કુતરાએ પોતાનો જીવ આપીને સેનાના ૬ જવાનોના જીવ બચાવ્યા, આખો દેશ કરી રહ્યો છે સલામ

2
3483

એવું નથી કે ફક્ત માણસ જ ભારતમાતાને સેવા કરવા માટે સેનામાં ભરતી થાય છે, કુતરાઓને પણ ભારત માતાની સેવા કરવા માટે સેનામાં ભરતી કરવામાં આવે છે અને ઇન્ટેલિજન્સ માં ભારત માતાના આ વીર પણ મનુષ્યથી ઓછા નથી. બોમ્બ ની ગંધ અને લોહીના ડાઘને કુતરા દૂરથી જ ઓળખી લે છે તથા અપરાધીઓને તેમના હાવભાવ પરથી જ ઓળખી લે છે.

અપરાધી કઈ દિશામાં ભાગી રહ્યો છે તે તેમને માલુમ પડી જાય છે અને તેમને દોડીને પકડી પણ લે છે. કુતરા પણ સેનામાં સામેલ થઈને ભારતમાતાને સેવા કરે છે. થોડા દિવસો પહેલાં જ ભારત માતાની સેવા કરતા એક સ્નીપર ડોગ જેનું નામ Cracker હતું, છત્તીસગઢના બિજાપુર માં શહીદ થઈ ગયો હતો પરંતુ ભારત માતાના આ યોદ્ધાએ પોતાનો જીવ આપીને ઘણા જવાનો નો જીવ બચાવી લીધા હતા.

રિપોર્ટ અનુસાર બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત ક્ષેત્ર ચિન્ના કોડેપાલ વિસ્તારમાં CRPFના જવાનો તપાસ માટે ગયા હતા તેમની સાથે Cracker પણ હતો, ત્યાં નક્સલવાદીઓએ લેન્ડ માઇન પાથરી રાખી હતી. સ્નીપર ડોગ Cracker આગળ ચાલી રહ્યો હતો અને જવાનો તેની પાછળ પાછળ આવી રહ્યા હતા. કમાન્ડર ભાનુ પ્રકાશ રેડી Cracker ને પકડીને તેની સાથે ચાલી રહ્યા હતા, અચાનક જ બ્લાસ્ટ થયો અને Cracker નું ત્યાં જ મૃત્યુ થયું હતું. ભાનુ પ્રકાશ રેડી ને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી પરંતુ પાછળ ચાલી રહેલા જવાનો નો આબાદ બચાવ થયો હતો. આવી રીતે ભારત માતાના આ યોદ્ધાએ શહાદત આપીને ઘણા જવાનોના જીવ બચાવ્યા હતા.

ક્રિકેટરની આ બહાદુરી માટે પૂરો દેશ તેને સલામ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહ્યા છે અને તેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમે પણ તેની આત્માને શાંતિ માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ” જરૂરથી લખજો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here