કેરડાનું અથાણું બનાવવાની સરળ અને પરફેક્ટ રીત

0
3998

કેરડાનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ ૫૦૦ ગ્રામ કેરડા લેવા તેને ચોખ્ખા પાણીમાં બેથી ત્રણ વખત ધોઈ લેવા. ત્યારબાદ એક વાસણમાં ચોખ્ખું પાણી લેવું અને તેમાં કેરડાને પાણીમાં બે દિવસ રાખવા. બે દિવસ થઈ જાય તે પછી કેરડા ને એક સાફ વાસણમાં લઈ લેવા અને તેમાં ખાટું પાણી મિક્સ કરવું( કેરીનું અથાણું બનાવતી વખતે મીઠા અને હળદર વાળું કેરીના ચિરિયા વાળુ પાણી) 300 એમએલ જેટલું ગાડી અને પાણી લેવું.

જો તમારી પાસે આ ખાટું પાણી ના હોય તો તમે ખાટી છાશ માં પણ કેરડા ને પલાળી શકો છો. કેરડા ડુબે ત્યાં સુધી પાણી લેવું તેમ એક ચમચી મીઠું અને થોડીક માત્રામાં હળદર મિક્સ કરવી. હવે તેને આ રીતે ૧૫ દિવસ સુધી રહેવા દેવું જેથી કેરડા ની કડવાશ જતી રહે.

હવે પંદર દિવસ બાદ કેરડા સરસ પલડીને પોચા થઇ જશે. હવે તેને કાણાવાળા વાડકામાં કાઢીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવા જેથી તેનું પાણી બધું નીકળી જાય. ત્યારબાદ તેની કોટનના કપડા ઉપર પાથરી દેવા જેથી તે સરસ રીતે ડ્રાય થઈ જાય (પંખાની નીચે તેને ડ્રાય કરવાના નથી).

હવે તેના વઘાર માટે અડધો કપ રાયના કુરિયા લેવા થોડા કુરિયાની મિક્સરમાં અધકચરા વાટી લેવા હવે બંને કુરિયાની એક વાસણમાં મિક્સ કરી લેવા. તેમાં એક ચમચી હળદર, એક ચમચી હિંગ, અને એક ચમચી મીઠું એડ કરવું. ત્યારબાદ એક કડાઈમાં તેલને ગરમ કરવા મૂકો તે નવશેકુ ગરમ થઈ જાય પછી નીચે ઉતારી અને થોડું ઠંડું પડવા દેવું.

થોડુંક નવશેકું થઈ જાય પછી તેને હિંગ અને હળદર ઉપર રેડી દેવું અને તે મસાલા ને સારી રીતે મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ તેને ૩ થી ૪ મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ તેમાં અડધો કપ વાઈટ વિનેગર લઇ મિક્સ કરવુ. ત્યારબાદ તેમાં કેરડા નાખવા અને એક ચમચી થી તેને સારી રીતે મિક્સ કરી લેવું.

વિનેગર અને મીઠું જો તમારે વધારે એડ કરવું હોય તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે કરી શકો છો. હવે બરાબર મિક્સ કરીને આ અથાણાને એક દિવસ સુધી ઢાંકીને રાખો. એક દિવસ પછી ખાવા માટે તૈયાર છે કેરડાનું અથાણું. (તેને એક બોટલમાં ભરી અને ફ્રિજમાં રાખવુ) ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here