કાચબા વાળી વીંટી પહેરી લેશો તો દુર્ભાગ્ય હમેશા માટે થઈ જશે દૂર, આજે જ પહેરી લો

0
2168

પનોતી અને દુર્દશા દૂર કરવા માટે આપણે ઘણા ઉપાયો કરાવીએ છીએ અને તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયો જણાવેલા છે. અલગ અલગ રાશિ પ્રમાણે નંગની વીંટી પહેરવી, પૂજા કરાવવી વગેરે તેના ઉપાયો છે. નંગની વીંટી એ જ્યોતિષ શાસ્ત્રમાં એક મહત્વનુ અંગ છે. ધન હાનિ દૂર કરવા માટે કાચબાની આકૃતિ વાળી વીંટી પહેરવામાં આવે તો ધન હાનિ દૂર થાય છે અને લક્ષ્મીજી મહેરબાન રહે છે.

આજકાલ ઘણા વ્યક્તિના હાથમાં તમને આ વીંટી જોવા મળે છે, કોઈ વ્યક્તિ એ ચાંદીમાં બનાવેલી હોય છે તો કોઈ વ્યક્તિએ તેને ધાતુમાં બનાવીને પહેરીલી હોય છે. આ વીંટીનું વધતું જતું મહત્વ જ બતાવે છે કે તે કેટલી ઉપયોગી છે. જ્યોતિષ શાસ્ત્રમાં દુર્ભાગ્યને દૂર કરવાના અનેક ઉપાયો છે અને તેમનો આ એક ઉતમ ઉપાય પણ ગણવામાં આવે છે.

કાચબાની વીંટીને જ્યોતિષશાસ્ત્રમાં શુભ એટલે ગણવામાં આવે છે કે આ વીંટીને પહેરવાથી અશુભ ગ્રહોના દોષમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કાચબાના આકાર વાળી વીંટીને જો યોગ્ય આંગળીમાં પહેરવામાં આવે તો એ દુર્ભાગ્યને પણ સતભાગ્યમાં બદલી નાંખે છે.

  • કાચબાની સરખામણી લક્ષ્મી માતાજી સાથે કરવામાં આવે છે, એટલે જો આ વીંટી પહેરવા માંગતા હોય તો શુક્રવારે પહેરવી.
  • આ કાચબાની આકૃતિ વાળી વીંટીને જમણા હાથની તર્જની કે વચલી આંગળીમાં પહેરવી જોઈએ તો એ અસરકારક રહે છે.

  • આ વીંટીને એવી રીતે પહેરવામાં આવે છે કે જેથી કરીને કાચબાનું મુખ પહેરવા વાળાના મુખ તરફ આવે. જો ઉલ્ટી દિશામાં પહેરવામાં આવે તો તે નકારાત્મક અસર કરે છે.
  • આ વીંટીને શુક્રવારે ઘરમાં લાવીને લક્ષ્મીજીની મુર્તિ પડે તેની પૂજા કરી, દૂધ અને પાણી ચડાવીને ત્યારબાદ તેને હાથમાં પહેરવી.
  • માન્યતા પ્રમાણે સમુદ્ર મંથનની કથામાં ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન માટે કાચબાનો અવતાર લીધો હતો. આ સમુદ્ર મંથનમાથી જ લક્ષ્મી માતાજી પ્રગટ થયા હતા અને તેઓએ વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કરી તેમના પત્ની બન્યા હતા. આ કારણ થી જ કાચબાને લક્ષ્મી માતાજીની સાથે ધન વૃધ્ધિ માટે શુભ માનવમાં આવે છે.

  • કાચબાને ધીરજ, શાંતિ, નિરંતરતા, સુખ, સમૃધ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. આથી તે વ્યક્તિને પ્રગતિ તરફ લઈ જાય છે. જો આ વીંટીને ચાંદીની ધાતુમાં પહેરવામાં આવે તો તે વધારે અસરકારક રહે છે.
  • શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કાચબો શાંતિ અને પ્રગતિનું પ્રતિક છે એટલે તેને હાથમાં પહેરવાથી ધન વૃધ્ધિ થાય છે.

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here