કેરીની ગોટલી ફેંકવી નહીં, કેરીની ગોટલી પણ છે ખુબ જ ફાયદાકારક, જાણો તેના ફાયદા

0
926

કેરી ફળોના રાજા આમ જ નથી કહેવાતી મીઠી કેરીના સ્વાદની બરાબરી કરવી કોઈપણ ફળ માટે સંભવ નથી. રસીલી કેરી સ્વાદમાં તો લાજવાબ હોય છે. સાથે જ તેની ગોટલી પણ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી ઓછી નથી. “આમ કે આમ ગુઠલીયો કે દામ” કહેવત વાસ્તવમાં ગોટલીના અનેક ઉપયોગ તેમજ ફાયદા નુ કારણ કહેવામાં આવે છે.

આયુર્વેદમાં કેરીને એક એવું ફળ બતાવવામાં આવ્યું છે  જેને ખૂબ જ પસંદ કરવામાં આવી છે.  કેરીના વૃક્ષનો દરેક રીતે ખૂબ જ ઉપયોગી હોય છે. આજે અમે તમને કેરી ની ગોટલી ના ફાયદા વિશે જણાવીશું. જેનાથી જે તમે ક્યારેય પણ નહીં સાંભળ્યા હોય.

કબજીયાતથી છુટકારો

કબજીયાતથી છુટકારો આપે છે કેરી ની ગોટલી. કેરીની ગોટલી, બિલગીરી અને ખાંડને સમાન માત્રામાં પીસીને બે ચમચી દિવસમાં ત્રણ વખત લેવાથી કબજિયાત થઈ શકે છે. જો કબજિયાતમાં લોહી આવી રહ્યું છે તો કેરીની ગોટલીને પીસીને છાશમાં મેળવીને પીવાથી તે બંધ થઈ જાય છે.

દાંત બનાવે છે મજબૂત

કેરીના લીલા પાંદડા સુકવીને સળગાવીને પીસી લ્યો. કેરીની ગોટલીને બારિક પીસીને તેમાં ભેળવી દો અને બંનેને ભેળવીને ગરણી થી ગાળી રોજ  તેનું મંજન કરવાથી દાંત સફેદ અને મજબૂત થાય છે અને દાંતનો દુખાવો પણ ઠીક થઇ જાય છે. રોજ કેરીના પાંદડાને થોડીક વાર ચાવવાથી દાતોનું હલવુ અને પેઢા માં લોહી આવવા જેવું સમસ્યા દૂર થાય છે.

કોલેસ્ટ્રોલ લેવલ સારૂ કરવામાં મદદ કરે છે

કેરીની ગોટલી બ્લડસર્ક્યુલેશનને ઠીક કરી કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

જૂ ખતમ કરે

કેરીના ઝાડની સુખી છાલ અને કેરીની સુખી ગોટલી ને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ ભેળવીને માથામાં લગાવવાથી જૂ ખતમ થવાની સંભાવના હોય છે.

હૃદયની બીમારીમાં રાહત

જો ગોટલીને સીમિત માત્રામાં ખાવામાં આવે તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ઠીક શકે છે. જેનાથી દિલની બીમારી થવાનો ખતરો ટળી શકે છે.

ટાલ અને સફેદ વાળથી છુટકારો

કેરીની ગોટલી નું તેલ ફેટી એસિડ, મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. તમે જો તેનું તેલ ઘરે જ કાઢી શકો છો. કેરીની ગોટલી ને દસ-બાર ગોટલી લઈને તેને સૂકવીને બારીક કૂટીને કપડા ની મદદથી ગાળી લો અને નારિયેળના તેલમાં પકાવી આ મિશ્રણને 25 દિવસ સુધી નિયમિત રૂપથી માથા પર મસાજ કરવાથી માથાનું ગંજાપન એટલે કે ટાલ ખતમ થઈ શકે છે અને વાળ પણ કાળા થઈ શકે છે.

પિરિયડમાં પણ અધિક બ્લીડિંગને રોકે

ગોટલીનું ચૂર્ણ, દહીં અને મીઠું ભેળવીને ખાવાથી મહિલાઓને જરૂરતથી વધારે બ્લીડીંગ  રોકી શકાય છે.

વજન ઘટાડે

જે વ્યક્તિઓનું વધારે વજન વધારે છે તે કેરીની ગોટલી ના પાઉડર થી તેને ખૂબ જ મદદ મળી શકે છે. કારણ કે તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તે વજન ઘટાડે છે. કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે અને લોહીનું સર્ક્યુલેશનને પણ ઠીક રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here