડોળા ફેરવો જે મારા જેવી ને જરાય પોસાય નહીં સમજ્યો.” કહીને બંને હાથમાં હાથ પરોવી ઘરની બહાર નીકળતા.

પરાગની નાના બાળકો પ્રત્યે અનહદ લગાવ હતો. બન્નેએ ડોક્ટરને કહ્યું કે, “હા, તો ડોક્ટર તમારું વિજ્ઞાન શું જણાવે છે એ તમે અમને સરળ ભાષામાં સમજાવો.” સંધ્યા અને પરાગ છેલ્લા બે વર્ષથી બાળક લાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. રિપોર્ટ સતત નોર્મલ આવતા હતા સંધ્યાની મહિનાની સાયકલ વ્યવસ્થિત ચાલતી હતી, બીજ પણ છૂટું પડતું હતું છતાં ગર્ભના રહેવાનું કારણ પકડાતું ન હતું. આ અલગ પ્રકારનો રિપોર્ટ તેમાં વધુ પ્રકાશ પાડી શકે તેમ હતો.

ડોક્ટર રિપોર્ટ તપાસીને કહ્યું કે, “આવો બંને જણ બેસો અને આ પાણી પીવો. જવલ્લે જ જોવા મળતો કેસ તમારો છે. મને ખુદને જ આશ્ચર્ય છે. સાચી જ વાત કુદરતથી મોટો કોઇ ડોક્ટર નથી અમે પણ તેની સાથે નત મસ્તક છીએ. જે હોય તે પરંતુ પોઇન્ટ પર આવીએ પરાગ તો પણ નોર્મલ છે અને સંધ્યા સંપૂર્ણ સ્ત્રી છે પરંતુ તેના શરીરની જ રચના વિચિત્ર છે. સ્પર્મ કાઉન્ટ પરફેક્ટ પરંતુ તારા દ્વારા આવેલા તે સ્પર્મ તેનું શરીર બહાર ફેંકી દે છે. જે ગર્ભ ની રચનામાં જરૂરી છે તે જ બહાર ફેંકાઈ જાય છે એમાં સંધ્યાનો કોઈ વાંક નથી.

પરાગ આ બધી વાત સાંભળી સૂર્ય મનસ્ક થઈ ગયો સંધ્યા રડી પડી. રડતાં રડતાં બોલી, “હે ભગવાન, આવું ના બની શકે. ડોક્ટર મને મારું બાળક જ જોઈએ. હું બાળક થકી સંપૂર્ણ સ્ત્રી બનવા માંગું છું.” અને ત્યાં જ ફસડાઈ પડી પરાગે તેને સહારો આપી ઊભી કરી. સંધ્યાએ પરાગને કહ્યું કે, “પરાગ હવે તો શું વિચારે છે? આપણે શું કરવું જોઈએ? હું ઉછીની કુખ માટે પણ તૈયાર છું જો તારી હા હોય.

મારા બીજ તો છુટા પડે છે, સંધ્યા તું સમજતી નથી. મારે નોર્મલ રીતે બાપ બનવું છે તે રીતે ખર્ચો બહુ થાય અને હું તે ઉઠાવી શકું તેમ નથી. એમ પણ મને એ રીતે બાળક લાવવુ પસંદ નથી. સંધ્યા બાળક દત્તક લેવા માટે તેને કરગરી પણ પરાગ ટસનો મસ ના થયો. બન્ને જણ સહમતિથી લગ્નજીવનનો અંત લાવ્યા. માત્ર એક ખોટા કારણના લીધે કે પછી પુરુષના સ્વામાનને લીધે? સંધ્યા તેની બેનપણી જોડે જઈને રહેવા લાગી તે પણ કોઈ નજીવા ખટરાગને લીધે પોતાનું જીવન એકલું વીતાવી રહી હતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here