લાઇસન્સ વગરના લોકો માટે સરકારે આપી મોટી ખુશખબર, જાણો અહી

1
6180

સરકારે લાઇસન્સને લઈને કાયદા થોડા કડક જરૂરથી બનાવ્યા છે પણ સાથે સાથે થોડી સગવડતાઓ પણ કરી આપી છે. ભારત સરકાર અત્યારે ડિજિટલ ઈન્ડિયાને ઘણું જ મહત્વ આપે છે તેથી જ બધી જ કામગીરી ઓનલાઇન થાય તેવું આયોજન સરકાર કરી રહી છે. આવી જ કામગીરી સરકારે લાઇસન્સ બનાવવા માટે પણ કરી છે.

સરકાર હવે લાઇસન્સ બનાવવાની કામગીરી ઓનલાઇન કરી નાંખી છે. આનાથી હવે લાઇસન્સ બનાવવા વાળા વ્યક્તિને હાલાકી નહીં ભોગવવી પડે છે એજંટને આપવું પડતું કમિશન પણ હવે બચી જશે.

એજંટ લાઇસન્સ બનાવવા આવેલા વ્યક્તિ પાસેથી ઘણા રૂપિયા પડાવે છે આથી સામાન્ય માણસને પોસાતું નથી અને લાઇસન્સ કઢાવતા નથી અને લાઇસન્સ વગર ગાડી ચલાવતા પકડાઈ તો પણ દંડ ભોગવવો પડે છે. આથી ભારત સરકારે એવો નિર્ણય લીધો કે હવે દરેક વ્યક્તિ પોતાની નજીકમાં આવેલા CSC કેન્દ્રમાં જઈને લાઇસન્સ કાઢવી શકશે.

CSC કેન્દ્રમાં લાઇસન્સ કઢાવવા માટે તમારે વધારે ખર્ચો પણ નહીં કરવો પડે. લાઇસન્સ માટેની એપ્લિકેશન કર્યા બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ સીધું તમને ઘરે બેઠા કૂરિયરમાં જ મળી જશે. હાલ ચણા વ્યક્તિઓ લાઇસન્સ કઢાવવાની આ જૂની રીતથી કંટાળીને લાઇસન્સ કઢાવતા નથી અને દંડ ભરવો પડે છે.

ભારત સરકારના આ નિર્ણય થી હવે ઘણા લોકોને રાહત મળશે અને પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ એકદમ સરળતાથી કાઢવી શકશે અને હવે બહાર રસ્તા પર દંડનો પણ ભય નહીં રહે. જો તમારી પાસે પણ લાઇસન્સ નથી તો હવે તમે સરળતાથી તમારું લાઇસન્સ કાઢવી શકો છો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here