ખોટા પ્રેમસંબંધ અને સાચા પ્રેમસંબંધ વચ્ચે શું ફરક હોય છે? જાણવા માટે વાંચો

0
2568

મિત્રો આજે તમને સાચા અને ખોટા સંબંધ વિશે પ્રેમ વિશે સમજાવીશ. સૌપ્રથમ જણાવીશ કે આ રિલેશનશિપ કેવો હોય છે. જો  વારંવાર તમારો પ્રેમ છૂટી જતો હોય, એ તમને બ્લોક કરતો હોય અનબ્લોક કરતો હોય, કોઈ દિવસ તમારી સાથે પ્રેમથી વાત કરે કોઈ દિવસ તમને ગાળો આપે, ઘણીવાર એ વાત કરે કે એ તમારું કોઈ છે જ નહીં અને ઘણી વાર એ વાત કરે કે એના માટે તમે જ છો બધુ. જો તમે આવા રિલેશનશિપમાં હોય તો શું કરવું જોઈએ.

જેમ કે તમે કોઈ ના જોડે રિલેશનશિપમાં હોય શરૂઆતમાં તો ખુબ જ પ્રેમ થી વાત કરે થોડા સમય પછી લડાઈ ઝઘડા ચાલુ થાય જેમકે ઉતાર-ચઢાવ તો દરેકની લાઇફમાં હોય છે. તેમ થોડા થોડા દિવસે આવું ચાલ્યા કરે. જેમ કે પહેલા પ્રેમથી વાત કરી પછી ગાળો આપી, પહેલા ગિફ્ટ આપે પછી સારું વર્તન ના કરે. અહીં તમે આ કેસમાં ફસાઈ ગયા છો. જો તમને આવું લાગે તો શું કરવું જોઈએ?

તમારા મનમાં એમ થાય કે તમે આ વ્યક્તિને પ્રેમ કરો છો તેના વગર રહી શકો તેમ નથી. તો મિત્રો આ પ્રેમ નથી આ તમારી આદત છે તમને આ માણસ ની આદત થઈ ગઈ છે, તમને એમ લાગે છે કે એનાથી પ્રેમ છે પણ આ પ્રેમ નથી. આવા રિલેશનશિપ તમે તોડવા તો માંગો છો અને આવા રિલેશનશિપમાં કોણ રહેવા માંગે કોઈ નહીં તમને લાગે કે પ્રેમ છે. પણ પ્રેમ નથી આ એક આદત છે અને આદત તો બદલતી રહે છે અને તમે તે વ્યક્તિને કહી દો કે હું તારી સાથે નહીં રહી શકું.

આવા પ્રોબ્લેમ ઘણા જોવા મળે છે લગ્ન પછી પણ અને લગ્ન પહેલાં પણ સામેવાળો તમારા સાથે બરાબર વાત ના કરે તમને  ઇગ્નોર કરે તો આવી વાતમાં કોઈ વડીલ સાથે બેસી સમાધાન કરવું જોઈએ. તમારી લાઇફને નરક ના બનાવવી જોઈએ. તમારા ફ્રેન્ડ કે ફેમિલી ની મદદથી કોઇ ઉપાય શોધવો જોઈએ.

શરૂઆતના ટાઈમમાં તમે થોડો પ્રોબ્લેમ થશે પણ તમને આદત છે આ પ્રેમ નથી તમે ફસાયેલા છો અને તમારી બુદ્ધિ ક્યાંક ખોવાઈ ગઈ છે. આ પ્રેમ છે જ નહીં પ્રેમ તમને સારી ફીલિંગ કરાવશે પ્રેમ શાંતિ આપશે. પ્રેમ તમને ક્યારેય તમને નીચે નહીં પડવા દે પ્રેમ હંમેશા તમને ઊંચા સ્થાને જ રાખશે.

તમે આવા ખોટા રિલેશન માં હશો તો આજે નહીં તો થોડાક ટાઈમ પછી પણ પછતાવાનો સમય આવશે. આજે તેમને લાગશે પ્રેમ છે પણ જ્યારે એ તમારાથી દૂર થશે ત્યારે ખબર પડશે કે ના આ સાચો પ્રેમ નથી આ માત્ર આદત છે પણ ત્યારે ખબર પડશે કે ખોટું કર્યુ. મિત્રો તમે આગળ વધો આવા ખોટા રિલેશન છે અને આવી આદત થી દુર છો જાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here