જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા માટે કઈ રાશિનો જીવનસાથી પરફેક્ટ રહેશે, જાણો અહી

0
2504

લગ્ન શબ્દ સાંભળતા જ દિલ અને દિમાગમાં ઘણા પ્રકારના સપના અને સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. કારણકે દરેક વ્યક્તિના અલગ અલગ અનુભવ હોય છે. છતાં પણ મોટાભાગના લોકોનો કહેવું એવું જ હોય છે કે જોડી ઉપરથી બનીને આવે છે. જ્યોતિષ વિજ્ઞાન નું પણ એવું જ કહેવું છે કે લગ્ન સુનિશ્ચિત વ્યક્તિ સાથે જ થાય છે. પરંતુ આ સુનિશ્ચિત ને વધારે પ્રબળ અને સફળ બનાવવા માટે યોગ્ય ઉમેદવારની ખુશ કરવા માટે જ્યોતિષવિજ્ઞાન રાશિઓના આધાર પર આપણું માર્ગદર્શન કરે છે.

કઈ રાશિઓ કોને કઈ રાશી સાથે લગ્ન કરવા જોઈએ જેથી કરીને વૈવાહિક જીવન આનંદ પૂર્ણ પસાર થઈ શકે. જો તમે પણ આ જાણવા ઈચ્છતા હોય કે રાશિઓનું પરસ્પર સંયોગ શું લાભ આપે છે તો ચાલો અમે તમને અહીંયા સંક્ષેપમાં જણાવીએ.

મેષ

મેષ રાશિવાળા સ્ત્રી/પુરુષોનો સ્વભાવ ચંચળ અને સકારાત્મક હોય છે. તેઓ આકર્ષક તથા પ્રેરણાદાયક હોય છે અને તેમનામાં નેતૃત્વ કરવાના ગુણ હોય છે. બ જીવનસાથીના રૂપમાં મેષ પુરુષ અને મીન સ્ત્રી ની જોડી સૌથી વધારે સફળ માનવામાં આવે છે. મેષ પુરુષ ની જોડી વૃષભ તથા મિથુન રાશિની સ્ત્રી સાથે પણ સારી માનવામાં આવે છે. મેષ રાશિના પુરુષ જો જીવનસાથી ના રોગમાં તુલા મકર અથવા સિંહ રાશિની સ્ત્રીઓની પસંદગી કરે છે તો આવી જોડીઓ નુ વૈવાહિક જીવન સામાન્ય. આ સિવાય અન્ય રાશિઓની સ્ત્રી સાથે મેષ પુરુષોનું લગ્ન જીવન વધારે સફળ નથી રહેતું.

વૃષભ

વૃષભ રાશિના સ્ત્રી/પુરુષ સુખ-સુવિધાની ઇચ્છા રાખનાર હોય છે. આ સિવાય તેઓ કલાપ્રેમી તથા રહસ્યાત્મક પ્રવૃત્તિના હોય છે. લાઈફ પાર્ટનર ના રૂપમાં મેષ, મિથુન અને મીન રાશિ વાળી સ્ત્રીઓ વૃષભ પુરુષ સાથે વધારે સફળ સાબિત થાય છે. જ્યારે કર્ક સિંહ તુલા રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી સામાન્ય રહે છે. જીવનસાથીના રૂપમાં અન્ય રાશિની સ્ત્રીઓ સાથે વૃષભ પુરુષ માટે સારી સાબિત નથી થઈ શકતી. કારણકે વૈચારિક મતભેદને કારણે તેમના વચ્ચે વાદ વિવાદ થતા રહે છે.

મિથુન

આ રાશિના લોકો સકારાત્મક વિચાર શક્તિ તથા વધારે વાતચીત વાળા અને વિચારવાન હોય છે. જીવનસાથીના રૂપમાં મેષ વૃષભ અને તુલા રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી સારી માનવામાં આવે છે. મિથુન રાશિના પુરુષ સાથે મિથુન ધન અને મીન સ્ત્રીની સાથે વૈવાહિક જીવન સામાન્ય રહે છે. મિથુન રાશિના પુરુષોને જીવનસાથીના રૂપમાં કર્ક, સિંહ, કન્યા, મકર, વૃશ્ચિક, કુંભ રાશિની સ્ત્રીઓની પસંદગી કરવી જોઇએ નહીં. કારણ કે તેમની સાથે શાંત અને સુખી વૈવાહિક જીવન વિતાવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે.

કર્ક

આ રાશિના લોકો સંવેદનશીલ, ભાવુક, મહત્વકાંક્ષી અને નકારાત્મક વિચાર વાળા હોય છે. જીવનસાથી માટે મેષ, વૃષભ, વૃશ્ચિક રાશિની સ્ત્રીઓ સાથે તેમનો સહયોગ સારો રહે છે. આ જોડીમાં મિત્રતા પણ સારી રહે છે. કર્ક રાશિના પુરુષ અને સિંહ, કન્યા તથા તુલા રાશિની સ્ત્રીઓની આ જોડીમાં પ્રેમ અને તકરાર બન્ને રહે છે. છતાં પણ તેમના લગ્નને સફળ માનવામાં આવે છે. કર્ક રાશિના પુરુષ અને કર્ક, મિથુન, ધન, મકર, કુંભ અને મીન રાશિની સ્ત્રીઓ સાથેની જોડી ને સફળ નથી માનવામાં આવતી.

સિંહ

સિંહ રાશિ વાળા સ્ત્રી-પુરુષ સકારાત્મક વિચાર વાળા, મહત્વકાંક્ષી, ચંચળ પ્રવૃત્તિવાળા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેમની દ્રષ્ટિએ પ્રેમ એક જરૂરિયાત છે અને પ્રેમિકા તેમના જીવનનો અહમ હિસ્સો છે. તેમના માટે મિથુન, સિંહ, તુલા રાશિની સ્ત્રીઓ સાથે જોડી સફળ સાબિત થાય છે. જ્યારે વૃષભ, વૃશ્ચિક અને કુંભ રાશિની સ્ત્રીઓ સાથે તેમનું વૈવાહિક જીવન સામાન્ય રહે છે. અન્ય રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી સફળ નથી માનવામાં આવતી.

કન્યા

આ રાશિના લોકો સુખ-સુવિધાઓને પસંદ કરે છે. તેમના માટે પ્રેમ એક પૂર્ણતા છે જેના વગર જીવન અધૂરું છે. કન્યા રાશિવાળાને મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિની લગ્ન માટે પસંદગી કરવી જોઈએ. આ રાશિની સ્ત્રીઓ સાથે કન્યા રાશિના પુરુષ નો તાલમેલ સારો રહે છે અને તેમનું વૈવાહિક જીવન સુખમય રહે છે. અન્ય રાશિની સ્ત્રીઓને જીવનસાથી બનાવ પર તેમનું વૈવાહિક જીવન કષ્ટમય થઈ શકે છે.

તુલા

તુલા રાશિના વ્યક્તિ જીવનમાં ન્યાય અને આદર્શ ને સૌથી વધારે મહત્વ આપે છે. તેઓ વિચાર પ્રધાન, ભૌતિકવાદી, મહત્વકાંક્ષી, આકર્ષક અને સૌંદર્યપ્રેમી હોય છે. જીવનસાથીના રૂપમાં તેમની જોડી મેષ, સિંહ અને ધન રાશિની સ્ત્રીઓ સાથે સફળ કહી શકાય છે તથા કર્ક તુલા અને મકર રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી સામાન્ય રહે છે. અન્ય રાશિની સ્ત્રીઓ સાથે સહકાર અને મતભેદના કારણે વાદ-વિવાદ થતા રહે છે તથા ક્યારેક ક્યારેક તો સંબંધ તુટવા સુધી પહોંચી જાય છે.

વૃશ્ચિક

આ રાશિ જલતત્વ પ્રધાન છે. તેઓ સંવેદનશીલ, ભાવુક, પ્રતિક્રિયાવાદી, ઈર્ષાળુ અને ઝઘડાળુ પ્રકૃતિના હોય છે. તેમનામાં બદલો લેવાની ભાવના પણ હોય છે. વૃશ્ચિક રાશિ વાળા ની દ્રષ્ટિએ પ્રેમ ભાવુકતા છે, જેનો અંત સમર્પણ થી થાય છે. વૃશ્ચિક પુરુષોના વૈવાહિક જીવન વૃષભ, કન્યા, કુંભ રાશિની સ્ત્રીઓ સાથે ખુશખુશાલ રહે છે. જ્યારે સિંહ વૃશ્ચિક તથા મકર રાશિની સ્ત્રીઓ સાથે નાના-મોટા વાદવિવાદ થતાં રહે છે.

ધન

ધન રાશિના લોકો હંમેશા કામ કરવા માટે તત્પર રહે છે. તેઓ સ્ફૂર્તિલા, ચુસ્ત, કાર્યકુશળ અને સતત પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે આગળ વધતા રહે છે. તેમની દ્રષ્ટિએ પ્રેમ ઈમાનદારી યુક્ત સ્વામીભક્તિ છે. મિથુન, તુલા, મીન, રાશિની સ્ત્રીઓ ધન રાશિના પુરુષ માટે પરફેક્ટ જીવનસાથી સાબિત થાય છે. કન્યા તથા કુંભ રાશિની સ્ત્રીઓ અને ધન રાશિના પુરુષની જોડી સામાન્ય કહી શકાય છે. આ સિવાય અન્ય રાશિની સ્ત્રીઓ સાથે તેમનું જીવન વિતાવવું મુશ્કેલ હોય છે. કારણકે આવી જોડીઓની વચ્ચે સ્વભાવ અને વ્યવહારમાં જમીન-આસમાનનું અંતર જોવા મળે છે.

મકર

મકર રાશિવાળા વ્યક્તિ રહસ્યમય હોય છે. ગોપનિયતા તેમને પસંદ હોય છે. તેઓ સહાનુભૂતિ ઇચ્છે પણ છે અને આપે પણ છે. તેઓ આત્મવિશ્વાસ થી ભરપૂર હોય છે. તેમની દ્રષ્ટિએ પ્રેમમાં સ્વાર્થ ન હોવો જોઈએ અને સમજદારીથી કામ લેવું જોઈએ. તેમનું જીવન મેષ, તુલા અને મકર રાશિની સ્ત્રીઓ સાથે સુખી અને શાંતિપૂર્ણ રીતે પસાર થાય છે. જ્યારે કર્ક, વૃશ્ચિક અને મીન રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી સામાન્ય રહેશે. મકર પુરૂષ અને બાકીની અન્ય રાશિની સ્ત્રીઓ સાથે તેમની જોડી મા વાદ-વિવાદ વધારે રહે છે. જેના લીધે વૈવાહિક જીવન સુખમય નથી રહેતું.

કુંભ

કુંભ રાશિના લોકો સ્નેહી સ્વભાવના હોય છે. તેઓ સકારાત્મક વિચાર શક્તિ, મહત્વકાંક્ષી, ગંભીર અને સંવેદનશીલ હોય છે. તેમના અનુસાર પ્રેમ ધૈર્યપૂર્વક થાય છે. વૃષભ, સિંહ, ધન રાશિની સ્ત્રીઓ કુંભ રાશિના પુરુષની જીવનસાથી બનીને તેમના જીવનને આનંદથી ભરી દે છે. જોકે મેષ વૃશ્ચિક અને કુંભ રાશિની સ્ત્રીઓ પણ જીવનસાથીના રૂપમાં યોગ્ય સાબિત થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક આ જોડીની વચ્ચે તણાવ પણ ઉત્પન્ન થાય છે. વળી અન્ય રાશિની સ્ત્રીઓ ને પોતાની જીવનસાથી પસંદ કરવાનો સવાલ આવે તો તેને સફળ જોડી માનવામાં નથી આવતી.

મીન

મીન રાશિ વાળા વ્યક્તિ આકર્ષક અને પોતાના કાર્યમાં નિપુણ હોય છે. તેઓ વાતોને ગોપનીયતા રાખવામાં માને છે. તેમની દ્રષ્ટિએ જીવનમાં પ્રેમ જ સર્વસ્વ છે. સફળ અને પ્રેમ ભરી જિંદગી માટે તેઓએ મિથુન, ધન અથવા મીન રાશિની સ્ત્રીઓને પોતાની જીવનસાથી બનાવવી જોઈએ. તેઓ વૃષભ, કન્યા અથવા મકર રાશિની સ્ત્રીઓને પણ જીવનસાથી બનાવી શકે છે. પરંતુ તેમની સાથે તેમનું જીવન સામાન્ય રહે છે. અન્ય રાશિની સ્ત્રીઓને જીવનસાથી બનાવવાથી બચવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here