જ્યારે વધારે ક્રોધ આવે ત્યારે વ્યક્તિએ કરવું જોઈએ આ કામ, ગુસ્સો જરૂર શાંત થઈ જશે

0
3308

પહેલાના સમયમાં એક ગામ હતું ત્યાં એક મહિલા રહેતી હતી તેના ગુસ્સાને લઈને દરેક લોકો વાતો કરતા હતા. તેણે ખુબ જ ગુસ્સો આવતો હતો અને તે ગુસ્સામાં કંઈ પણ બોલતી હતી જેનાથી દરેકને દુઃખ થતું હતું. અને ગુસ્સો કરતી સમયે તેને એ પણ ખબર નહોતી કે તે કોની સાથે વાત કરે છે. તેની પહેલી વાત થી પૂરો પરિવાર ચિંતામાં હતો. અને જ્યારે તને ગુસ્સો શાંત થતો ત્યારે તેને ખૂબ જ પસ્તાવો પણ થતો હતો. અને તે વિચારતી હતી કે આની કોઇ દવા મળી જાય તો સારું.

મહિલાએ લીધી સાધુ પાસેથી દવા

એક દિવસ તે ગામમાં એક સાધુ આવ્યા. તેમનો બહુ નામ હતું ગામના ઘણા માણસો તેમના દર્શન કરવા માટે આવ્યા. મહિલા પણ તેમના દર્શન કરવા માટે આવી અને કહ્યું કે ઋષિ મને ખૂબ જ ગુસ્સો આવે છે. અને મારા આ ગુસ્સાના કારણે જ મારો પરિવાર મારા થી ખુબ જ દુર થાય છે. સગા-સંબંધીઓ મને પોતાના ઘરે નથી બોલાવતા અને પાડોશીઓ પણ મારાથી દૂર ભાગે છે. હું પોતાની નથી સુધારી શકતી. તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારો ગુસ્સો શાંત થઈ જાય.

સંતે કહ્યું કે આનો ઉપાય એકદમ સરળતાથી થઈ જશે. તેમણે પોતાની પાસેથી એક બાટલી આપી અને કહ્યું કે આમાં ગુસ્સો શાંત કરવાની દવા છે. અને તને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તારે આ દવા પીવાની જ્યાં સુધી તારો ગુસ્સો ઓછો ના થાય ત્યાં સુધી. એક અઠવાડિયામાં બધું બરાબર થઈ જશે.

એટલા માટે શાંત થઈ ગયો ક્રોધ

તે મહિલા એવું જ કર્યું કેમ કે તે પોતાના ગુસ્સાને કંટ્રોલમાં કરવા માગતી હતી. એક અઠવાડિયા સુધી તેની દવા પીધી અને એક અઠવાડિયામાં તેનો ગુસ્સો પણ બંધ થઈ ગયો. તે સંત પાસે ગઈ અને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ગુરુજી તમારી દવાથી મારો ગુસ્સો શાંત થઈ ગયો અને મારા પરિવાર સાથે પણ સારા સંબંધો થઇ ગયા. તમે મને એ દવાનો નામ બતાવો આગળ જતાં ફરીથી તેની જરૂર પડશે તો કામ આવશે.

સંતે કહ્યું કે મેં તમને કોઈ દવા નહોતી આપી તેમાં માત્ર પાણી હતું ગુસ્સો આવતા સમયે તુને પાણી બીપી હતી અને તેનાથી તું કઈ બોલી શકતી નહોતી તેથી તારો ગુસ્સો શાંત થઈ ગયો. મેં તને ગુસ્સો કરતી વખતે પીવાનું એટલા માટે કહ્યું કેમ કે એનાથી તું તારા શબ્દો ઉપર સંયમ રાખી શકે. હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તો એક ગ્લાસ પાણી પી લેજે. એનાથી તારો ગુસ્સો શાંત થઈ જશે.

ગુસ્સો આવવો કે મનુષ્યનો સ્વભાવ છે. પરંતુ રોજ અને કોઈ પણ વાતે ગુસ્સો કરવો તેનાથી વ્યક્તિ સમાજ પરિવાર બધા દૂર થઈ શકે છે. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તે વાતનો વિચાર કરવો જોઈએ કે તમે જે કંઈ પણ કરો છો જે બોલો છો તેનાથી સામેવાળા વ્યક્તિ પર શું અસર પડતી હશે. જ્યારે તમને આ વિચાર આવશે ત્યારે તમારો ગુસ્સો સરળતાથી શાંત થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here