ખુબ જ જલ્દી આવશે ૨૦ રૂપિયાની નવી નોટ, આવી હશે તેની ખાસિયતો

0
435

ખૂબ જ જલદી તમને વીસ રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. આરબીઆઇએ શુક્રવારના રોજ એક અધિસૂચના જાહેર કરેલ છે, જેમાં તેમણે વીસ રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરેલ છે. આ નોટિફિકેશનમાં આરબીઆઇએ આ નોટ ના રંગરૂપથી લઈને તેની ખાસિયતો વિશે બતાવેલ છે.

આ નોટમાં ગવર્નર કાનદાસ ના હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસત ને દર્શાવતી ઇલોરાની ગુફાઓ નું ચિત્રણ કરવામાં આવેલ છે. મહાત્મા ગાંધી ની નવી સીરીઝ ના આ નોટ માં થોડા લીલા રંગ સાથે પીળો રંગ હશે. આ સાથે આરબીઆઇએ એવું પણ કહે છે કે નવા નોટની સાથે જુની નોટ પણ ચલણમાં રહેશે.

આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલ વીસ રૂપિયાની આ નટની આગળના ભાગ પર મહાત્મા ગાંધીનુ ચિત્ર વચ્ચેના ભાગમાં હશે. આ તરફ જ નોટ નું મૂલ્ય હિન્દી અને અંગ્રેજી અંકો માં લખવામાં પણ આવેલા છે. ઉપરાંત આરબીઆઈ, ભારત, India અને ૨૦ માઇક્રો લેટર્સ ના રૂપમાં હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને આરબીઆઇ લખેલું હશે.

નોટના આગળના ભાગ પર ગેરેન્ટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, આરબીઆઈનું પ્રતીક ચિન્હ મહાત્મા ગાંધીના ફોટાને જમણી તરફ હશે તથા ડાબી તરફ અશોક સ્તંભ હશે. નોટનો નંબર ડાબેથી જમણી તરફ વધતા આકારમાં છાપવામાં આવેલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here