કેવી રીતે જાણી શકાય કે તમારો પ્રેમ સાચો છે કે ટાઇમપાસ?

0
3542

મિત્રો આજે તમને જણાવીશ કે આજના જમાનામાં તમે સાચો પ્રેમ કરો છો કે ટાઈમપાસ. શુ તમારો પાર્ટનર તમને સાચો લવ કરે છે કે ટાઈમપાસ? આજે તમને એવી ત્રણ આદતો વિશે જણાવીશ કે તમને ખબર પડે કે તમે સાચો લવ કરો છો કે પછી ટાઈમપાસ. આજના જમાનામાં બધા માટે પ્રેમ કરવો તો આસાન છે પણ એ ખબર નથી કે સાચો પ્રેમ છે કે પછી થોડા સમય પૂરતું એટ્રેક્શન.

આજે અહીં એવી ત્રણ આદતો વિશે હું જણાવીશ કે તમે નક્કી કરી શકશો કે તમે સાચો પ્રેમ કરો છો કે ટાઇમપાસ, આ ત્રણ આદતોથી તમે એ જાણી શકશો તમે કેટલા સાચા છો. તમારો પ્રેમ કેટલો સાચો છે. તમારો પાર્ટનર કેટલો સાચો છે. તમારા બંને નો પ્રેમ કેટલો સાચો છે.

જ્યારે તમારુ તમારા પાર્ટનર સાથે ફિઝિકલ કનેક્શન બ્રેક થાય છે :

જેમ કે ફોન ના આવે, એ તમને જોવા ના મળે, એકદમથી તમારાથી અલગ થઈ જાય કોઈ સમાચાર ના મળે. એ સમયે તમારા મનમાં એવો વિચાર આવે કે એ કોઈના જોડે વાત કરતો કે કરતી હશે એને કોઈ બીજું મળી ગયું હશે. જો આવા વિચાર તમને આવે તો ભલે તમને ખોટું લાગે પણ આ તમારો સાચો પ્રેમ નથી.

જ્યારે ફિઝિકલ કનેક્શન બ્રેક થાય અને તમને જો એવો વિચાર આવે કે એ કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય ત્યારે તમે સાચા પ્રેમના લેવલ ઉપર છો. જેમ કે તમારા પાર્ટનરનો બે દિવસથી ફોન કે કોઈ મેસેજ ના આવ્યો અને તમારા મનમાં એ વિચાર આવે કે યાર એ કોઈ પ્રોબ્લેમ તો નહીં? હોય એની તબિયત તો ખરાબ નહીં થઈ હોય? આ ફીલિંગ આવે ત્યારે તમારો એ સાચો પ્રેમ છે આનાથી એ પણ સાબિત થાય છે કે તમારો પાર્ટનર પણ સાચો છે તમારા માટે.

તે હંમેશા ખુશ રહે :

જ્યારે તમારા મનથી તમારા દિલથી અને  આત્મા થી એવું ફીલ થાય કે એની ખુશી તમારા માટે બધું જ છે એ ખુશ રહે તો તમે ખરેખર સાચો પ્રેમ કરો છો અને તમારો પાર્ટનર પણ તમારા પ્રેમને લાયક છે,. ત્યારે જ આવી ફીલિંગ તમને આવશે, જેમ કે એ મારા જોડે છે કે બીજા કોઈ જોડે પણ તે હંમેશા ખુશ રહે હું એને ખુશ જોવા માગો છુ એની ખુશી થી વધારે મારા માટે કંઈ નથી. પણ શું થાય છે.

જ્યારે પોતાની ખુશી માટે વધુ વિચાર આવે જેવી રીતે કે તે બ્રેકઅપ કરીને જાય છે ત્યારે આપણને એવો વિચાર આવે કે મારું શું થશે? જો આ વિચાર આવે તો આ સાચો પ્રેમ નથી કેમકે ત્યારે આપણને એની નથી પડી પણ આપણે પડી છે કે હું શું કરીશ? એ તો ખુશ છે અને ખુશ રહેશે મારું શું થશે? વાસ્તવિક માનતો આ સાચા પ્રેમની નિશાની છે જ નહીં સાચા પ્રેમમાં તો એની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ. એ ગમે ત્યારે ગમે તે કોઈની સાથે રહે પણ તે હંમેશા ખુશ રહેવો જોઈએ. એની ખુશી થી વધારે આપણા દિલમાં કંઈ જ ન હોવું જોઈએ. આ સાચો પ્રેમ છે.

જો તમે એવું માનો કે એ વ્યક્તિ મારી સાથે જ રહે, મારા બંધનમાં રહે, મારી સાથે જ વાત કરે, તો આ તમારો પ્રેમ છે જ નહીં આમાં તમે માત્ર તમારા માટે જ વિચારો છો. જો તમે એને સાચો પ્રેમ કરો છો તો તમે એને એ કરવા દો જેનાથી એ ખુશ રહે એને ખુશી મળે એની ખુશી જોઈ તમે પણ ખુશ થઈ જાઓ તો આ તમારો સાચો પ્રેમ છે. તમે એને પ્રેમ કરો છો તો કરો ને એ તમને ક્યાં રોકે છે પણ તમે એના જીવનમાં પ્રોબ્લેમ આવે એવું ના કરો એની ખુશીમાં તમે ખુશ રહો ત્યાં તમારો સાચો પ્રેમ છે.

અસ્તિત્વનો આભાસ થવો :

જો તમને તમારા પાર્ટનરનો આભાસ થાય તો તમારા પ્રેમને કોઇ અલગ નથી કરી શકતુ. જેવી રીતે કે તમે તમારા કોઈ કામમાં હોવ તમે તમારા રૂમમાં હોય અને તમને એવી ફીલિંગ આવે કે તમારો પાર્ટનર તમારી આજુબાજુ જ છે તો આ તમારો સાચો પ્રેમ છે. જેવી રીતે કે તમે અને મળ્યા જ નથી તો પણ તમને એમ થાય કે તમે એને બહુ ટાઈમ પહેલાથી જાણો છો.

એ ના બોલે તે છતાં તમને ખબર પડે કે તે ખુશ છે કે દુઃખી તે ગુસ્સે છે કે પ્રેમમાં, અહીં તમે એને સાચો પ્રેમ કરો છો તમને એનો આભાસ થાય કે એ તમારી બાજુમાં જ છે ભલે તમારાથી દૂર હોય. એની જોડે તમારે વાત ના થાય, મેસેજ કે કોલ ના થાય, એ છતાં એ તમારી બાજુમાં તમને લાગે. અહીં તમને એનાથી સાચો જ પ્રેમ છે અને તમારો પાર્ટનર પણ એકદમ સાચો છે.

તમારા માટે આ ફીલિંગ બહુ ઓછાને થતી હોય છે. એના બોલે તો પણ તમે એના મનની વાત જાણી લેતા હોય તો તમે છો તો તમે એને સાચો પ્રેમ કરો છો. તમારો પ્રેમ કોઈ ટાઇમપાસ નથી અને એ પણ તમારા પ્રેમને લાયક છે. આ 3 વાતો થી તમે જાણી શકો છો કે તમે સાચો પ્રેમ કરો છો કે પછી ટાઈમપાસ.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here