કોઈપણ ગાડી ની વિગત આપ જાણી શકો છો. જાણો કેવી રીતે?

0
2762

આપ હવે કોઈપણ ગાડી ની વિગત ઘરે બેઠા જાની શકો છો, જરૂર છે ફક્ત ઇન્ટરનેટ કનેક્શન ની અને લેપટોપની. આપ ઓનલાઇન ગાડી ની બધી જ જાણકારી મેળવી શકો છો.

આપ કોઈ ગાડીના નંબર પરથી જે તે વાહનની સામાન્ય માહિતી ઓનલાઈન જોઈ શકો છો. જેમ કે તે ગાડી કોના નામ પર રજિસ્ટર છે ? સાથે સાથે રજીસ્ટ્રેશન તારીખ / ચેસીસ નંબર /ગાડીનો પ્રકાર /કંપનીનું નામ /એન્જીન નંબર જેવી માહિતી આસાનીથી મેળવી શકો છો.

 

સૌ પ્રથમ ગૂગલ માં https://parivahan.gov.in/ વેબ પેજ ઓપન કરશો તો ભારત સરકાર ની પરિવહન સેવા વેબસાઇટ ઓપન થસે. હવે આ વેબસાઇટ માં ઓનલાઇન સર્વિસિસ ના મેનૂ માં ક્લિક કરશો તો એમાં છેલ્લે ઓપ્શન માં know your vehicle details મેનૂ દેખાશે. ક્લિક કરતાં ની સાથે બાજુમાં બીજી વિન્ડો ઓપન થસે.

 

હવે તમે આપ જે પણ ગાડી ના નંબર ની વિગત જોવા માંગતા હોય એ ગાડીની વિગત એમાં ખુલેલા ફોર્મ માં ભરવાની રહેશે. જેમાં ગાડી નો રજિસ્ટ્રેશન નંબર અને વેરિફિકેશન કોડ નાખવાનો રહેશે. આ બંને નાખ્યા બાદ ચેક સ્ટેટસ બટન પણ ક્લિક કરવાની રહેશે.

 

આટલી વિગતો ફોર્મ માં ભર્યા બાદ અને ક્લિક કર્યા બાદ ફોર્મની નીચે એ ગાડી ની બધી જ વિગતો આવી જશે. જેમ કે ગાડી નો રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર, ગાડી ના માલિક નું નામ, ગાડી નું મોડેલ નંબર, રજિસ્ટ્રેશન તારીખ, એંજિન નંબર, ઇન્સ્યોરન્સ ની વિગત વગેરે.

તો આપણે અમારું આર્ટિક્લ કેવું લાગ્યું એ કમેંટ માં જરૂર થી જણાવજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here