જેમ કે તમે જાણો જ છો કે આપના દેશમાં સૌથી અમીર પરિવારોમાં અંબાણી પરિવાર પણ સામેલ છે અને લગભગ બધા જ લોકો તેની અમીરી વિશે જાણે જ છે. અંબાણી પરિવારને ભારતના સૌથી અમીર પરિવાર માનવમાં આવે છે. તેની સામે તો બોલીવુડના મોટા મોટા સિતારાઓ પણ કઈ નથી એવું કહી શકીએ, તેમની આગળ તો મોટામાં મોટા સ્ટાર પણ જુકવા માટે મજબૂર થઈ જાય છે.
આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જાણકારી દેવાના છીએ જેણે અંબાણી પરિવારના એક સદસ્યાના લગ્ન દરમ્યાન જમવાનું પીરસેલું છે. હાં, તમે એકદમ સાચું જ સંભાળ્યું છે, તમને આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત એકદમ સાચી છે. આ અભિનેત્રીએ અંબાણી પરિવારના લગ્ન સમયે જમવાનું પીરસવાનું કામ કરેલ છે.
જો તમે આ અભિનેત્રીનું નામ સાંભળશો તો ખૂબ જ હેરાન થઈ જશો કારણ કે આ અભિનેત્રી અત્યારે બોલીવુડમાં ખાસ્સી નામના ધરાવે છે અને ખૂબ જ મશહૂર છે. આખી દુનિયા તેને ડ્રામા ક્વીન તરીકે પણ ઓળખે છે.
હકીકતમાં અમે જે અભિનેત્રી વિશે વાત કરીએ છીએ તે બીજું કોઈ નહીં પરંતુ રાખી સાવંત છે. આ વિષયમાં રાખી સાવંતનું કહેવાનું એવું છે કે તે જ્યારે ૧૦ વર્ષની હતી ત્યારે અંબાણી પરિવારના એક સદસ્યાના લગ્નમાં જમવાનું પીરસવાની કામગીરી આપવામાં આવેલી હતી. જો કે ત્યારે રાખી સાવંતને એ વાતની ખબર નહીં હોય કે તે પણ મોટા થાય બાદ એક અભિનેત્રી બની જશે.
જોવામાં આવે તો રાખી સાવંતની ફિલ્મો બોલીવુડમાં કઈ ખાસ કમાલ નથી કરી શકી. જેમાં તેણે નાના મોટા પત્રો ભજવેલા છે. રાખી સાવંતને સાચી ઓળખ તો ટીવી થી જ મળી છે. રાખી સાવંતે ટીવીના રિઆલિટી શો નચ બલિયેમાં પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગ લીધો હતો અને આ શોથી જ તે ઘણી મશહૂર થઈ હતી.
રાખી સાવંતે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. બિગ બોસ જેવા વિવાદિત શોમાં ભાગ લીધા બાદ તે વધારે મશહૂર થઈ ગઈ. તેનાથી પણ વિશેષ તે મિકા સિંહ વચ્ચે જે થયું એ તો બધા જાણે જ છે અને આ મુદ્દાને લઈને મીડિયા તરફથી ખૂબ જ પ્રસિધ્ધિ મળી હતી. આ વાત પરથી જાણી શકાય છે કે રાખી સાવંતને સાચી ઓળખ બોલીવુડથી નહીં પરંતુ ટીવીના લીધે મળેલી છે.
કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !