જ્યારે ટ્રાફિક ચેકિંગ દરમ્યાન મહિલા પોલિસકર્મીના પતિ જ હેલ્મેટ વગર પકડાયા, પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી હોય

0
1460

ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને લોકો જ્યારે બાઇક અથવા કાર ચલાવી રહ્યા હોય ત્યારે ટ્રાફિક પોલીસને જોઇને તેમના ચહેરા પરનો રંગ ઊડી જાય છે. પરંતુ એ સમયે તમારા ચહેરાનો રંગ ઉડી જાય છે જ્યારે તેઓ તમને પાસે આવીને ફૂલ અને ચોકલેટ આપે છે. આવું જ એક દ્રશ્ય મંગળવારે હરિયાણાના આંબેડકર ચોક માં જોવા મળ્યું.

ટ્રાફિકના નિયમોની શીખ લેતા લોકોએ પોલીસના આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી તથા એવું પણ જણાવ્યું કે જો પોલીસ આ રીતે કામ કરે તો ખૂબ જ સારું કહેવાય. અહીંયા સ્થળ પર ટ્રાફિકના નિયમોની શીખ આપી રહેલી મહિલા પોલીસ કર્મી જ ત્યાંથી પસાર થયા હતા. પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા તથા તેમની પત્ની દ્વારા જ તેમને ફૂલ અને ચોકલેટ આપવામાં આવ્યા.

એસપી પંકજ જૈન દ્વારા મંગળવારના દિવસે ટ્રાફિક પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે એક અનોખા કાર્યક્રમ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મુજબ નિયમ તોડવા વાળા લોકોને ડરાવવા ને બદલે તેઓને ફૂલ અને ચોકલેટ આપીને સમજાવવાના હતા.

આવામાં સવારના પોલીસે નગરના સૌથી વ્યસ્ત ચાર રસ્તા આંબેડકર ચોક પર ચાલકોને રોકવાનું શરૂ કર્યું. આવા સમયે મોટા ભાગના વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર જ ત્યાંથી પસાર થતાં પકડાઈ ગયા હતા. જોકે પહેલાં તો પોલીસને અચાનક સામે જોઈને વાહનચાલકો ગભરાઈ જ ગયા હતાપરંતુ મહિલા પોલીસ કર્મી દ્વારા તેઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને ભવિષ્યમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવામાં આવી ત્યારે તેઓએ પોલીસના આ કામની ખુબ જ પ્રશંસા કરી હતી.

આંબેડકર ચોક પર નિયમ તોડવા વાળા લોકોને મહિલા પોલીસકર્મી ફૂલ અને ચોકલેટ આપી રહ્યા હતા એ દરમિયાન જ એક મહિલાના પતિ ત્યાંથી બાઇક લઇને પસાર થયા કે જેવો હેલ્મેટ પહેર્યા વગર જ બાઈક ચલાવી રહ્યા હતા. પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવ્યા અને તેમની જ પતિના હાથથી પતિને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપવામાં આવ્યા. પત્નીએ પોતાના પતિને ભવિષ્યમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટેની સલાહ આપી હતી.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here