લોકસભાની ચુંટણી પહેલા વોટ્સઅપ દ્વારા લાવવામાં આવ્યું નવું ફીચર, લોકોની મુશ્કેલીઓ દૂર થશે

0
375

વોટ્સએપ અવારનવાર પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું આવ્યું છે. તથા પોતાને નવા ફીચરથી લોકોને સગવડતા પણ પૂરી પાડતો આવ્યું છે. હાલના આધુનિક યુગમાં લોકો માટે વોટ્સએપ એક અગત્યનું સાધન બની ચૂક્યું છે. જેને લઇને વોટ્સએપ દ્વારા પણ યુઝર્સની સગવડતાને ધ્યાનમાં લેવામાં આવી રહી છે.

થોડા સમય બાદ આવી રહેલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વોટ્સએપ દ્વારા એક નવું ફિચર્સ લાવવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીઓ ની પારદર્શિતા ને ધ્યાનમાં રાખીને વોટ્સએપ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. હવે વોટ્સએપ યુઝર્સને સ્વતંત્રતા રહેશે કે કોણ વ્યક્તિ તેને ગ્રુપમાં એડ કરી શકશે અને કોણ નહીં.

વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકો મિત્રો-સંબંધીઓ તથા અન્ય વ્યક્તિઓ સાથે જોડાયેલા રહે છે. લોકો ઘણી અગત્યની માહિતી ઓ માટે પણ ગ્રુપમાં જોડાયેલા રહે છે. પરંતુ લોકો દ્વારા હવે વોટ્સએપ ગ્રુપ માં પોતાના કંટ્રોલ લઈને થોડી પ્રાઈવેસી માંગી હતી જેને નવા ફીચર્સ માં ઉમેરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ તમને કોઈ ગ્રુપમાં એડ કરી શકતો હતો. પરંતુ વોટ્સએપ દ્વારા હવે પ્રાઈવેસી સેટિંગ માં એક નવું ફિચર્સ ઉમેરી દેવામાં આવ્યું છે. જેને લઇને વોટ્સએપ યુઝર્સ હવે પોતે નક્કી કરી શકશે કે કઈ વ્યક્તિ તેને ગ્રુપમાં એડ કરી શકશે અને કઈ વ્યક્તિ તેને ગ્રુપમાં એડ નહીં કરી શકે.

જેના માટે વોટ્સએપ દ્વારા તમને ત્રણ વિકલ્પ આપવામાં આવેલ છે. જેમાં પહેલા વિકલ્પમાં યુઝરને કોઈપણ વ્યક્તિ કોઈપણ ગ્રુપમાં એડ નહીં કરી શકે. બીજા વિકલ્પમાં યુઝરને ફક્ત એ લોકો જ ગ્રુપમાં એડ કરી શકશે જે પહેલાથી જ તેના કોન્ટેક લિસ્ટ માં છે. ત્રીજા વિકલ્પ માં દરેક વ્યક્તિ ને ગ્રુપમાં જોડી શકવા માટેની સુવિધા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here