ખાંડ અને કોલ્ડ્રિંક્સમાં રહેલ ફ્રક્ટોજ છે ખુબ જ નુકસાનદાયક, મોટાપા સિવાય પણ છે અન્ય ખતરા

0
485

ખાંડમાં ગ્લુકોઝની સાથે સાથે ફ્રેકટોઝ પણ હોય છે. જો તમે મીઠી વસ્તુઓ અને કોલ્ડ્રિંક્સ નું સેવન ખૂબ જ વધારે પ્રમાણમાં કરો છો તો સાવધાન થઈ જાઓ. ફ્રેકટોઝ તમને વજન વધારવાની સાથે સાથે બીજી ઘણી બધી ગંભીર બીમારીઓ આપી શકે છે. સામાન્ય સફેદ ખાંડમાં બે મુખ્ય તત્વ ફ્રેકટોઝ અને ગ્લુકોઝ જ હોય છે.

ગ્લુકોઝ આપણા શરીરમાં જઈને સેલ્સને એનર્જી આપે છે. જ્યારે ફ્રક્ટોઝ ને લીવર પહેલા ગ્લુકોઝમાં બદલે છે. ત્યારે તે આપણા શરીરને એનર્જી આપે છે. જો આપણે શરીરમાં આ ફ્રેકટોઝ ની માત્રા ખૂબ જ વધી જાય છે તો એ આપણી સેહત માટે ખૂબ જ ખતરનાક થઈ જાય છે. ફળો અને શાકભાજીમાં પણ ફ્રેકટોઝ જ હોય છે પરંતુ પ્રાકૃતિક સ્ત્રોતોથી મળવા વાળા ફ્રેકટોઝ શરીર માટે હાનિકારક નથી હોતા.

વજન વધારે છે ફ્રેકટોઝ

મીઠી વસ્તુ જેમ કે કોલ્ડ્રિંક્સ, ચોકલેટ, મીઠાઈ વગેરેનું વધારે સેવન કરવાથી તમારું વજન વધી જાય છે. તેનું કારણ એ છે કે આ બધી વસ્તુ માં ફ્રેકટોઝ ની માત્રા ખૂબ જ વધારે હોય છે. વધારે ફ્રક્ટોઝ ના કારણે શરીરમાં મેટાબોલિક ડિસોર્ડર શરૂ થઈ જાય છે જેના કારણે વજન વધે છે. સુગરના વધારે સેવનથી શરીરમાં લેપ્ટિન રેસિસ્ટન્સ શરૂ થઈ જાય છે. જેનાથી ફેટનો રેગ્યુલેશન બગડી જાય છે અને વ્યક્તિને વજન વધારાનો શિકાર થઈ જાય છે.

લીવરની બીમારીનો છે ખતરો

ફ્રેકટોઝ ગ્લુકોઝની જેમ તમારી બોડીમાં જઈને પછી તરત જ એનર્જી માં નથી બદલાતું. એનર્જીમાં બદલવા માટે તેને લિવરથી થઈને ગુજરવું પડે છે. આ પ્રક્રિયામાં લીવરની ઉપર ફેટ વધવાનું શરૂ થઈ જાય છે જેનાથી નોન આલ્કોહોલિક ફેટી લીવર નો ખતરો વધી જાય છે. આ લીવરનો ખતરનાક રોગ છે જે લાંબા સમયમાં જાનલેવા પણ થઈ શકે છે.

હાઈ બ્લડપ્રેશરનો ખતરો

વધારે સેવનથી લોહીમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે આ કારણ છે કે મીઠી વસ્તુઓ ને વધારે સેવનથી હાઈ બ્લડ પ્રેશર થવાનો ખતરો વધી જાય છે. તેના સિવાય ડાયાબિટીસનો ખતરો પણ વધી જાય છે.

ફળોમાંથી પ્રાપ્ત થતુ ફ્રેકટોઝ નથી હોતું નુકસાનદાયક

ફળોમાં ફ્રેકટોઝ ની માત્રા ખૂબ જ ઓછી હોય છે તેના સિવાય તેમાં ખૂબ જ વધારે ફાઇબર હોય છે. તેથી ફળોમાંનું ફ્રેકટોઝ શરીર માટે નુકસાનદાયક નથી હોતું. જો તમે વધારે માત્રામાં ફળોનું સેવન કરો છો તો તે તમારા શરીરમાં ફ્રેકટોઝ માત્રા વધારી ખતરનાક સ્તર તરીકે વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here