જો તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય

0
1095

ઘણીવાર તમે જોયું હશે કે કોઈ તમારા સાથે વાત કરે તો તેના શ્વાસમાં દુર્ગંધ આવે છે. મોટા ભાગના માણસોને આ પરેશાની હોય છે કે જ્યારે તે વાત કરે ત્યારે સામેવાળા માણસને દુર્ગંધ આવતી હોય છે અને તે તમારા દૂર જાય છે અને તેનાથી તમારે શરમાવું પડે છે.

પરંતુ ઘણા માણસો સારી રીતે બ્રશ કરવા છતાં પણ તેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે અને તે દુર્ગંધને દૂર કરવા માટે ઘણા માઉથ ફ્રેશનરનો ઉપયોગ પણ કરે છે પરંતુ તેનો અસર થોડાક સમય માટે જ રહે છે. આજે અમે તમને જણાવીશું કે આ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવું.

મીઠાનો ઉપયોગ : તમે આ પરેશાનીને મીઠાના ઉપયોગથી દૂર કરી શકો છો. પાણી માં મીઠું  નાખી ને ને નોર્મલ ગરમ કરીને તેના કોગળા કરવાથી મોઢામાં રહેલી મૃત કોશિકાઓ દૂર થાય છે અને આ પરેશાની માંથી રાહત મળે છે.

તુલસીના પાનનો પ્રયોગ :  તુલસીના પત્તાનો પ્રયોગ કરવાથી પણ તમને આ પરેશાની માંથી રાહત મળશે. તુલસીના પાનને ઉકાળીને થોડાક સમય માટે ઢાંકીને મૂકી દેવું. અને પછી જ્યારે તે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તે પાણીના કોગળા કરવા આમ કરવાથી તુલસીના પાનમાં રહેલા તત્વો મોઢામાં રહેલા કીટાણું અને દૂર કરે છે.

લીમડાના પાન : લીમડાના પાન થી પણ આ પરેશાનીમાંથી રાહત મળી શકાય છે. 10 થી 15 લીમડાના પાનને ઉકાળીને એક વાસણમાં કાઢી લેવું અને જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તે પાણીથી કોગળા કરવા. લીમડાના પાન બળતરા અને દુઃખને શાંત કરે છે અને રોગાણુ રોધક હોય છે. તેના નિયમિત સેવનથી મોઢાની આંતરિક શુદ્ધિ થાય છે. અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here