કાળા ઘોડાની નાળ ઘરમાં લાવશે અપાર અને અખૂટ ધન, સાત પેઢી પછી પણ નહીં ખૂટે ધન જો કરશો આ ઉપાય, શનીદેવ અને લક્ષ્મીજી સદાય રહેશે પ્રસન્ન

0
1602

ઘોડાના પગ દોડતા સમયે જમીન સાથે ઘસાય છે અને તેના કારણે તેના પગના નખ તૂટી જાય છે. આ તૂટી રહેલા પગના નખને બચાવવા માટે ઘોડાના પગમાં લોખંડની નાળ બેસાડી દેવામાં આવે છે. ઘોડાના પગમાં બેસાડવામાં આવેલી આ લોખંડની નાળ અંગ્રેજી મૂળાક્ષર U જેવી દેખાય છે. ઘોડાના પગમાં રહેલી આ નાળ જ્યારે ઘસાઈને તૂટી જાય છે ત્યારબાદ ફરી નવી નાળ બેસાડવામાં આવે છે અને જૂની નાળને બજારમાં વેંચી દેવામાં આવે છે. જૂની નીકળેલી આ નાળને પોતાની વિવિધ માન્યતાઓ અનુસાર ખરીદે છે.

ઘર હોય કે વ્યવસાય, તેના પર પડી રહેલા અશુભ પ્રભાવ અને નકારાત્મક અસરોને દૂર કરવા માટે ઘોડાની નાળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. કાળા ઘોડાની નાળને શનિવારે ઘરે લઈને આવવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની નાળને સિધ્ધ યોગ અને પુષ્ય નક્ષત્ર માં લઈ આવો અને પછી તેનો જાદુ તમે જોતાં જ રહી જશો.

પ્રાચીનકાળમાં કાળા ઘોડાની નાળનો ઉપયોગ અનેક ચમત્કારિક ઉપયોગોમાં કરવામાં આવતો હતો. જ્યોતિષનું માનવામાં આવે તો ઘોડાની નાળ કોઈપણ વ્યક્તિનું નસીબ બદલી શકે છે. ઘોડાના પગમાં લગાવેલી આ નાળ લોખંડ ની હોય છે, લોખંડ શનિદેવની પ્રિય ધાતુ છે અને કાળો રંગ શનિદેવનો પ્રિય રંગ છે.

શનીદેવ મહેનત કરનાર પ્રાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ઘોડામાં અપાર શક્તિ હોય છે અને તે ખૂબ જ મહેનત પણ કરે છે. આ કારણને લીધે જ કાળા ઘોડાને શનીદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તેના લીધે જ કાળા ઘોડાના પગમાં લગાવેલી નાળને પણ નસીબવંતી માનવામાં આવે છે.

અહી અમે તમને જણાવીશું કે કાળા ઘોડાની નાળનો કઈ રીતે ઉપયોગ કરવાથી તમને લાભ થશે. અહી જણાવેલ રીતે કાળા ઘોડાની નાળનો ઉપયોગ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની ખોટ નહીં આવે અને લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

જો તમે ઇચ્છતા હોય કે તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી ના થાય તો કાળા ઘોડાની નાળને કાળા કપડામાં વીંટીને જે જગ્યા પર અનાજ રાખતા હોય ત્યા રાખી દો,આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં થાય.

જો તમે મહાલક્ષ્મીની કૃપા વરસાવવા માંગતા હોય એટલે કે ઘરમાં હંમેશા ધનથી ભરેલું રાખવા માંગતા હોય તો કાળા ઘોડાની નાળને કાળા કપડામાં લપેટીને ઘરની તિજોરી અથવા તો જે જગ્યા પર ધન અને ઘરેણાં રાખતા હોય ત્યાં રાખી દેવું. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે અને ધન હંમેશા વધતું રહેશે.

ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી શકાય છે. ઘોડાની નાળને અંગ્રેજી ભાષાના U આકારમાં ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી. આવું કરવાથી ઘર પર કોઈ વ્યક્તિની ખરાબ નજર નહીં લાગે તથા ઘરમાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા પણ પ્રવેશી નહીં શકે. આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર નાળ લગાવવાથી બધા જ દેવી-દેવતાઓની કૃપા તમારા ઘર પર રહેશે તથા ઘરનું વાતાવરણ પવિત્ર રહેશે.

વેપાર અને ધંધામાં પ્રગતિ માટે પણ ઘોડાની નાળને લાભદાયક માનવામાં આવે છે. કાળા ઘોડાની નાળને વેપાર ધાંધણી જગ્યા પર રાખવાથી વેપાર અને ધન બંનેમાં વધારો થાય છે. નવા વેપાર કારની તકો ઊભી થાય છે, ધધમાં પડતી તમામ ખોટનો નિકાલ આવે છે તથા વેપાર ધંધા પર કોઇની ખરાબ નજર લાગતી નથી.

જે વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ હોય અથવા તો શનિની ત્રાંસી નજર હોય તેને ખૂબ જ મહેનત કરવા છતાં પણ ફળ મળતું નથી. પરિવાર, ધન, વેપાર અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિની સાડાસાતીના સમયમાં પણ વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર શનિના આ પ્રકારના દોષોને દૂર કરવા માટે ઘોડાના નાલની વીંટી બનાવીને તેને વચ્ચેની આંગળીમાં પહેરવાથી શનિ સંબંધી તકલીફો દૂર થાય છે અને સકારત્મક પરિણામો મળવા લાગે છે.

કોઈપણ શનિવારના દિવસે આ વીંટી આંગળીમાં ધારણ કરી શકાય છે. આ વીંટીને આંગળીમાં ધારણ કરતાં પહેલા તેને શુક્રવારની રાતે વીંટીને દૂધમાં પલાળી રાખવી ત્યારબાદ બીજા દિવસે એટલે કે શનિવારની સવારે વીંટીને પાણીથી ધોઈને તેને શનિના મંત્રો જાપ કરીને સૌથી આંગળી એટલે કે મધ્ય આંગળીમાં ધારણ કરી લેવી. આવું કરવાથી શનિની દરેક તકલીફોમાંથી રાહત મળી રહેશે.

અમારી પોસ્ટ સૌથી પહેલા વાંચવા માટે ફેસબુકમાં બતાવેલ સ્ટેપ પ્રમાણે સૌ પ્રથમ Visit Group ની બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો, ત્યારબાદ Following પર ક્લિક કરો અને પછી See First પર ક્લિક કરો. શાયરી તથા સુવિચાર વાંચવા માટે ફેસબુકમાં અમારા પેજ નિ:શબ્દ પ્રેમ તથા પ્રેમનો પાસવર્ડ જરૂરથી લાઇક કરી લેજો.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here