જો તમને પણ મોડી રાત સુધી ઊંઘ નથી આવતી તો જરૂરથી વાંચજો

0
1354

ઘણા માણસોને મોડી રાત સુધી ઊંઘ નથી આવતી. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં તેમને ઊંઘ નથી આવતી અને ઘણા તો ઊંઘની ગોળીઓ પણ લે છે તો પણ તેમને ઊંઘ નથી આવતી. ઘણા ને એ પણ સમસ્યા હોય છે તે ઊંઘતા તો હોય છે પણ તે ઊંઘમાં તેમને આરામ નથી હોતો. તે ઊંઘમાંથી થોડી થોડી વારે ઉઠી જાય છે અને તેમને સંતોષ નથી થતો ઊંઘવાનો. પૂરતી ઊંઘ ના આવવા પાછળનું કારણ મનો હોય છે અને અમુક કારણ શરીર ના હોય છે.

માનસિક કારણો :

 • જો તમારા મનમાં કોઈ વાતને લઈને ચિંતા હોય તો તમારી ઊંઘ ગાયબ થઈ જશે.
 • જો તમને કોઈ વાતનું ટેન્શન હોય અને તે ટેન્શન  તમારો પીછો જ ના છોડતી હોય તો પણ તમારી ઊંઘ ગાયબ થઈ જાય છે.
 • તમને કોઈપણ માણસ થી કે જગ્યાથી કે કોઈ વસ્તુ થી વધારે પડતું અટેચમેન્ટ થઈ જાય તો એને ગુમાવવાના ડરથી પણ તમને ઉંઘ નથી આવતી.
 • ઘણા માણસો નું મગજ કોઈપણ એક વાતમાં સ્થિર થઈ જાય છે તે વિચારમાં પડી જાય છે અને તે જ વિચાર વારંવાર આવવાથી પણ ઊંઘ નથી આવતી.
 • કોઈ વ્યક્તિ કોઈ પણ વાતને લઈને ગભરાઈ જાય છે તો તેની અંદર છુપાયેલા ડરના લીધે પણ તેની ઊંઘ ઊડી જાય છે.

શારીરિક કારણો :

 • જો તમને હાઈપર એસીડીટી હોય તો તેના કારણથી પણ તમારી ઊંઘ ગાયબ થઈ જાય છે.
 • અમુક માણસો વધારે તળેલું અને વધારે મસાલાવાળો ખોરાક ખાય છે એવા માણસોને પણ ઊંઘ નથી આવતી. તમારા ખોરાકનો પણ તમારી ઊંઘ ઉપર ખૂબ જ અસર પડે છે.
 • જો તમે ફિઝિકલી અનફીટ છો તો તેની અસર પણ તમારી ઊંઘ ઉપર પડે છે. જો તમે સારી ઊંઘ મેળવવા માંગો છો તો તમારે મેન્ટલી અને ફિઝીકલી બંને રીતે ફિટ રહેવું પડશે.

આ રીતે તેના ઉપાય કરી શકાય :

 • એક ઉપાય આવો કરો કે રાત્રે ઊંઘવા ના ત્રણ કલાક પહેલા તમે ડિનર કરી લ્યો કેમકે તમારો ખોરાક આસાનીથી પાચન થઈ જાય.
 • ઊંઘવાના એક કલાક પહેલા બધા જ ઇલેક્ટ્રોનિક સાધન ટીવી કોમ્પ્યુટર મોબાઇલ લેપટોપ આ બધા બંધ કરી દો કેમકે ઇલેક્ટ્રોનિક સાધનના કિરણો તમારા બ્રેઇનને હાઇપર એક્ટિવ કરે છે જેના કારણે તમારી ઉંઘ ઉડી જાય છે. સુવાના ટાઇમ પહેલા તમે સ્નાન કરી લો. જો તમે તમારા કાન અને નાકમાં ઓઇલના બે બે ડ્રોપ નાખી લેશો તો પણ તમને આરામથી ઊંઘ આવશે. અને તમે તમારા પગના તળીયામા પણ હળવા હાથે ઓઈલથી મસાજ કરી લો તેનાથી પણ તમને આરામ ની ઊંઘ આવશે.

 • જ્યારે તમે બેડ ઉપર સુઈ જાવ ત્યારે ડાબુ પડખું ફરીને દસથી બાર વખત ઊંડો શ્વાસ લો અને આ જ ક્રિયા જમણી બાજુ ઊંઘીને કરો તેના પછી તમે સીધા સૂઈ જાવ અને તમારા મનથી કોઈ સુંદર ચિત્રની કલ્પના કરો જ્યાં તમે જવા માંગો છો તે જગ્યાને તમે દેખવા માંગો છો જ્યાં તમને શાંતિનો અનુભવ થાય આ વિચારતા-વિચારતા તમને ક્યારે ઊંઘ આવી જશે એ તમને ખબર પણ નહીં પડે.
 • તમારું મગજ તમારા વિચારો એક એનર્જી છોડે છે. તે એનર્જી તમે જ્યાં ઈન્વેસ્ટ કરો છો તે ભાગમાં વધારો થઈ જાય છે. જો તમે નેગેટિવ વિચારો છો કે તમે કોઈ વસ્તુથી ગભરાવ છો કે તમે ચિંતા કરો છો, તો આ વધારે વધી જશે.

 • તો તમે આખો દિવસ એવી પ્રક્રિયા કરો કે તમારા વિચારો પોઝિટિવ બને. અને આખો દિવસ તમે તમારી જાતને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. જો તમે આખો દિવસ હેપ્પી રહેશો તો તમારી ઊંઘ પણ એટલી જ સારી રહેશે અને જો તમે આખો દિવસ ચિંતામાં અને પરેશાનીમાં રહેશો તો તમને ઊંઘ પણ નહીં આવે.

આ બધી ક્રિયાઓ કરવાથી તમને એક સારી ઊંઘ આવશે અને તેનાથી તમે આખો દિવસ ઉત્સાહ અને પ્રસન્નતા પૂર્ણ દિવસ જશે, તમે દરેક કામને આસાનીથી કરી શકશો પૂરી એનર્જી સાથે કરી શકશો. જે માણસો રાત્રે સારી ઊંઘ નથી લઇ શકતા તે આખો દિવસ થાકેલા રહે છે. એવા માણસોની પણ ઉંઘ ઉડી જાય છે કે જે આખી રાત કામ કરે છે. આજકાલ ઘણા માણસો નાઈટ કોલ સેન્ટરમાં કામ કરે છે નાઈટ જોબ કરે છે.

તમે પ્રયત્ન કરો જો પોસિબલ હોય તો દિવસમાં કામ કરો, ઘણા માણસો ની મજબૂરી હોય છે તો એ વાત અલગ છે પણ જો પોસિબલ હોય તો દિવસે કામ કરવું. અમુક માણસો નાઇટમાં કામ કરે છે પણ જ્યારે તેમની નાઈટની જોબ નથી હોતી ત્યારે તેમને ઊંઘ જ નથી આવતી કેમકે એમની આદત પડી ગઈ છે નાઇટમાં જાગવાની. તો જો તમે સારી ઊંઘ મેળવવા માંગો છો તો આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here