સામગ્રી
- કાચી કેરી મોટી સાઈઝ ની – 1
- પાણી – 2 ગ્લાસ
- ખાંડ – 4 ચમચી
- ટોપરા નું ખમણ – 3 ચમચી
- જીરા પાઉડર -અડધી ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ – 1 ચમચી
- જેલેટિન – 1 મોટી ચમચી
- ફુદીનો – 50 ગ્રામ
- મરચી – 2
- કોથમીર – 50 ગ્રામ
બનાવવાની રીત :
આમપન્ના જેલી બનાવવા માટે સૌ પહેલા કેરી ને ગેસ ઉપર જાળી રાખીને જેમ રીંગણાનું ભડથું બનાવો ત્યારે રીંગણાને શકો છો તેવી રીતે કેરી ને પણ શેકી લ્યો. કેરી માંથી છાલ ઉતારીને તેને ગોટલી થી અલગ કરી તેમાં 1 /4 જેટલું પાણી ઉમેરી દો. હવે એક મિક્સરમાં કે બ્લેન્ડર વડે તેનો એક પલ્પ બનાવી લો.
એ પછી કોથમીર, મરચાં, ફુદીનો, જીરા પાવડર અને મીઠું ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેની ચટણી મિક્સચર માં બનાવી લ્યો. મિક્સરમાં બનાવેલા કાચી કેરીના પલ્પમાં બેથી ત્રણ ચમચી લીલી ચટણી ઉમેરો.
હવે એક બાઉલમાં અડધા કપ જેટલા પાણીમાં એક ચમચી છે જેલેટિન ને પલાળી દો આજે જેલેટિન ને પાંચ મિનિટ સુધી પલળવા દો જેથી તે મોટું થઈ જાય. હવે જેલેટિન ને કાચી કેરીના પલ્પમાં ઉમેરો તેની સાથે તેમાં ખાંડ પણ ઉમેરો. જ્યાં સુધી ખાંડ સરખી રીતે ઓગળી ન જાય અને જેલેટિન સરખી રીતે ઉમેરાઈ ન જાય ત્યાં સુધી કાચી કેરીના પલ્પમાં આ બધી જ વસ્તુને હલાવતા રહો.
હવે કાચના ગ્લાસ મા તેલ ને લગાડીને તેમાં બનાવેલા કાચી કેરીના પલ્પને નાખી દો અને ફ્રિજમાં ચારથી પાંચ કલાક સુધી ઠંડુ થવા માટે મૂકી દો. ચારથી પાંચ કલાક બાદ તમે જોશો કે ફ્રીજમાં તમારી આમપન્નાના જેલી તૈયાર હશે. કાચના ગ્લાસ માંથી છરી વડે કાઢીને તેમાં ચારે તરફ ટોપરાનું ખમણ લગાવીને સર્વ કરો જેથી બાળકોને તે ખૂબ જ નવીન અને સુંદર લાગે.