મેગીના ભજીયા (પકોડા)ની રેસીપી, બાળકોને ખુબ જ પસંદ આવશે

0
721

આજે હું તમને જણાવીશ મેગી  માંથી પકોડા કઈ રીતે બનાવી શકાય. સૌપ્રથમ એક તપેલીમાં મેગી નાખો અને તેની સાથે તેનો મસાલો. પેકેટ ની પાછળ લખેલું હોય છે કે 210 ml પાણી એડ કરી શકાય પણ આપણે જ્યારે પકોડા બનાવીએ ત્યારે એટલા પાણીની જરૂર નથી.

તો તેમાં 180 ml પાણી એડ કરવું અને ગેસ ઉપર મૂકીને મેગીને તૈયાર કરવી. હવે ડ્રાય મેગી તૈયાર થઈ જાય ત્યારબાદ પછી મેગી માંથી પાણી સુકાઈ જાય તેના પછી તેને એકદમ ઠંડી કરી દેવી. પકોડા બનાવવા માટે તમે એકદમ લિક્વિડ ફોમમાં મેગી પસંદ કરશો તો પકોડા સારા નહીં બને. તેથી સારા પકોડા બનાવવા માટે થોડીક ડ્રાય મેગી બનાવી.

મેગી ઠંડી થઇ ગયા પછી તેમાં કોબીજ, ડુંગળી અને કેપ્સીકમ ઝીણા બારીક સમારેલા એડ કરવા અને તેમાં લીલા ધાણા એડ કરવા તેમાં મીઠું અને દોઢ ચમચી મરચું એડ કરવુ. જો તમારું મરચું વધારે spicy હોય તો જરૂરિયાત પ્રમાણે એડ કરવું.

હવે તેમાં બે ચમચી સોજી એડ કરવી સોજી નાખવાથી પકોડા ક્રન્ચી બનશે હવે તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરવો હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું તેમાં એક ચમચી જેટલું પાણી લઈ અને હળવા હાથે મિક્સ કરવું.

હવે પકોડા માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને નોર્મલ આંચ પર તેલ મૂકી તેમાં પકોડા કડવા જ્યાં સુધી પકોડા ક્રન્ચી ના થાય ત્યાં સુધી ધીમી આંચે પકોડા ને તરવા. ક્રિસ્પી અને ક્રંચી પકોડાને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here