લાયસન્સ બનાવનાર માટે મોટી ખુશખબર, ફરીથી લાયસન્સ બનાવવા માટે ટેસ્ટ અને ફી બંને નહીં આપવા પડે

0
2747

લાઇસન્સ બનાવવા માટે સરકારે નિયમોને ઘણા કડક બનાવી દીધેલાં હતા. પરંતુ અમુક નિયમોમાં હવે સરકાર દ્વારા છૂટછાટ અને રાહત આપવામાં આવી રહી છે. જેમાં તમારે એકવાર લર્નિંગ લાઇસન્સ બનાવ્યા બાદ કાયમી લાઇસન્સ બનાવવા માટે ફરીથી ફી આપવાની જરૂર નથી.

જો તમે લર્નિંગ લાઇસન્સ બનાવેલ હોય પરંતુ તેને સમયસર તમે કાયમી લાઇસન્સમાં ફેરવી ના શક્યા હોય મતલબ કે તમે સમયસર તેને કાયમી લાઇસન્સ માટે અરજી આપવાનું ભૂલી ગયા હોય અથવા તો કોઈ કારણોસર બાકી રહી રહ્યું હોય તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.

કારણ કે સરકારે આ નિયમોમાં થોડા ફેરફાર કરેલા છે જેના મુજબ હવે તમને લર્નિંગ લાઇસન્સ સમયે આપેલી ટેસ્ટના આધારે જ કાયમી લાઇસન્સ કાઢી આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટ દ્વારા લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટ અનુસાર લર્નિંગ લાઇસન્સની મર્યાદા ૬ મહિનાની હોય છે. લર્નિંગ લાઇસન્સ બનાવી લીધાના ૧ મહિના બાદ અને ૬ મહિના પહેલા તમે કાયમી લાઇસન્સ બનાવી લેવાનું હોય છે. કાયમી લાઇસન્સ બનાવવા માટે ફરીથી ટેસ્ટ આપવાની હોય છે અને આ ટેસ્ટને પાસ કર્યા બાદ વ્યક્તિને કાયમી લાઇસન્સ મળી જાય છે.

પરંતુ ફેરફાર કરવામાં આવેલ નિયમોમાં હવે તમારે કાયમી લાઇસન્સ માટે ફરીથી ટેસ્ટ આપવાની રહેશે નહીં. સાથો સાથ જો અગર ટેસ્ટ નહીં આપવી પડે તો ટેસ્ટ માટે ચૂકવવી પડતી ફી પણ હવે નહીં ભરવી પડે, જેના લીધે પૈસની પણ બચત થશે.

હાલના દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટના નિયમો અનુસાર લર્નિંગ લાઇસન્સને બનાવવા માટે ૫૫૦ અને ૯૫૦ એમ બે ફી ની લાગતી હતી. પરંતુ હવે દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેંટ દ્વારા બંને ફીની રકમમાં ૫૦-૫૦ રૂપિયાની ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જ લાગુ કૃ દેવામાં આવશે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here