ખેડુતની દિકરીએ અભ્યાસ માટે ખેતરમાં કામ કરીને તથા લોકોના ઘરોના વાસણ સાફ કરીને બની IPS, એક લાઇક તો બને જ આ દિકરી માટે

0
2877

એક નાના ગામમાં રહેતી ઇલમા અફરોઝ એક ખેડૂત પરિવારની હતી. તેણે પોતાની મહેનતથી યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 217 રેન્ક પ્રાપ્ત કર્યો. ઇલમા અફરોજ માટે તેનું આઇપીએસ બનવું સપનું એટલું સામાન્ય ન હતું તેણે આઇપીએસ બનવા માટે ખૂબ જ મહેનત કરી.

મુરાદાબાદના કુંદરકી ગામમાં ગામમાં રહેવા વાળી ઇલમા અફરોઝ ના પરિવારમાં તેની મા અને એક ભાઇ હતો. જ્યારે તે ૧૪ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતાના મૃત્યુ બાદ તે ખુબ જ એકલી પડી ગઈ હતી, તેના પિતાનું મૃત્યુ થયું તે સમયે તે નવમા ધોરણમાં હતી. પિતાના અવસાન પછી ઘરનો ખર્ચ ચલાવો ખૂબ જ મુશ્કેલ હતું. પિતાના મૃત્યુ પછી ઘરની દરેક જિમ્મેદારી તેની મા ઉપર આવી ગઇ હતી.

સ્કોલરશીપ લઈને કર્યો અભ્યાસ

ઇલમા અભ્યાસમાં ખૂબ જ આગળ હતી અને તેથી તેને સ્કોલરશીપ પણ મળી ગઈ હતી. તેમણે દિલ્હીના સ્ટીફન કોલેજમાં દાખલો લઇ લીધો. તે કોલેજમાં ગ્રેજ્યુએટ કર્યા પછી તેમને ઓક્સફોર્ડ યુનિવર્સિટી માં અભ્યાસ કરવાનો મોકો મળ્યો અને તે અમેરિકા જતી રહી. અમેરિકા જઇને તેમણે આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે પોતાની સફળતા માટે દેશનો આભાર માન્યો છે અને કહ્યું કે દેશના લીધે તેમને સ્કોલરશીપ મળી હતી અને તેનાથી તેમનો અભ્યાસ પૂરો થયો.

ત્યાં અભ્યાસ પૂર્ણ કરીને તે પોતાના ગામ માં આવી ગઈ અને તેમણે પોતાના દેશની સેવા કરવાનું નક્કી કરી લીધું અને યુપીએસસીની તૈયારી ચાલુ કરી દીધી. ઇલમાં અનુસાર તેમના મોટાભાઈ એ તેમને સિવિલ પરીક્ષા આપવા માટે કહ્યું હતું.

પોતાનો ખર્ચો કરવા માટે ઇલ મા એ બધાના ઘરમાં કચરા વાસણ જેવા કામ કર્યા છે, અને તેની સાથે તેમણે છોકરાઓને ટ્યુશન પણ કરાવ્યું. તે ઉપરાંત તે પોતાના ઘરનો દરેક કામ પણ કરતા હતા, તે ખેતરમાં જઈને કામ પણ કરતા હતા અને ગાય ભેસ ને ઘાસ પણ આપતા હતા. આટલું બધું કામ કરવા છતાં તેમણે પોતાના અભ્યાસ માટે કોઈ સમાધાન ના કર્યું.

અને તે સમય કાઢીને યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા હતા. ગામ વાળા માણસો અને પરિવાર વાળા માણસોને લાગતું હતું કે આ એક છોકરી છે અને આ કંઇ ના કરી શકે. પરંતુ તેમણે બીજાઓની વાતો ઉપર ધ્યાન ના આપ્યું. અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.

તેમનું સપનું વકીલ બનવાનું હતું પરંતુ પૈસાના પ્રોબ્લેમ ના કારણે તે વકીલ ના બની શકીએ. તેમણે જણાવ્યું કે તેમને જીવનમાં ઘણીવાર નિષ્ફળતા પણ મળી છે. તે વકીલ બનવા માંગતા હતા પરંતુ સ્કોલરશીપ ના મળવાના કારણે તે કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન ના મળ્યું. અને તેમનું વકીલ બનવાનું સપનું અધુરું રહી ગયું.

ઉપરાષ્ટ્રપતિ એ કર્યું સન્માન

સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરવા વાળા નું સન્માન દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યુ હતુ. અને અભિનંદન સમારોહ 2018 ના સમય પર ઇલમા દિલ્હી આવ્યા હતા. તેમની સાથે તેમની માતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરીએ ખૂબ જ મહેનત કરી છે અને તેની મહેનતનું ફળ ભગવાને આપ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here