કોઈપણ વ્યક્તિ વિશે કઈ પણ વિચારતા પહેલા ૧૦૦ વાર વિચારવું જોઈએ

0
1528

સવારનો સમય હતો, આ સમયે એક સંત દરિયાકાંઠે ફરવા માટે નીકળ્યા હતા. દરિયાની આસપાસ લટાર મારતા મારતા તેમની નજર દરિયા કિનારે એક સ્ત્રી અને પુરુષ પર પડી. પુરુષ સ્ત્રીના ખોળામાં માથું નાંખીને સૂતો હતો. તેમની બાજુમાં એક દારૂ ભરેલી બૉટલ પડેલી હતી. આ દ્રશ્ય જોઈને સંત ખૂબ જ દુખ થયું.

આ બધુ ને સંત વિચારી રહ્યા હતા કે આ માણસ કેવો ખરાબ અને દુરાચારી છે. ત્યાં જ તેમને “બચાવો, બચાવો” ની બૂમો તેમના કાને સંભળાઇ. સંતે આજુબાજુમાં નજર ફેરવીને જોયુ તો તેમની નજર પડી કે દરિયામાં એક માણસ ડૂબી રહ્યો હતો. પણ સંતને પોતાને તો તરતા આવડતું નહોતું એટલે તે પોતે તે માણસને ડૂબતો જોયા સિવાય બીજું કઈ કરી શકે તેમ ના હતા.

આટલામાં સ્ત્રીના ખોળામાં માથું રાખીને સૂતેલો માણસ ઊભો થયો અને દરિયામાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવવા દરિયામાં કૂદી પડ્યો. થોડીવાર પછી તે માણસ દરિયામાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવીને દરિયા કિનારે લઈ આવ્યો. આટલું જોઈને સંત પણ વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?

સંત પેલા પુરુષ પાસે ગયા અને તેને પુછ્યું કે, “ભાઈ, તું કોણ છે અને અહિયાં શું કરે છે?” સંતના સવાલનો જવાબ આપતા પુરુષે કહ્યું કે, “હું એક ખારવો છું અને આ દરિયા કિનારે માછીમારીનો ધંધો કરું છું. ઘણા દિવસો પછી આજે સમુદ્રની સફર કરીને આજે હું અહી પરત ફર્યો છું. મારી માં મને અહી સામે લેવા માટે આવી હતી. તે પોતાની સાથે ઘરેથી બીજું કોઈ વાસણ ના હોવાથી દારૂની બોટલમાં પાણી ભરીને મારા માટે લાવી હતી.”

ઘણા દિવસોથી સમુદ્રની સફર કરતો હતો એટલે થાક બહુ જ હતો અને સવારનું આવું સુંદર વાતાવરણ હતું એટલે મારી માં નું લાવેલું પાણી પીને મારી “માં” ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા માટે અહી જ સૂઈ ગયો હતો.

આટલું સાંભળીને સંતની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે હું પણ કેવો માણસ છું કે મારી આંખોએ જે કઈ પણ જોયું તે બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો હતો, જ્યારે હકીકત તેનાથી કઈક અલગ જ હતી. કોઈપણ ઘટના કે દ્રશ્ય દેખાય એવું નથી હોતું તેની એક બીજી બાજુ પણ હોય શકે છે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here