મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ એ એવી કઈ વાત કર્ણને કહી જે આપણું જીવન બદલી શકે છે

0
892

મિત્રો આજે અમે એવો આર્ટીકલ લાવ્યા છીએ જેનાથી તમે ઘણું બધું શીખી શકો છો. આર્ટિકલ તે લોકો માટે છે જેમણે પોતાના જીવનમાં હાર માની લીધી છે. જેઓએ પોતાનું મન બનાવી લીધું છે કે હવે તેમનું કંઈ જ થઇ શકતું નથી. અમે આર્ટીકલ ના માધ્યમથી તમને જણાવીશું કે જીવન કેટલું પણ કઠિન કેમ ન હોય આપણે હારી ને કોઇ ખોટો માર્ગ ન પકડવો જોઈએ.

આજે આપણે વાત કરીશું મહાભારતકાળના તે વાર્તાલાપનું જે કર્ણ અને શ્રી કૃષ્ણ વચ્ચે થયો હતો. મહાભારતમા કર્ણ એ શ્રીકૃષ્ણને પૂછયું કે મારી માએ મને જન્મ આપીને તરત જ ત્યાગી દીધો એ મારો અપરાધ હતો કે મારો જન્મ એક અવધ્ય બાળકના રૂપમાં થયો. દ્રોણાચાર્યે મને શિક્ષા આપવા માટે ના કહી દીધી કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા. તો એ મારો કસુર હતો ? પરશોતમ એ મને વિદ્યા આપી પરંતુ સાથે શ્રાપ પણ દીધો કે હું મારી બધીજ વિદ્યા ભૂલી જઈશ.

ભૂલથી એક ગાય મારા તીરના રસ્તામાં આવીને મરી ગઈ અને મને ગોવર્ધન શ્રાપ મળ્યો. દ્રૌપદીના સ્વયંવરમાં મને અપમાનિત કરવામાં આવ્યો કારણકે મને કોઈ રાજઘરના નો વ્યક્તિ નહોતો  સમજવામાં આવ્યો. મારી માતા કુંતીએ પણ મને પોતાનો પુત્ર તે માટે માન્યો કારણકે હું બીજા ભાઈઓને સાચવી શકો. મને જે કંઇ પણ મળ્યું તે દુર્યોધનની દયા સ્વરૂપે મળ્યો તો શું એ ખોટું છે કે હું દુર્યોધન પ્રત્યે મારી વફાદારી રાખું છું ?

શ્રીકૃષ્ણ મંદ મંદ હસતા કહ્યું કે કર્ણ મારો જન્મ જેલમાં થયો હતો. મારા જન્મતાની પહેલા મારી મૃત્યુ મારી રાહ જોઈ રહી હતી. જે રાતે મારો જન્મ થયો તે જ રાતે મારે મારા માતાપિતાથી અલગ થવું પડ્યું. મેં ગાયો ને ચરાવી અને તેના છાણને ઉઠાવ્યું. જ્યારે હું ચાલી પણ નહોતો શકતો ત્યારે જ મારા પણ ઘણા બધા હુમલા થયા. કોઈ સેના નહીં ,કોઈ ગુરુકુળ નહીં, કોઈ શિક્ષણ નહીં, કોઈ મહેલ નહીં. મારા મામા એ મને પોતાનો સૌથી મોટો શત્રુ સમજ્યો.

જ્યારે તમે તમારી વીરતા માટે તમારા ગુરુ પાસેથી શિક્ષા લઈ રહ્યા હતા તે સમયે મારા પાસે શિક્ષા પણ ન હતી. ત્યારે હું મોટો થયો ત્યારે મને ઋષિ સાંદીપની ના ગુરુકુળ જવાનો અવસર મળ્યો. જેમાં મારી આત્મા વસ્તી હતી તેની સાથે મારા વિવાહ ન થયા. મારે ઘણા બધા વિવાહ રાજનૈતિક કારણોથી તે સ્ત્રીઓ સાથે કરવા પડ્યા જેને મેં રાક્ષસોથી છોડાવી હતી. પ્રકોપના કારણે મારે મારા પરિવારને સુરકા પ્રાંતમાં સમુદ્રના કિનારે વસાવો પડ્યો. દુનિયા એ મને કાયર કર્યું. દુર્યોધન યુદ્ધ જીતી જાય તો તને ફળ મળે પરંતુ ધર્મરાજના યુદ્ધ જીતવા પર  અર્જુનને ફળ મળ્યો.

“એ કર્ણ, કોઈપણ જીવન પરીક્ષા થી રહિત નથી હોતું. બધાના જીવનમાં કાંઈક ને કાંઈક ઠીક નથી હોતું. થોડી કમીઓ દુર્યોધનમાં છે તો યુધિષ્ઠર માં બધું સારું નથી.સત્ય શું છે અને ઉચિત શું છે તે આપણે આપણી આત્માના અવાજથી નિર્ધારિત કરીએ છીએ. એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે કેટલી વાર આપણે આપણી સાથે અન્યાય થયો છે. એ વાતે કોઈ ફરક નથી પડતો કેટલીવાર આપણે અપમાનિત થયા છીએ .એ વાતથી એ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે કેટલી વાર આપણા અધિકારો નથી મળ્યા. ફર્ક ફક્ત એટલી વાત જ પડે છે કે આપણે તે બધાનો સામનો કે કયા પ્રકારે કરીએ છીએ.” સંઘર્ષ તો બંને બાજુએ છે પરંતુ તમે તેનો સામનો શ્રીકૃષ્ણ જેમ કરો છો કે કર્ણની જેમ તમારા ઉપર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here