કોઈપણ પ્રકારના રોકાણ વગર ઘરે બેઠા દર મહિને લાખો રૂપિયા કમાઓ

0
1091

આજે અમે તમને અહિયાં એક બિજનેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમે દર મહિને લખો રૂપિયા કમાઈ શકો છો અને દર મહિને હજારો રૂપિયા તો જરૂરથી કમાઈ શકો છો. આજે અમે તમને જે બિજનેસ જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે DROPSHIPPING BUSINESS.

આ બિજનેસમાં અમે તમને એક એપ્લિકેશન જણાવીશું, સાથો સાથ તમને એ પણ જણાવીશું કે આ એપ્લિકેશનની મદદથી કઈ રીતે પૈસા કમાઈ શકો છો અને એ પણ એક પણ રૂપિયાના રોકાણ વગર.

આ એપ્લિકેશનમાં અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ હોય છે જેમાંથી તમારે તમારી પસંદગીની પ્રોડક્ટને પસંદ કરીને તમારા વોટ્સઅપ કે ફેસબુક અથવા તો અન્ય સોશિયલ મીડિયામાં શેયર કરવાની રહેશે અથવા તો તમે તમારા મિત્રો અને સંબંધીઓને પણ શેયર કરી શકો છો. આ બિજનેસની ખાસ વાત એ છે કે તમારે આમાં કોઈ પ્રોડક્ટ ખરીદવાની નથી અને કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું નથી અને કોઈ પ્રોડક્ટનું પૅકિંગ પણ કરવાનું નથી. આ એપ્લિકેશનનું નામ છે Meesho.

તમારે ફક્ત કોઈ વ્યક્તિ પાસેથી ઓર્ડર લેવાનો છે અને તમારા મોબાઇલ માંથી જ ઓર્ડર આપી દેવાનો છે. જેથી તે ઓર્ડર સીધો જ ઓર્ડર આપેલા વ્યક્તિના ઘરે જ પહોચી જશે અને વળી તેમાં CODનો ઓપ્શન પણ તેમાં આપવામાં આવેલ છે. હવે તમે વિચારશો કે આમાં તમને શું ફાયદો થશે?

આમાં તમને એ ફાયદો છે કે જે, દા.ત. કોઈ પ્રોડક્ટ એપ્લિકેશનમાં ૨૦૦ રૂપિયાની છે અને તે હોલસેલ ભાવ હોય છે એટલે તે ભાવની વસ્તુ માર્કેટમાં મળતી નથી હોતી. હવે જે પ્રોડક્ટ તે એપ્લિકેશનમાં ૨૦૦ રૂપિયાની છે તે તમે ૫૦૦ રૂપિયામાં વેચી શકો છો. તો તારે ફક્ત એ એપ્લિકેશનમાંથી પ્રોડક્ટનો ફોટો ડાઉનલોડ કરીને તમારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની અને તે પ્રોડક્ટ જોઈને તમારા મિત્રો, સંબંધી કે કોઈ અજાણ્યા વ્યક્તિ કહે કે આ પ્રોડક્ટ મારે લેવી છે તો તમારે ફક્ત તે વ્યક્તિનું સરનામું અને મોબાઇલ નંબર જ લેવાનો છે.

તમે પ્રોડક્ટ લેવા માંગતા વ્યક્તિને કોઈપણ કિંમત કહી શકો છો મતલબ કે ૨૦૦ ની પ્રોડક્ટ તમે ૪૦૦, ૫૦૦ કે ૬૦૦ તમે જે ભાવ લેવા માંગો તે લઈ શકો છો. આમાં માર્જિન રાખવાની કોઈ મર્યાદા નથી. હવે તમારે તે વ્યક્તિ માટે એપ્લિકેશનમાં ઓર્ડર કરવાનો રહેશે જેમાં તમારે તે વ્યક્તિનું સરનામું, મોબાઇલ નંબર અને તમે જે ભાવ લેવા માંગો છો તે નાંખવાનો રહેશે.

તમારે ઓર્ડર કરતી સમયે જે ભાવ તે વ્યક્તિ પાસેથી લેવા માંગો છો તે લખી દેવાનો રહે છે. મતલબ કે ૨૦૦ રૂપિયાની પ્રોડક્ટ તમે તેને ૫૦૦ રૂપિયામાં વેંચી રહ્યા છો તો ઓર્ડર કરતાં સમયે ૫૦૦ રૂપિયા લખવાના રહેશે એટલે કંપની તે વ્યક્તિ પાસેથી ૫૦૦ રૂપિયા લઈને પોતાની પ્રોડક્ટના ૨૦૦ રાખી લેશે અને તમને તમારા માર્જિનના ૩૦૦ રૂપિયા તમારા બેન્ક અકાઉંટમાં જમા કરવી દેશે.

તો આ રીતે તમે પોતાનું કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા વગર દર મહિને અઢળક રૂપિયા કમાઈ શકો છો. ફ્રી સમયમાં તમે આ કામ કરી શકો છો, આના માટે તમારે કોઈ વધારાનો સમય આપવાની પણ જરૂર રહેતી નથી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here