કષ્ટો નથી છોડી રહ્યા તમારો પીછો તો શનીદેવના આ મંદિરોના દર્શન જરૂર કરો, બધા દુ:ખ-દર્દો થશે દુર

0
3068

જો કોઈ વ્યક્તિના મનમાં શનિદેવનો વિચાર આવી જાય છે તો તે ખૂબ જ ભયભીત બની જાય છે કેમકે શનિદેવને ખૂબ જ ગુસ્સાવાળા દેવના રૂપમાં બધા જાણે છે. દરેક એવું જ ઇચ્છતા હોય છે કે શનિદેવ તેમનાથી નારાજ ના થાય અને તેમની ઉપર તેમની દયા દ્રષ્ટિ બની રહે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ શનિદેવને ન્યાયાધીશ ની ઉપાધિ આપી છે. શનિદેવ હંમેશા વ્યક્તિના કર્મોના અનુસાર ફળ આપે છે સારા કર્મ કરવા વાળાને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ ખરાબ કામ કરવા વાળાને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. ઘણા માણસો એવું માનતા હોય છે કે શનિદેવ હંમેશા બધા ને નુકસાન પહોંચાડે છે પરંતુ તે વાત સાવ ખોટી છે.

શનિદેવ કોઈ દિવસ કોઈ માણસને કારણ વગર હેરાન નથી કરતા દુનિયાભરમાં શનિદેવના ઘણા મંદિરો આવેલા છે જ્યાં દરેક પોતાની શ્રદ્ધા થી તેમની પૂજા કરે છે. અને એવું કહેવામાં આવ્યું છે કે આ મંદિરોની અંદર શનિદેવ ના દર્શન કરવામાં આવે તો તે વ્યક્તિના દરેક દુઃખ દૂર થઈ જાય છે. અને શનિદેવને ખૂબ જ દયાળુ પણ માનવામાં આવે છે. જો તમે તેમની વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરો તો તેમના દર્શન માત્રથી તમારા દરેક દુઃખ દૂર થઈ જાય છે.

આજે તમને શનિદેવના એવા ચમત્કારી મંદિર વિશે જાણકારી આપીશુ કે  જ્યાં શનિદેવ સ્વયં બિરાજમાન છે અને દરેક માણસનું કષ્ટ દૂર કરે છે ભારતના આ પ્રસિદ્ધ મંદિરો ની અંદર દર્શન કરવા માત્રથી દુઃખ દર્દ દૂર થાય છે.

શનિમંદિર કોસી કલા – ઉત્તર પ્રદેશ

શનિદેવ નુ એક પ્રસિદ્ધ મંદિર ઉત્તર પ્રદેશના કોસી કલા ગામમાં આવેલું છે એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર શનિદેવને ભગવાન કૃષ્ણ અને દર્શન આપ્યા હતા  આ વાતનો જિક્ર ગીતામાં પણ થયો છે. જે ભક્ત પોતાના સાચા મનથી આ વન ની પરિક્રમા કરે છે તેના દરેક દુઃખ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ ઉપર શનિનો પ્રભાવ ચાલી રહ્યો હોય તો તેને આ મંદિરમાં અવશ્ય દર્શન કરવા જોઈએ તેનાથી શનિ દોષ માં છુટકારો મળે છે.

શનિ મંદિર – ઉજ્જૈન

ઉજ્જૈનના શનિ મંદિરમાં દિવસના હજારો ભક્તો આવે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં શનિદેવના દર્શનથી જ જીવન ના દરેક દુઃખ દૂર થાય છે અને ગ્રહોના અશુભ પ્રભાવ સમાપ્ત થાય છે. આ મંદિર સ્થાપના 2000 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્ય દ્વારા કરાઇ હતી.

શનિચરા મંદિર મુરૈના – મધ્ય પ્રદેશ

શનિદેવનું એક ખૂબ જ પ્રાચીન મંદિર મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ આવેલું છે આ મંદિરમાં શનિદેવને તેલ અર્પિત કર્યા પછી ગડે મળવા ની પરંપરા છે. અહીં જે કોઈપણ ભક્ત આવે છે તે ખૂબ જ પ્રેમથી શનિદેવ ને ગડે મળે છે. અને શનિદેવ તેમની દરેક સમસ્યાને દૂર કરે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિની દરેક પરેશાની દૂર થાય છે.

શનિ શિંગણાપુર – મહારાષ્ટ્ર

શનીદેવ ના પ્રસિદ્ધ મંત્રી માંથી એક શનિ શિંગણાપુર ધામ ભારત નું સૌથી પ્રસિદ્ધ શનિ મંદિર માનવામાં આવે છે. આ મંદિર પ્રતિ લોકોની આસ્થા જોડાયેલી છે. શનિદેવનું આ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત છે. આ સ્થાન પર શનિ મહારાજની કોઈપણ મૂર્તિ સ્થિત નથી અહીં એક મોટો કાળો પથ્થર રાખેલો છે જેને શનિદેવનું રૂપ માનવામાં આવે છે. આ પથ્થર એક ચબૂતરા ઉપર રાખવામાં આવ્યો છે અહીં શનિ દેવ આજે પણ પોતાનો ચમત્કાર બતાવે છે. આ ગામમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરને તાળું નથી લગાવી શકતો અને અને કોઇના ઘરમાં ચોરી પણ નથી થતી. કેમકે એવું કહેવામાં આવ્યું છે કે શનિદેવ સ્વયં અહીં ના લોકો ની રક્ષા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here