લાંબા અંતરના સંબંધો (Long Distance Relationship) ને હંમેશા મધુર રાખશે આ પાંચ વાતો

0
791

કોઈપણ સંબંધને નિભાવવા માટે અને લાંબો સમય ટકાવી રાખવા માટે એકબીજાના સંપર્કમાં રહેવું જરૂરી છે અને એકબીજા સાથે વાતચીત કરતાં રહેવું પણ જરૂરી છે. જ્યારે પ્રિય વ્યક્તિ તમારાથી દૂર હોય ત્યારે આ બધી વાતો ઓછી થાય લાગે છે અને તેની નેગેટિવ અસર સંબંધો પર છે.

લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલે કે જ્યાં કપલ એકબીજાથી દૂર હોવા છતાં પણ તેમના વચ્ચે લાગણી અને પ્રેમ રહે છે. એવ ઘણા કપલ છે જે આવી રીતે રિલેશનશિપ માં રહે છે જો કે આવી રીતે સંબંધોને નિભાવવા થોડા મુશ્કેલ રહે છે.

અલગ અલગ શહેરોમાં રહેતા હોવાથી બંને વચ્ચે કમ્યુનિકેશન પણ ઓછું રહે છે અને તેની અસર તેમના સંબંધો પર પડે છે. જો તમે પણ આ રીતે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોય તો તમને અમે અહી જણાવીશું કે કેવી રીતે તમે આસાની થી એકબીજાની નજીક રહી શકો છો.

એકબીજાના સંપર્કમાં રહેવું : કોઈપણ સંબંધને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે તેનાથી સંબંધો એકદમ મધુર રહે છે. આ માટે એકબીજા સાથે મોબાઇલ થી વાતચીત કરતાં રહેવું અને સમયાંતરે મળતા પણ રહેવું. ત્યારે તો તમે સોશિયલ મીડિયા અને વિડિયો ચેટ વગેરેથી પણ સંપર્કમાં રહી શકો છો. આ સિવાય ટેક્સ્ટ મેસેજ, ફોન કોલ વગેરે દ્વારા પણ સંપર્ક રાખી શકો છો.

નાની નાની વાતો શેયર કરો : રોજ સંપર્કમાં રહેવાની સાથે એકબીજાની નાની નાની વાતો શેયર કરતાં રહો તેનાથી તમે એકબીજાની ખૂબ જ નજીક રહી શકશો. તમારી પ્રિય વ્યક્તિને શું ગમે છે અને શું નથી ગમતું એ પણ આ બાબતો પરથી જાણી શકશો. આવું કરવાથી તમારા સંબંધોમાં વધુ મજબૂતી આવશે.

ભૂલ સ્વીકારી લો : દરેક સંબંધોમાં જગડાઓ તો થતાં જ હોય છે અને આવા નાના જગડાઓથી જ સંબંધ મજબૂત બને છે. પરંતુ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આવા જગડાઑના લીધે જ સંબંધો તૂટી જાય છે. એટલે જ્યારે પણ જગડો થાય ત્યારે જો તમારી ભૂલ હોય તો સ્વીકારી લો અને વાતને ત્યાં જ અટકાવી દો.

રોમેન્ટીક સંદેશાઓની આપ-લે કરો : પ્રત્યેક દિવસની શરૂઆત એકબીજાને રોમેન્ટીક સંદેશા મોકલવાથી કરો. જેમ કે સવારે મોર્નિંગ મેસેજ કરો અને રાતે ગૂડ નાઇટ મેસેજ કરો. તમારા પાર્ટનરને એ અહેસાસ આપવો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો અને તમારા જીવનમાં તેમનું કેટલું મહત્વ છે.

પાર્ટનર પર વિશ્વાસ રાખો : લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વિશ્વાસનું હોવું જરૂરી છે નહિતર સંબંધને તૂટતાં સમય નહીં લાગે. એટલે એવી કોઈ બાબત જ બનવા જ ના દો કે તમમારા પાર્ટનરને તમારા પર અવિશ્વાસ આવે અને જો એવું થાય તો તરત જ તેનો ખુલાસો તમારા પાર્ટનરને આપીને વાતને ત્યાં જ પૂરી કરી દો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here