જ્યારે તમને કોઈ છોડીને જતા રહે ત્યારે શુ કરવું?

0
1678

મિત્રો જ્યારે તમને તમારા પાર્ટનર છોડીને જતા રહે , જ્યારે તમારા પાસે કોઈ એવું નથી જેને તમે પોતાનું દુખ કહી શકો ત્યારે તમારા જીવનમાં પાનખર ઋતુ આવી હોય છે. કેમ કે પાનખર ઋતુમાં પણ આવું જ હોય છે. પાનખર તો દરેક મનુષ્ય ને લાગશે.

જયારે વસંત ઋતુ માં વૃક્ષ માં ઘણા પક્ષીઓ આવે છે , નવા નવા પાંદડા ઓ આવે છે ત્યારે વૃક્ષ ખૂબ જ ખુશ થાય છે. ત્યારે તે પોતાના પર ગર્વ કરે છે. જ્યારે પાનખર આવે છે ત્યારે વૃક્ષ એકલું થઈ જાય છે. ત્યારે વૃક્ષ નવી આવનારી વસંત ની ફક્ત રાહ નથી જોતું પરંતુ તેના માટે તૈયારીઓ કરવા લાગે છે. આ ઘણી મોટી વાત છે જે મનુષ્ય એ શીખવી જોઈએ.

મનુષ્ય જ્યારે પાનખર માં આવે છે ત્યારે તે તેને પકડી લે છે. બીજું કાંઈ વિચાર જ નથી કરતા. સતત દુઃખ માં જ રહે છે. લોકો પ્રત્યે તેનો વિશ્વાસ નબળો થઈ જાય છે. તેને બધા પોતાના ભૂતકાળ જેવા જ દગાબાજ વ્યક્તિ લાગે છે. વ્યક્તિ નો સ્વભાવ બદલાઈ જાય છે. દગો મળ્યા પછી જીવન ને બંધ નથી થતું. તમે ખુશ રહી શકો છો, તમે આનંદ માણી શકો છો, તમે કોઈ ઉપર વિશ્વાસ કરી શકો છો. તમને પણ ફરી વસંત લાગી શકે છે.

જીવનમાં પાનખર લાગ્યા પછી વસંત માટે તૈયારી ઓ કરવી જોઈએ. પહેલા કરતા સારું પાર્ટનર તમને હવે મળશે એવી ભાવના થી જીવન ને ફરી થી શરૂ કરો.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

કોપી રાઇટ : આ આર્ટિકલ અથવા આર્ટિકલના કોઈપણ ભાગનો કોઈપણ રીતે સદુપયોગ કરવાની તમામને છૂટ છે અને તેના માટે કોઈ લેખિત કે મૌખિક મંજૂરી લેવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here