મોટાભાગે ઘણાં એવું માનતાં હોય છે કે ઘરમાં ટીવી, સેટટોપ બોક્સ, કોમ્પ્યુટરની સ્વીચ ઓફ કરી દેવાથી વિજળીની બચત થશે. પરંતુ ફક્ત સ્વીચ ઓફ કરવાથી જ ઇલેક્ટ્રિક પાવર બંધ થઈ જતો નથી બલ્કે આપણે પ્લગ માંથી પીન પણ દૂર ખેંચીને દૂર કરી દેવી જોઈએ. જો પ્લગ સાથે સાધનની પીન લગાવેલી હશે તોપણ ઇલેક્ટ્રિક મિટર ફરતું રહેશે.
તમે કહેશો કે,’ આવું થોડું હોય? સ્વીચ બંધ કરી દીધાં પછી પાવર ઓફ થઈ જાય ને!’ મોટાંભાગનાં લોકોને ખબર હોતી નથી કે, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર જેવાં સાધનોનો ઉપયોગ કર્યા પછી ફક્ત સ્વીચ ઓફ કરવાથી પતી જતું નથી. પણ સાધન (ઉપકરણ) ની પીન પ્લગ માંથી દૂર કરવી જોઈએ.
હવે આવું શા માટે થતું હશે એ પણ સમજી લઇએ. આવાં ઉપકરણ સાથે લાગેલી પીનમાં ઇલેક્ટ્રિક સપ્લાય ચાલું રહેવાની ક્રિયાને Vampire Power કહેવાય છે. વામ્પાયર મતલબ ચામાચીડિયું.
ચામાચીડિયા પશુનું લોહી ચૂંસી લે ત્યારે પશુને ખબર પણ પડતી નથી. એવું જ આ ઇલેક્ટ્રિક સાધનોનું છે. આપણે એવું સમજીએ છીએ કે, ટીવી-લેપટોપની સ્વીચ ઓફ કરી દીધી એટલે આપણું કામ પૂરું, આ માન્યતા ખોટી છે. ઇલેક્ટ્રિક સાધનની પીન દ્વારા વિજમિટર પાવર ખેંચતુ રહે છે. પાવરની ખરેખર બચત કરવી હોય તો આવાં સાધન( દાખલા તરીકે ટીવી) ની પીન સ્વિચ બંધ કરી પીનને Standby Mode માં રાખવી નહીં. એટલેકે, પીનને પ્લગ માંથી અલગ કરી દેવી.
ઘણી જગ્યાએ આવાં સોકેટ અથવાં પ્લગનાં સ્થાને સાધનો સાથે વાયર લગાવી ડાયરેકટ વિજ સપ્લાય વાયરમેન આપી દેતાં હોય છે. જોકે આ રીતનાં જોડાણમાં સ્વીચનો ઉપયોગ થતો હોય તોપણ ડાયરેકટ જોડાણમાં મિટર ફરતું રહે છે.
ટુંકમાં, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર જેવાં સાધનોનો ઉપયોગ બંધ કર્યા બાદ તરત પ્લગ માંથી પીન કાઢી લેવી જોઇએ. જો તમે એ કાળજી નહીં રાખો તો ઇલેક્ટ્રિક મિટર કરંટ ઓહિયા કરતું રહેશે અને વિજબિલનો આંકડો વધતો જશે.
આવી માન્યતા ફક્ત ભારતિયો નહીં ઘણાં દેશોની પ્રજા ધરાવતાં હોય છે. ભારત સરકાર ઉર્જાની બચત માટે મિડીયા મારફત ખુબ જ પ્રચાર કરે છે પરંતુ સરકારે આવી ગેરમાન્યતા દૂર કરવા માટે ધ્યાન આપવું જોઈએ. કારણ કે, દેશમાં આ રીતે વ્યાપક પ્રમાણમાં ઉર્જા વેડફાઈ રહી છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !