કર્મોનું ફળ મળે છે? આ સ્ટોરીમાં તમને જવાબ મળી જશે

0
2228

આજકાલ માણસોએ એક believe સિસ્ટમ બનાવી લીધી છે કે ભલાઈ નો જમાનો નથી. સારા માણસોના જીવનમાં દુઃખ અને દુઃખ જ છે અને ખોટા માણસો હંમેશા ખુશ રહે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે જે પણ તમે વિચારો છો દુનિયા તમને એવી દેખાશે. એક વાત સાચી જણાવશો તમને કેવા માણસો સારા લાગશે? જે તમારા સાથે સારું કરે તે સારા લાગશે? કે જે તમારા સાથે ખરાબ કરે તે સારા લાગશે?

જો કોઈ તમારા સાથે સારું કરે તો તમે તેના સાથે ખરાબ કરશો? દુનિયામાં અલગ-અલગ પ્રકારના માણસો છે અમુક સારા માણસો પણ છે અને અમુક ખોટા માણસો પણ છે. સારા માણસો તેનો બદલો હંમેશા સારી રીતે જ આપે છે. અને ખરાબ માણસો સત્યનો બદલો ખોટી વાતોથી આપશે. જો તમે જીવનમાં કોઈ ખરાબ માણસ સાથે સારું વર્તન કરી લીધો અને બદલામા તેણે તમારી સાથે ખોટું કર્યું ત્યારે તમે તેને જીવનની સચ્ચાઈ માનીને બેસી જાઓ છો. પણ આ જીવનની સચ્ચાઈ નથી અલગ-અલગ પ્રકારના માણસો છે દુનિયામાં એટલા માટે બધા ના અનુભવો પણ અલગ-અલગ હોય છે. પણ જીવનના કોઈ એક કડવા અને દુઃખમય અનુભવના કારણે તે વાતને પૂર્ણ રીતે સત્ય માની લેવી તે ખોટી વાત છે. ઘણા માણસો કહે છે કે કર્મનું ફળ મળે છે કે નથી મળતું કેમકે જોવામાં તો બધું જ મળે છે.

એક વખત એક માણસ પોતાના સ્કૂટર થી પોતાના ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં તેણે જોયું તો એક વૃદ્ધ મહિલા ગાડીની રાહ જોઈ રહી હતી. તે સ્કૂટર વાળાને તે વૃદ્ધ મહિલા ઉપર દયા આવી ગઈ તેણે તેનો સ્કૂટર ઊભું રાખી અને તે મહિલાને કીધું કે માતાજી શું હું તમને તમારા ઘરે મૂકી દઉં. પહેલા તો તે મહિલા તેને જોઈને ગભરાઈ ગઈ પણ તેણે કહ્યું કે માતાજી તમે ચિંતા ના કરો હું તમને સુરક્ષિત રીતે તમારા ઘરે પહોંચાડી દઈશ અને તેનો આ ભાવ જોઈને તેને તે માણસ ઉપર વિશ્વાસ આવ્યો ક્યા સારો માણસ છે અને મને જરૂરથી ઘરે પહોંચાડી દેશે.

તે માણસે તે વૃદ્ધ મહિલાને તેના સ્કૂટર ઉપર બેસાડી અને તેના ઘરે મૂકવા ગયો અને તે મહિલા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું કે બેટા હું તને કેટલા પૈસા આપુ ? તે માણસે કહ્યું કે ના મારે પૈસાની કોઇ જરૂર નથી પણ જેવી રીતે મેં આજે તમારી મદદ કરી છે તેમ તમે જીવનમાં કોઈપણ ને મદદરૂપ બનજો તે આટલું કહીને તે વૃદ્ધ મહિલાને તેના ઘરે મૂકી અને તે પોતાના ઘર તરફ નીકળી ગયો.

થોડાક ટાઇમ પછી તે મહિલા બજારથી ઘરે આવતી હતી તો તેણે રસ્તામાં એક ગર્ભવતી મહિલાને જોઇ તે દુકાન ચલાવી રહી હતી આ જોઈ તે વૃદ્ધ મહિલાને થયું કે આ ગર્ભવતી છે તો પણ દુકાન ચલાવે છે તેનો મતલબ કે જરૂરથી આને કોઈ મજબૂરી હશે તેને પૈસાની જરૂર હશે આ વિચારી તે વૃદ્ધ મહિલા તેની દુકાન ઉપર આવી અને તે ગર્ભવતી મહિલાને 1000 રૂપિયા આપ્યા. તે ગર્ભવતી મહિલા ને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું કે તમે મને પૈસા શું કામ આપો છો? તે વૃદ્ધ મહિલાએ કહ્યું કે બેટા આ મારો આશીર્વાદ છે તો આશીર્વાદ સમજી અને આ પૈસા રાખી લે તારા આવવા વાળા બાળક માટે અને તે ગર્ભવતી મહિલા તે જ માણસ ની પત્ની હતી જેણે આ વૃદ્ધ મહિલાની મદદ કરી હતી. જ્યારે તેનો પતિ રાત્રે ઘરે આવ્યો ત્યારે તેણે કીધું કે તમે દવાના પૈસા માટે પરેશાન હતા પણ આજે કોઈ વૃદ્ધ મહિલા આવી અને મને એક હજાર રૂપિયા આપીને ગઈ. તે માણસે વિચાર્યું કે મેં કોઈનું સારું કર્યું તો કોઈકે પણ મારું સારું કર્યું.

યાદ રાખવા જેવી એક વાત કે કર્મ ખૂબ જ બળવાન છે તમે જેવું કર્મ કરશો તે નિશ્ચિત રૂપે પાછું આવશે. તમે શું માંગો છો તેનાથી કોઈ ફરક નથી પડતો પણ કર્મની શક્તિ ખૂબ જ પાવરફુલ છે. ઉદાહરણ તરીકે તમે કોઈ એવો ખોરાક લો કે જે તમારા શરીર માટે સારો નથી જે તમને નુકસાન પહોંચાડે તો થોડા દિવસ પછી તમારું શરીર બીમાર થઈ જશે, રોગિષ્ટ થઈ જશે પણ જો તમે એવો ખોરાક લેશો કે જે તમારા શરીર માટે સારો છે, રોજ વ્યાયામ કરો પ્રાણાયામ કરો આમ કરવાથી તમારું શરીર ખૂબ જ સારું બની જશે. તમારી દરેક ક્રિયા નું રીઝલ્ટ તમને જરૂરથી મળે છે. તેવી જ રીતે દુનિયામાં ઘણી પ્રકારના માણસો હોય છે સારા પણ અને ખરાબ પણ એવું જરૂરી નથી હોતો કે દુનિયામાં બધા જ માણસો ખરાબ હોય. તમે ભલાઈ કરશો તો તમે ભલાઈ જરૂરથી મળશે.

જેમ કે એક બગીચામાં અલગ-અલગ પ્રકારના ફૂલો હોય છે ઘણાં ફૂલોને પાન હોય છે તો ઘણા પાનને કાંટા પણ હોય છે. આ દુનિયા પણ એક બગીચા ની જેમ જ તેમાં અલગ-અલગ પ્રકારના ફૂલ અલગ-અલગ માણસના રૂપમાં છે. અને આ જ સંસારની વિભિન્નતા આપણને સારા અને ખરાબ માણસો વિશે જણાવે છે આપણને જીવનનું જ્ઞાન બતાવે છે, આપણને સત્યનો દર્શન કરાવે છે. તો કોઈ દિવસ એવું ન વિચારો કે ભલાઈ નો જમાનો નથી રહ્યો જમાનો તો ભલાઈનો જ છે વિશ્વાસ ના હોય તો તમે કોઈને ગાળો બોલીને જુઓ કોઈની જોડે મારપીટ કરીને જુઓ અને જુઓ તમને બદલામાં શું મળે છે. તમે જેટલી બુરાઈ કરશો તેનાથી ડબલ તમને પાછી મળશે પણ છો તમે કોઈ માણસ ની પ્રશંસા કરશો તો તમે સામે પ્રશંસા જ મળશે. કોઈ એક જુઠ ને તમે સો વાર કહેશો તો તમને તે જુઠ પણ સત્ય જ લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here