કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજીનાં મંદિરનો ઇતિહાસ (માતા નો મઢ)

4
4587

મિત્રો આજના અમારા આર્ટિકલ માં અમે જણાવીશું મા આશાપુરાના પ્રાગટ્ય વિશે. કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ આવેલો છે. એક પ્રખ્યાત ધાર્મિક સ્થળ તરીકે અહીં મા આશાપુરાના દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે. પ્રવિણસિંહ ત્યાંના ટ્રસ્ટી છે. માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવર્તે છે. કહેવાય છે કે આ મંદિર નો પ્રાગટ્ય આજથી 15પ વર્ષ પહેલા થયો હતો.

દેવચંદ નામનો એક વેપારી વેપાર કરવા માટે કચ્છમાં આવે છે જ્યાં અત્યારે હાલમાં મા આશાપુરા નું મંદિર આવેલું છે. વેપારી ત્યાં બેસીને મા આશાપુરા ની ભક્તિ કરવા લાગ્યા. આખો દિવસ માં ની ભક્તિ માં જ લિન રહેતો. આશાપુરા વાણિયાની ભક્તિ થી પ્રસન્ન થઈ ગયા અને સપનામાં દર્શન આપે છે દર્શન આપતા માતાજીએ તેને કહ્યું કે તું અહીં મારૂ મંદિર બનાવી અહીં મારી આરાધના કરજે અને મંદિર બનાવ્યા પછી છ મહિના સુધી તેને ખોલતો નહીં.

દેવ ચંદ વેપારી માતાજીના કહ્યા પ્રમાણે મંદિર બનાવે છે. વેપારી મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાડી કરવા લાગે છે. આમ પાંચ મહિના જેટલો સમય પસાર થાય ત્યાં વેપારીને એક રાત્રીએ મંદિરના પાછળના ભાગમાં ઝાંઝર અને નૃત્ય કરવાના અવાજો સંભળાય છે. વેપારી માતાજીની વાત ભૂલી ને મંદિરના દ્વાર ખોલી ને જોવે છે કે ત્યાં કોણ છે.

દરવાજો ખોલતાની સાથે જ તેને અલોકિક અહેસાસ થાય છે ભવ્ય મૂર્તિના દર્શન થાય છે તે ફરી માતાજીના દર્શન કરવા આગળ વધે છે ત્યાં માં આશાપુરા એ કહેલી વાત યાદ આવે છે પછી માં તેને કહે છે કે તારી ઉતાવળના કારણે મારા ચરણોનું પ્રાગટ્ય ના થઈ શક્યું.  માં એ તેને વરદાન માંગવા કહ્યું વેપારી એ પુત્રપ્રાપ્તિ નું વરદાન માંગ્યું. દેવીએ તથાસ્તુ કહી તેને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. વાણિયાને પુત્રની પ્રાપ્તિ થઈ.

બીજી દંતકથા પ્રમાણે અહીં સુમરા નું રાજ હતું. તે રાજસ્થાનના એક રાજાએ તેની સામે લડીને જીત મેળવી અને તેઓ રાજસ્થાન મૂકીને અહીં આવી રહેવા લાગ્યા ત્યાં આવ્યા પછી ત્રણ દિવસ પછી આશાપુરા પ્રગટ થયા અને તેમને માં આશાપુરા એ તેમને આશીર્વાદ આપ્યા કે તે કુળદેવી તરીકે તેમની રક્ષા કરશે. ત્યારથી જાડેજા લોકો ના મા આશાપુરા કુળદેવી છે.

ભૂકંપ દરમિયાન આ મંદિરને બહુ જ નુકસાન થયું હતું પરંતુ થોડા જ સમયમાં આ મંદિરને ફરીથી બાંધી દેવામાં આવ્યુ. રામાયણમાં લખેલું છે કે ભગવાન રામ નિરીક્ષણ કરવા માટે અને ૨૦ દિવસ સુધી તેમણે માતાની પૂજા કરી હતી. માતાએ વર્ષોથી ભક્તોને દરેક આશા પૂરી કરી છે તેથી તેમને માં આશાપુરા તરીકે ઓળખાય માં આવે છે.

કોમેન્ટમાં જય આશાપુરા માં જરૂર લખજો.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here