કોણ છે ગડા ઇલેક્ટ્રોનીક ના સાચા માલિક?

0
1052

૨૦૦૮ થી સોની ટીવી પર ચાલતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ સૌની લોકપ્રિય છે. લગભગ ૧૦ વર્ષથી ચાલતી આ સિરિયલ આજે પણ લોકોમાં ચાહના ધરાવે છે. આ સિરિયલમાં જેઠાલાલ ને દરરોજ તેમની ઇલેક્ટ્રોનીકની દુકાન પર જતાં બતાવવામાં આવે છે જે દુકાનનું નામ ગડા ઇલેક્ટ્રોનીક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની એવી ઘણી બાબતો છે જેનાથી બધા અજાણ હશે.

આજે આપણે અહી ગડા ઇલેક્ટ્રોનીક વિશે વાત કરીયે. સિરિયલમાં બતાવવામાં આવતી દુકાન હકીકત માં કોની છે એ તમે જાણો છો કે પછી એ ઊભો કરવામાં આવેલો સેટ છે? આવા સવાલ તો જરૂરથી થતાં હશે તમારા મનમાં. તો તમને જણાવી દઈએ કે આ કોઈ સેટ નથી પણ આ સાચી દુકાન જ છે, જે તેના માલિક પાસેથી શૂટિંગ માટે ભાડે રાખવામા આવેલી છે. આજે તમને જણાવીશું દુકાનના સાચા માલિક વિશે કે જેમની આ દુકાન છે.

સિરિયલમાં બતાવવામાં આવતી આ દુકાનના સાચા માલિક શેખર ગડીયા છે. તેમની આ દુકાન મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે. તેમની આ દુકાનની કિમત આશરે ૧ કરોડ રૂપિયા છે. તેમણે જણાવ્યુ હતું કે, તેમના એક મિત્રએ તેમણે આ દુકાન શૂટિંગ કરવા માટે ભાડે આપવા માટે સૂચન કર્યું હતું પરંતુ તેમણે એ બાબત ની ના પાડી હતી. તેઓનું કહેવું હતું કે તેમનો આ બિજનેસ એક દિવસ માટે પણ બંધ રાખવો શક્ય નથી.

ત્યારબાદ થોડા સમય બાદ તેમના મિત્રએ ફરી આ ઓફર કરી ત્યારે તેમણે ૨ શરતો પણ આ દુકાન શૂટિંગ માટે ભાડા પર આપવાનું નક્કી કર્યું. પહેલી શરત એ હતી કે તેમના ગ્રાહકોને શૂટિંગ ના લીધે કોઈ તકલીફ પડવી જોઈએ નહીં અને દુકાનની કોઈપણ વસ્તુ ખરાબ, ભાંગતુટ થવી કે બગડવી જોઈએ નહીં. તેઓ ત્યારે ફક્ત એક દિવસ માટે જ દુકાન ભાડા પર આપવા રાજી થઈ ગયા હતા એ પણ તેમના એક મિત્રએ તમામ જવાબદારી લીધા બાદ જ.

શરૂઆતમાં તો આ દુકાન ફક્ત એક દિવસ માટે જ ભાડા પર રાખવાનું અને એક સીન જ શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ ત્યારબાદ સિરિયલમાં કયાં માટે આ દુકાનને દર્શાવવા માટે કાયમી ભાડા પર રાખવાનું નક્કી થયું અને તેમાં દુકાન માલિક પણ મંજૂર થયા. આમ આ દુકાન કાયમ માટે આ સિરિયલનો એક અગત્યનો ભાગ બની ગઈ.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here