જો તમે પણ પોતાના ઘરે કરાવો છો સત્યનારાયણ ભગવાનની કથા, તો ભુલથી પણ ના કરો આ ૫ ભુલો

0
3751

દરેક વ્યક્તિ જો ઈચ્છે તો તેના ઘર માં સુલહ, શાંતિ અને સમૃદ્ધિ આવે જો કે આવું ઘણા ઓછા ઘર માં સંભવિત હોય છે. દરેક ઘર માં કોઈ ને કોઈ સમસ્યા હમેશાં વિદ્યમાન રહે છે. ક્યારેક શાંતિ રહે છે તો ધન ની કમી થવા લાગે છે અને જ્યાં ધન હોય છે ત્યાં પારિવારિક સુખ નથી હોતું. ઘર માં ઉતપન્ન થવા વાળી પરેશાનીઓ ત્યાં ઉપસ્થિત નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિ ઓની દેન છે. આ સ્થિતિમાં ઘર માં પોઝીટીવ એનર્જી ફેલાવવા માટે કેટલાક ખાસ ઉપાય કરવા પડે છે. એમાં એક ઉપાય છે ઘર માં સત્યનારાયણ ની કથા કરાવવી.

તમારા માંથી ઘણા લોકો સમય સમય પર સત્યનારાયણ કથા કરાવતા હશે. એવું કરવાથી ઘર માં સકારાત્મક ઊર્જા નો વિસ્તાર થાય છે અને સુખ તેમજ ધન બન્ને બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સત્યનારાયણ કથા કરાવવા ના દરમિયાન તમારે કેટલીક ખાસ વાતો નું ધ્યાન રાખવું પડે છે. જો તમે એવું નથી કરતા તો તે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે અને તમે આ કથા ના લાભ થી વંચીત રહી શકો છો. તો ચાલો વિના કોઈ મોડું કર્યા વિના જાણી લઈએ કે સત્યનારાયણ કથા કરતા સમયે તમારે કઈ કઈ ભૂલ કરવાથી બચવું જોઈએ.

ઘરને ગંદુ રાખવું

સત્યનારાયણ કથા કરાવવી એક પવિત્ર કામ હોય છે એ કથા ના માધ્યમ થી તમે દેવી દેવતાઓ પોતાના ઘર માં આવવાનું આમંત્રણ આપે છે. એવા માં એ જરૂરી છે કે તમે પોતાના ઘર ની પુરી રીતે સફાઈ રાખો. ઘણા લોકો મેઈન જગ્યા પર સફાઈ કરે છે પરંતુ ખૂણા માં સફાઈ નથી કરતા અને ઘર ના ખૂન ગંદા રાખે છે જેનાથી ઘર માં નેગેટિવ ઉર્જા વધે છે. તેનાથી ઘર માં દેવી દેવતા ઓ ઘર માં નથી આવતા. તેથી કથા કરાવતા સમયે ઘર ને ચોખ્ખું જરૂર રાખો.

મહેમાનોનું સ્વાગત કરવું

કથા ના સમયે રિશતેદારો, પાડોશી ઓ અને પંડિત સહિત ઘણા બધા લોકો આવે છે. એવા માં તમારે તેમને સમયે સમયે ચા પાણી નું પૂછવું જોઈએ. ઘણી જૂની કહેવત છે કે મહેમાન ભગવાન નું રૂપ હોય છે. તેથી તેનું આ દરમિયાન ખાસ ધ્યાન રાખો.

સાફ મન સાથે કથામાં ન બેસવું

જ્યારે ઘર માં સત્યનારાયણ ની કથા થઈ રહી હોય તો તમારું મન સંપૂર્ણ રીતે સાફ હોવું જોઈએ. તેમાં કોઈપણ ગંદા ભાવનવાળા વિચાર ન લાવવા જોઈએ. તમે સાચા મન થી ભગવાન ની આરાધના કરશો તો તે તમારી મનોકામના જરૂર પુરી કરશે.

શાંતિ રાખવી

કથાના દરમિયાન ઘરમાં શાંત અને પોઝિટિવ માહોલ રાખવાની કોશિશ કરો. ઘર માં અવાજ અને ઝઘડા જેવી ચીજો ના કરો. સાથે જ એ વાત નું ધ્યાન રાખો કે કોઈ પણ બાબત કથામાં વિધ્ન ના થાય.

પ્રસાદમાં કંજૂસી કરવી

સત્યનારાયણ કથા માં ભરપુર પ્રસાદની વ્યવસ્થા કરવી જોઈએ. કથા સાંભળવા વાળા આવેલા લોકોને પણ કંજૂસી થી નહી બલ્કે દિલ ખોલીને પ્રસાદ આપો. હોઈ શકે તો તેમને ઘરના સદસ્યો ના માટે પણ એક્સ્ટ્રા પ્રસાદ દેવો. સાથે તમારા મહોલ્લા માં પણ આ પ્રસાદનું વિતરણ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here