ખરાબ સમય આવતા પહેલા ભગવાન આપે છે આ સંકેતો, જાણો અને સાવધાન રહો

0
991

દરેક માણસના જીવનમાં બે પ્રકારના સમય આવતા હોય છે. એક સારો સમય અને એક ખરાબ સમય સારો સમય જલ્દી પસાર થઈ જાય છે પણ ખરાબ સમય જલ્દી પસાર નથી થતો. પરંતુ જ્યારે કોઈપણ માણસ સાથે કંઇ ખરાબ થવાનુ હોય તો ભગવાન સંકેત આપે છે. જેને માણસ સમજી નથી શકતો અને તે વિચારે છે કે ખરાબ સમય ક્યાંથી આવી ગયો?  મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ?  પરંતુ દરેકના જીવનમાં ખરાબ સમય આવતા પહેલા ભગવાન છ સંકેત આપે છે જે આજે તમને જણાવીશું.

ખરાબ સપના તો હંમેશા આવતા જ રહે છે પણ જો તમને રોજ ખરાબ સપના આવે તો તેનો સંકેત છે કે તમારા ઘરમાં ઝઘડો થશે તમારો બિઝનેસ બંધ પડી જશે. તેની સાથે આવા સપના આવવાથી તમારા પરિવારજનો માં પણ સમસ્યા આવી શકે છે. તેનાથી બચવા માટે તમારે રોજ સૂતા પહેલા હનુમાન ચાલીસા કે તમારા ભગવાનને યાદ અવશ્ય કરવુ જોઈએ.

જો તમે તમારા સપનામાં કોઈની રડતા જુઓ છો તો તે બહુ જ ખરાબ સંકેત છે. એના સિવાય તમને એવું કોઈ સપનું આવે કે જે તમે કોઈને જણાવી ન શકો તે જ તમારા માટે સારુ છે. અને તેનાથી બચવા માટે તમારે એ સપનુ કોઈને કહેવા જોઈએ નહીં.

શરીરનું કોઈપણ અંગ જમણી તરફ ફરકતું હોય તો તેને અશુભ ગણવામાં આવે છે. જેમકે ગાલ, હાથ, આંખ આ બધા અંગો ફરકે તો કોઈ ખરાબ મુસીબત આવવાનો સંકેત ગણવામાં આવે છે. તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે કે મહિલાઓનો ડાબો ભાગ અને પુરુષોનો જમણો ભાગ જો ફરકે તો જરૂરથી કોઇ ખરાબ સંકેત ભગવાન તમને આપી રહ્યા છે. જ્યારે પણ તમને આવું થાય ત્યારે ભગવાનને યાદ કરો નહીં તો તમે કોઈ બીજી વસ્તુ માં વ્યસ્ત થઈ જાઓ જેનાથી તેનો વિચાર આવતો બંધ થઈ જાય.

જો તમે કોઈ કાળા રંગની બિલાડી જુઓ કે તમારા ઘરની આજુબાજુ તેવી બિલાડી આવી જાય કે જ્યારે તમે પહેલા જોઈ જ ન હોય તો તમારા માટે આ સૌથી ખરાબ સંકેત છે. અને તેનો તમારા ઉપર ખરાબ પ્રભાવ પડી શકે છે શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે બિલાડીને અશુભ ગણવામાં આવે છે અને જો કોઇ બિલાડી તમારી ઉપર નજર કરે તો એ એવો સંકેત આપી રહ્યા છે ભગવાન કે તમારી ઉપર કોઈ મુસીબત જરૂર આવશે. તેનાથી બચવા માટે બિલાડીની આંખ સામે જોયા વગર તેને ત્યાંથી ભગાવી દેવી અને ભગવાન સામે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ રહે તેવી પ્રાર્થના કરવી.

જો તમે ઘરમાં ઝાડુ લગાવી રહ્યા છો એ સમયે કોઈ એવી ચીજ વસ્તુ તમારી સામે આવે કે જે તને ક્યારેય જોઈ નથી તો સમજી જવું કે તમે મુસીબતમાં માં આવી શકો છો. તેનાથી બચવા માટે તમારે તે ચીજવસ્તુઓને કોઈ પવિત્ર જગ્યા પર મૂકી દેવી અથવા તો તેનુ વિસર્જન કરી દેવુ. આવું કરવાથી તમારું દુઃખ ઓછું થઈ શકે છે.

ગરોળી સાથે સંકળાયેલી ઘણી ચીજવસ્તુઓ વિશે શાસ્ત્રોમાં જણાવ્યું છે. ગરોળી સારો અને ખરાબ બંને સંકેત આપે છે. જો તમને અચાનક બે કરોળિયો જોવા મળે અને એ પણ ઝઘડો કરતી અને તે અચાનક ગુમ થઈ જાય તો સમજી જવું કે ભગવાન તમને સંકેત આપે છે. એવું માનવામાં આવ્યું છે કે તમારે કોઈ જોડે ઝઘડો થશે. એટલા માટે જો તમારા ઘરમાં બે કરોળિયો હોય તો તેને અલગ કરી દેવી જોઈએ અને બહાર કાઢી નાખવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here