કુદરતનો કરિશ્મા – અહિયાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે

0
4811

તમે લોકોએ હમેશા એવું જ સંભાળ્યું હશે કે પાણી ઉપર થી નીચે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે દરેક વસ્તુ ઉપરથી નીચે આવે છે. પણ શું તમે વિચારી શકો છો કે કોઈ વસ્તુ નીચે ની ઉપર પણ જઈ શકે છે? નહીં ને, પણ આ વાત ૧૦૦% સાચી છે.

આપણાં દેશમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જેનું રહસ્ય આજ સુધી વિજ્ઞાન પણ નથી ખોલી  શક્યું. આજે અમે તમને આવા જ એક સ્થળ વિશે માહિતી આપવાના છીએ. તમે આજ સુધી પાણીને ઉપર થી નીચે તરફ વહેતું જોયું હશે, પણ આપના દેશ માં આ જગ્યા પર પાણી નીચે થી ઉપર તરફ વહે છે અને એજ આ સ્થળની ખાસિયત છે.

કોઈપણ વ્યક્તિને માનવામાં ન આવે તેવી વાત છે પણ એ હકીકત છે કે આ વાત સાચી છે કે અહિયાં પાની ગુરુત્વાકર્ષણ વિરુધ્ધ આ પાણી ઉપરની તરફ વહે છે. આ સ્થળ થોડા સમય પહેલા જ શોધવામાં આવ્યું છે અને ત્યાના ગામ લોકોને પણ આ વાત ની ખબર ના હતી કે અહિયાં પાણી નીચે થી ઉપર તરફ વહે છે.

તમને બતાવી દઈએ કે આ સ્થળ છત્તીસગઢ ના મૈનપાટ વિસ્તારનું બિસરપાની ગામ છે. આ ગામ માં નાના નાના પથ્થરોની વચ્ચેથી પાણી થી ધાર વહી રહી છે અને એ ધાર એક પહાડી પર લગભગ ૨ કિલોમીટર સુધીની ઊંચાઈ પર ચઢે છે. પાણી ની ધારા ના આવા ઉલ્ટા પ્રવાહ ને કારણે જ આ સ્થળ નું નામ ઉલ્ટા પાની છે. હકીકત માં આ જગ્યાની બનાવટ જ એવી છે કે અહિયાં ગુરુત્વાકર્ષણ ના તમામ નિયમો ફેલ થઈ જાય છે. અને વધારે આશ્ચર્યજનક વાત તો એ જે કે અહિયાં નદી પણ ઉલ્ટી દિશામાં વહે છે.

કેટલાક લોકો આ ઘટના ને દૈવી શક્તિ નો પ્રકોપ મને છે તો કેટલાક લોકો તેને ભૌગોલિક પ્રભાવ પણ કહે છે. આ ઘટના ને લઈ ને લોકોમાં અનેક તર્ક વિતર્ક રહેલા છે અને બધાની અલગ અલગ માન્યતાઓ રહેલી છે. ભૂ-વૈજ્ઞાનિક અનિલ સિન્હાનું કહેવાનું છે છે કે આ કોઈ ચમત્કાર નથી, પણ ગુરુત્વાકર્ષણ ની વિરુધ્ધ કોઈ ચુંબકીય તત્વના વધારે બળ નાં વધારે કામ કરવાથી આવું થાય છે. આ બધાની પાછળ હકીકત જે હોય તે પણ એક વાત તો સાચી છે કે કુદરતના આ કરિશ્માને લીધે લોકો અહિયાં જોવા માટે ખેચાઈ આવે છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here