ખોટી ચિંતા એ દુ:ખનું કારણ છે, અચૂક થી વાંચજો આ સ્ટોરી

0
1008

એક શહેરમાં એક ધનવાન વેપારી રહેતો હતો. આખો દિવસ એ ખૂબ મહેનતથી કામ કરતો હતો. એક દિવસ તેણે પોતાના ઘરની બહાર એક ભિખારીને ઉભેલો જોયો તો થોડો એ ઉદાસ થઈ ગયો. વેપારી મનમાં વિચારવા લાગ્યો કે જો આ ભિખારી પાસે ખૂબ જ ધન હોત તો આ ભિખારી ભીખ ના માંગે. વેપારીના મનમાં વિચાર આવ્યો કે જો કાલે મારી પાસે ધન ઓછું થઈ ગયું તો માટે પણ ભીખ માંગવાનો સમય આવી જશે.

આવું વિચારીને તેણે પોતાના મુનીમજીને બોલાવ્યા અને કહ્યું કે, “તપાસ કરો કે મારી પાસે કેટલી સંપતિ છે અને કેટલો સમય સુધી પર્યાપ્ત છે?” થોડા દિવસ પછી મુનીમજી તે વેપારીની ખાતાવહી લઈને આવ્યા અને વેપારીને કહ્યું, શેઠજી, જે રીતે તમે વેપારમાં પૈસા કમાઓ છો એ રીતે તમારી ૬ પેઢી આરામથી ખાઈ-પી શકશે.

આ સાંભળીને વેપારીને આંચકો લાગ્યો કે ૬ પેઢી સુધી જ ચાલશે તો ૭મી પેઢીનું શું કરું? વેપારી આ બધી વાતો વિચારી વિચારીને બીમાર થઈ ગયો. તેની બીમારીના સમાચાર સાંભળીને તેનો એક મિત્ર તેના ખબર અંતર પૂછવા તેની પાસે આવ્યો અને તેની બિમારીનું કારણ પૂછતા કહ્યું, “કેમ મિત્ર, તું આટલો તંદુરસ્ત છે છતાં પણ કેમ બીમાર પડ્યો?

વેપારીએ પોતાના મિત્રને કહ્યું, મારી પાસે બસ એટલુ જ ધન છે કે મારી ૬ પેઢી સુધી જ ચાલશે અને હું એ ચિંતામાં છુ કે સાતમી પેઢીનું શું થશે? મારી આટલી મહેનત છતાં પણ કઈ લાભ ના થયો, મારી સાતમી પેઢી ભૂખી મારી જશે.

વેપારીના મિત્રએ હસતાં હસતાં જવાબ આપ્યો, તારી સાતમી પેઢીની ભોજનની વ્યવસ્થા તો હું નથી કરી શકતો, પરંતુ તમે સ્વસ્થ થઈ જાઓ તેનો એક સારો ઉપાય છે મારી પાસે. વેપારીએ ખૂબ ઉત્સુક્તાથી તેના મિત્ર તરફ જોતાં પૂછ્યું, શું ઉપાય છે? જલ્દી બોલો. મિત્રએ કહ્યું, તું કોઈ ભિખારીને સવારમાં જ ભોજન કરવી દે, તો તારી બીમારી જલ્દી દૂર થઈ જશે.

વેપારી સવાર પડતની સાથે જ ભિખારીને શોધવા લાગ્યો, પરંતુ વેપારીને કોઈ ભિખારી નજર ના આવ્યો, નિરાશ થઈને એ વેપારી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યાં જ તેને એક ભિખારી દેખાયો જેને તેણે એક દિવસ ભીખ માનતા જોયો હતો.

વેપારીએ ભિખારીને જોઈને કહ્યું કે, “હું તારા માટે ભોજન લઈને આવ્યો છુ, તું એને ખાઈ લે.” ભિખારી એ કહ્યું, “નહીં શેઠજી, હું તમારું ભોજન નથી લઈ શકું.” વેપારીએ પૂછ્યું, “મારૂ દીધેલું ભોજન તું કેમ નથી લઈ શકતો?”  ત્યારે ભિખારીએ કહ્યું, શેઠજી, મારૂ આજનું ભોજન થઈ ગયું છે એટલે હું હવે ઘરે જાવ છુ.”

ત્યારે વેપારીએ કહ્યું કે, “તો કઈ વાંધો નહીં, કાલે હું તારા ભોજન લઈને આવીશ, તું કાલે ભોજન કરી લેજે.” આ વાત પર ભિખારીએ કહ્યું, “શેઠજી, જ્યારે આજનું ભોજન ભગવાને આપી દીધું છે તો કાલનું ભોજન પણ ભગવાન આપી જ દેશે, તેની ચિંતા મારે શ માટે કરવાની? હું કાલનું વિચારીને નાહકનો પરેશાન શ માટે થાઉં?”

ભિખારીની આ વાતે જાણે વેપારીને ઊંઘમાંથી જગાડી દીધો હોય એ રીતે એ વિચારમાં પડી ગયો કે, “કેવો ભિખારી છે? તેની પાસે થઈ પણ થઈ છતાં પણ એ ભવિષ્યની કોઈ ચિંતા કરતો નથી અને એક હું છુ કે જે પોતાની સાતમી પેઢી સુધી સુખી રહે એ ચિંતામાં પડીને બીમાર થઈ ગયો. જ્યારે સાતમી પેઢીને તો હું જોઈ પણ નહીં શકું.

ક્યાક તમે પણ એ ચિંતાનો શિકાર તો નથી ને? જે તમને કારણ વગર પરેશાન અને બીમાર કરી રહી છે. કેમ કે આપણે પણ આવી ચિંતાઓના લીધે કારણ વગર જ પરેશાન રહીએ છીએ, જે વાસ્તવમાં કોઈ સમસ્યા હોતી જ નથી.

મિત્રો, જો તમને આ સ્ટોરી કેવી લાગી તે અચૂક થી કમેંટ માં જણાવશો અને તમારા મિત્રોને પણ શેયર કરજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here