કપાળ પર તિલક લગાવવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ, જાણો તિલકનું મહત્વ

0
11550

કોઈપણ વ્યક્તિના માથે ચાંદલો અથવા તિલક જોઈને મનમાં એ સવાલ સ્વાભાવિક રીતે થાય છે કે આખરે આજ તિલક કરવાથી શું ફાયદા થાય છે? શું એ ફક્ત બીજાઓને દેખાડવા માટે જ કરવામાં આવે છે કે પછી તિલક કરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે? હકીકતમાં લગાવવા પાછળ આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે બીજા અન્ય લાભો પણ છે.

હિન્દુ ધર્મમાં માથા પર તિલક કરવાની પરંપરા છે. કોઇપણ શુભ કાર્ય, પૂજા અને મંદિરમાં ભગવાનના દર્શન બાદ માથા પર તિલક કરવાનો રિવાજ હોય છે. માથા પર તિલક કરવા પાછળ ધાર્મિક ભાવનાની સાથે થોડા વૈજ્ઞાનિક આધાર પણ રહેલા છે.

સામાન્ય રીતે ચંદન કંકુ માટી હળદર ભસ્મ વગેરેનું તિલક કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તિલક નો લાભ લેવા માંગે છે પરંતુ અન્ય વ્યક્તિઓને દેખાડવા નથી માંગતા તો શાસ્ત્રોમાં તેનો ઉપાય પણ બતાવવામાં આવેલ છે. કહેવામાં આવેલ છે કે આવી સ્થિતિમાં કપાળ પણ પાણીથી તિલક કરી લેવું જોઈએ. હવે તમને તિલક ધારણ કરવા પાછળ ના ફાયદાઓ ની ચર્ચા કરીશું.

  • તિલક કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જાય છે. હકીકતમાં તિલક લગાવવાથી મનોવૈજ્ઞાનિક અસર થાય છે કારણ કે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળ માં ભરપૂર વધારો થાય છે.
  • કપાળ પણ નિયમિતરૂપે તિલક લગાવવાથી મગજમાં શાંતિનો અહેસાસ થાય છે. જેના કારણે માનસિક બીમારીઓથી બચી શકાય છે.
  • મગજમાં સેરાટોનિન અને એન્ડોર્ફિન નો સ્ત્રાવ સંતુલિત રીતે થાય છે જેના કારણે ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ વધે છે. આ ઉત્સાહ લોકોને સારા કાર્યોમાં લાગે છે.

  • કપાળ પર નિયમિતરૂપે તિલક કરવાથી માથાના દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.
  • હળદર યુક્ત તિલક લગાવવાથી ત્વચા શુદ્ધ થઈ જાય છે. હળદરમાં એંટી બેક્ટેરિયલ તત્વ હોય છે જે રોગોથી મુક્ત કરાવે છે.
  • ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટોથી બચી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિલક લગાવવાથી ગ્રહોની શાંતિ પણ થાય છે.

  • માનવામાં આવે છે કે ચંદનનું તિલક કરવાથી ઘરમાં અને ધન ભરેલા રહેલ છે તથા સૌભાગ્યમાં વધારો થાય છે.
  • યોગી લોકો મેડીટેશન શરૂ કરતા પહેલા પોતાના કપાળ પર તિલક લગાવે છે કેમકે આ જગ્યા પર આજ્ઞાચક્ર માં ઉપસ્થિત પિંડમાં જોડાયેલી બધી નાડીઓનો સમૂહ હોય છે. આવું કરવાથી મગજ શાંત રહે છે અને માનસિક એકાગ્રતા વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here