લાખોમાં થતી હાર્ટ સર્જરી આ ડોક્ટર કરી આપે છે એકદમ ફ્રીમાં, સાથે દવા પણ ફ્રી આપે છે

13
68329

અત્યારે સામાન્ય વ્યક્તિને જો હોસ્પિટલ જવાનું થાય તો તેની સરવારનો કેટલો ખર્ચ થશે એ વિચારમાં જ વ્યક્તિ વધારે બીમારી પડી જાય છે અને પરિવારના સદસ્યો પણ સતત ચિંતામાં રહે છે. હાલના સમયમાં હોસ્પિટલનો ખર્ચ ઉઠાવવો એ એક સામાન્ય વ્યક્તિ માટે સહેલું કામ નથી. તેમાં પણ પરિવારના કોઈ સભ્યને ઓપરેશન કરાવવાનું હોય તો સામાન્ય વ્યક્તિના જીવનની બધી જ બચત તેમાં જતી રહે છે.

આવા જ લોકો માટે મહારાષ્ટ્રમાં એક ડોક્ટર આવેલા છે જે આવા લોકો માટે ભગવાન બની રહ્યા છે. જેમનું નામ છે ડો. મનોજ દુરિરાજ, તેઓ અત્યાર સુધીમાં અસંખ્ય દર્દીઓનું ફ્રી માં ઓપરેશન કરી ચૂક્યા છે. પુણેના આ ડોક્ટર છેલ્લા ૧૦ વર્ષમાં ૩૫૦ થી પણ વધારે લોકોની હાર્ટ સર્જરી કરી ચુક્યા છે. આ ઓપરેશન દ્વારા તેમણે અનેક લોકોને નવું જીવન પણ આપ્યું છે.

આપણે બધા જાણીએ જ છીએ કે હાર્ટ સર્જરી કરવાનો ખર્ચો લાખોમાં આવે છે જ્યારે આ સેવાભાવી ડોક્ટર આ ઓપરેશન બિલકુલ ફ્રી માં કરી આપે છે. જે વ્યક્તિ મહારાષ્ટ્રનો રહેવાસી ના હોય અને જેની પાસે બીપીએલ કાર્ડ ના હોય તેવા દર્દીઓને અહમેદનગરમાં આવેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં તેઓ બાયપાસ સર્જરી કરી આપે છે જ્યાં ફક્ત ૫૦ હજાર જ ચાર્જ લેવામાં આવે છે, જે અન્ય હોસ્પીટલમાં લાખોમાં થાય છે.

ડો. દુરિરાજ પૂણેમાં પોતાની એક હોસ્પિટલ પણ ધરાવે છે, તેમની આ હોસ્પીટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે અને આ દર્દીઓની સારવાર માટે ૩૦ જેટલા દાતાઓ ત્યાં દાન આપતા રહે છે. નવાઈની વાત તો એ છે કે આ દાતાઓ કોઈ મોટા ઉદ્યોગપતિ કે નેતાઓ નથી પરંતુ સામાન્ય માણસો જ છે. જેવો દર્દીઓને સારવાર માટે અવારનવાર દાન આપતા રહે છે.

દર્દીઓને ઓપરેશન પછી પણ ઘણો ખર્ચો થાય છે જેમ કે દવાઓ ખાસ છે. જે તેને હોસ્પિગતલ સિવાય બહારથી લાવવી પડે છે. જેનો ખર્ચો પણ ખાસ્સો થાય છે. જે ખર્ચો પણ સામાન્ય વ્યક્તિની પહોચ બહારનો હોય છે, આ ખર્ચો પણ ડો. દુરિરાજ દ્વારા ઉઠાવવામાં આવે છે. દવાની વ્યવસ્થા પણ ડોક્ટર દ્વારા કરી આપવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે આ ડોક્ટર કોઈ ભગવાનથી ઓછા નથી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

13 COMMENTS

  1. Bahut bahut achha kaam rahe hai sir aap aur hume yakin nahi hota ki aap jaise log bhi is kalyug jaisi dharti pe hai I’m proud of u sir

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here